________________
૩૦૬
બધામૃત પૂજ્યશ્રી–ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ ત્રણ પદ કહેવાય છે. વસ્તુ ઉત્પન્ન થાય, નાશ પામે અને વસ્તુ વસ્તુરૂપ ધ્રુવ રહે. જેમ કેઈ ફૂલ જોયું તે ઉપર વિચાર કરે કે આ ફૂલ હમણું બહુ સારું ખીલ્યું છે, વિકસિત થયું છે, પણ પહેલાં એ કેવું હતું? પાછળથી કેવું થવાનું છે? એમ વિચાર કરે તે મહ ન થાય. એમ દરેક વખતે લક્ષ રહે તે જ ત્રિપદને ઉપગ અનુભવ્યું કહેવાય.
મુમુક્ષુ–પ્રભુ! મને એક સ્વપ્ન આવ્યું હતું કે પ્રભુશ્રીજી સભામંડપમાં બેઠા છે, બોધ કરી રહ્યા છે. તે વખતે મને અને ૦ ૦ ૦ ૦ ભાઈને પ્રભુશ્રીજીએ કહ્યું કે પાંચ ભવમાં તમારે મેક્ષ થઈ જશે.
પૂજ્યશ્રી–સારું છે. સારી ભાવના હોય તે સારા સ્વપ્નાં આવે. અને સંસારી ભાવના હોય તે તેવાં આવે. સ્વપ્નાં છે તે સ્વપ્નાં જ છે; પણ એવાં સારાં સ્વપ્ન આવે તે આગળ વધવાનું થાય. | મુમુક્ષુ–મને પ્રભુશ્રીજીનાં તે કઈ કઈ વખત સ્વપ્નાં આવે છે, પણ કૃપાળુદેવનાં તે આવતાં નથી.
પૂજ્યશ્રી–આલોચનાદિ-પદ-સંગ્રહમાં જિનવરદર્શન છે ને? તે મને લખવાનું મન થયું, પણ વિચાર આવ્યો કે મને દર્શન તે થયાં નથી તે શું લખું ? દર્શન ન થાય ત્યાં સુધી મારે લખવું જ નથી. એમ કરી પડી મૂક્યું. અને રાત હતી તેથી સૂઈ ગયે. તે સ્વપ્ન આવ્યું કે હું બાંધણીમાં છું અને કૃપાળુદેવ ત્યાં ઘરના મેડા ઉપર પધાર્યા છે. મને થયું કે પરવારીને કૃપાળુદેવનાં દર્શન કરવા જઈશ. એટલામાં આંખ ઊઘડી ગઈ તેથી ખેદ થ. પછી ફરી સ્વપ્ન આવ્યું કે ઘરના મેડા ઉપર કૃપાળુદેવ કફની પહેરીને પાટ ઉપર પદ્માસને બેઠા છે. સોભાગભાઈ સામે બેઠા છે. પહેલાં કૃપાળુદેવ મને દેખાયા. પછી આંખ ઊઘડી ગઈ
એક મુમુક્ષુ–પછી લખ્યું? પૂજ્યશ્રી–હા, દર્શન થયાં એટલે લખ્યું. તેમાં પહેલું પ્રાસ્તાવિક પદ એ જ લખ્યું કે“ધન્ય રે દિવસ આ અહો! પ્રભુદર્શન આજ પમાય રે;”
૬ શ્રીમદ્ રા. આ. અગાસ, આ સુદ ૬, ૨૦૦૯ પૂજ્યશ્રી–જ્ઞાની જે શિખામણ આપે તે ધ્યાનમાં લે તે કર્મ ન બંધાય. આજ્ઞા જેવું વાંચવામાં આવે તે પકડી લેવું. મહાપુરુષ ધર્મના નેતા છે. એઓ સંસારી બાબતમાં પડતા નથી. ઉદય હોય તેટલું કરે. પોતે તરવું અને બીજાને તારવા એમ એ તરણતારણ છે. આપણે નવરા પડીએ કે ઝટ પુસ્તક લઈ બેસવું. વખત નકામે ન ગાળવે. કૃપાળુદેવનાં વચનમાં ચિત્ત રહે તે વિચારણા જાગે અને વિચારણા જાગે તો આત્મજ્ઞાન થાય.
જાણ્યું તે તેનું ખરું, જે મોહે નવિ લેપાય; સુખ દુઃખ આવ્યું જીવન, હર્ષશોક નવિ થાય.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org