________________
સંગ્રહ ૫
૩૦૫
અમારે સંગ કરે. બીજી ઈચ્છા કરવી નહીં. બીજી સંસારી ઇચ્છા હોય તો જ્ઞાની એને ઓળખાય જ નહીં. જ્ઞાનને વિષયકષાય, પૈસાટકા, મહ કશાયમાં વૃત્તિ નથી. જે કરવા જેવું છે, તે એમણે કરી લીધું, માત્ર એ એક મેક્ષની મૂર્તિ છે. એને ઓળખવા મુમુક્ષતા જોઈએ, તે એ ઓળખાય. મેક્ષે જવું છે એવી જેને ઈચ્છા છે તે મુમુક્ષુ છે. સંસારની ઈચ્છા હોય તે મુમુક્ષુ શાને? જ્ઞાની અને આત્માર્થમાં પ્રેરે છે. મેક્ષની ઇચ્છા ન હોય તેય જ્ઞાની અને ઉત્પન્ન કરાવે, પણ સ્વાર્થ હોય તે કંઈ ન કહે. એનું આત્મહિત કેમ થાય તે જ્ઞાની જાણે છે. આપણને ખરા વૈદ્ય મળ્યા છે. તે આપણે ખરા દર્દી થવું જોઈએ. તે કામ થાય. આજ્ઞા પાળે તે રેગ મટે.
“આત્મસિદ્ધિમાં શુષ્કજ્ઞાની અને ક્રિયાજડ કહ્યા છે, તે બન્ને દુષ્ટ અભિમાનમાં છે. પિતાની પાસે એવું મિથ્યાત્વ છે તેથી બીજાને પણ એવું કરાવે. અભિમાન કરવું તે સારી વસ્તુનું કરવું કે મારે વહેલા મેક્ષે જવું છે. હું અધમાધમ છું, મારે માનને પોષવું નથી. એને શત્રુ જાણવાનું છે. અનેક પ્રકારે મિથ્યાત્વ હોય ત્યારે માથું બીજામાં પેસી જાય છે, મિથ્યાભિમાન જીવને થાય છે. સ્વચ્છ કદી ધર્મ થવાને નથી. પિતાની ઈચ્છા પિષવા ધારે તો એને પિતાને નુકસાન થાય. કૃપાળુદેવે લખ્યું છે કે “જે કે તીર્થંકર થવા ઈચ્છા નથી; પરંતુ તીર્થકરે ર્યા પ્રમાણે કરવા ઈચ્છા છે.” (૧૭૦). તીર્થકર જેવા થવું નથી એટલે કે સમવસરણ રચાવું, દેવેને નમાવું, એવું માન થાય તેવું કરવું નથી. પણ તીર્થકર પિતે તર્યા અને બીજાને તાર્યા, તે અમારે કરવાનું છે. અત્યારે જીવની પાસે અભિમાન કરવા જેવું કંઈ નથી. અભિમાન દૂર થવાને ઉપાય જ્ઞાનીની આજ્ઞા છે. સંસાર નાશ કરવા તૈયાર થયે હેય અને અભિમાન કરે ત્યાં સંસાર વધે. લેકમાં માન મેળવવા જીવ વધારે તણાય છે. કલ્પના થાય છે, તે જીવને સાચી લાગે છે. મન તે કઈ ચમત્કારી વસ્તુ છે, એક સમયમાં કેટલાય ગાઉ ચાલ્યું જાય. બીજુ જ જગત ઊભું કરી નાખે છે. આત્મસિદ્ધિ બોલતે હોય તેય બીજી વાતોમાં જીવ ચઢી જાય છે. આત્મસિદ્ધિની કડી સાંધીને મન પાછું બીજે જતું રહે છે. કાપનાએ વર્તવું એ પરમાર્થમાર્ગ નથી. જ્ઞાનીની આજ્ઞા જ આ ભવમાં આરાધવી છે. એ જ પરમાર્થમાર્ગ છે. નિજ છેદે તે કશું થાય એવું નથી. કલ્પનામાં જીવ ગૂંચાઈ ગમે છે. તેથી છૂટવા કેઈ અપૂર્વ જ્ઞાનની જરૂર છે. “જે જાણ્યું તે નવિ જાણું અને નવિ જાણ્યું તે જાણું” એમ પ્રભુશ્રીજીના બેધમાં આવે છે. અપૂર્વ જ્ઞાન હોય તે જીવ ભૂલે પડે નહીં, કલ્પનામાં તણાય નહીં. એ અપૂર્વ જ્ઞાન તે સમ્યજ્ઞાન છે. તે આત્મવિચાર વગર આવે નહીં. અપૂર્વ જ્ઞાનની પ્રાપ્તિ અપૂર્વ પુરુષાર્થથી થાય છે. અપૂર્વ પુરુષને વેગ થાય તે એવી દશા પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય. તેથી આત્મવિચાર જાગે. એ જાગે ત્યારે આત્મજ્ઞાન થાય. અને આત્મજ્ઞાન થાય ત્યારે બધા સંક૯પ વિકલપે જતા રહે. આજ્ઞામાં જ મારો ધર્મ છે એમ જ્યારથી થાય ત્યારથી જ એના બધા દેષ દૂર થવા માંડે.
પ૯ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૫, ૨૦૦૯ મુમુક્ષુ–“ત્રિપદને ઉપગ અનુભવો.” (પ-૧૦) એટલે શું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org