________________
૨૬
બધામૃત મરવું પડે. વેર જેવું ઝેર છે, એવું સ્નેહ એ પણ ઝેર છે. વેરને લીધે પાર્શ્વનાથ ભગવાન અને કમઠને કેટલાય ભ સુધી વિરોધ થયે. એવું સ્નેહને લીધે રાવણને સીતાના સંબંધે કેટલી લડાઈઓ થઈ! જે બ્રહ્મચર્ય હૃદયમાં બરાબર વસી જાય, તે સંસારનું મૂળિઉં ઊખડી જાય. સંસારનું મૂળિઉં ભેગ છે. તે જે ઊખડી જાય તે પછી કશાની જરૂર ન પડે. સારાં કપડાં પહેરવાની, સારું ખાવાપીવાની ઈચ્છા ન રહે. માત્ર મોક્ષને માટે દેહને વાપરે છે.
૫૦ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૬, ૨૦૦૯ ધર્મ આપણે છે તે ભૂલી જવાય છે. પ્રભુશ્રીજીને કંઈ લેવાદેવા ન હતી. પોતે પિતાનું કરીને બેઠા હતા. આ બધું આશ્રમ વગેરે સ્થાપ્યું તે બીજા જીના ઉપકાર માટે પ્રભુશ્રીજી ન હોત તે કૃપાળુવનું બધું સાહિત્ય પુસ્તકમાં જ રહેત. પુસ્તક પણ હાથ આવવું મુશ્કેલ થાત. કૃપાળુદેવે કહ્યું છે કે મુમુક્ષુએ એ દઢ નિશ્ચય કરવાને છે કે “સત્સંગ જેવું કલ્યાણનું કઈ બળવાન કારણ નથી.” (૩૭૫). આત્માનું કલ્યાણ કરવું હોય તે સત્સંગ જેવું બીજું એક સાધન નથી. | મુમુક્ષુ–સત્સંગની ભાવના હોય છતાં સત્સંગ ન મળતું હોય એવા સંગે હોય તે શું કરવું ? - પૂજ્યશ્રી–બાંધેલાં કર્મ હોય તે તે ભેગવવાં પડે, પણ નિરંતર સત્સંગની ભાવના કરવી. ક્યારે સત્સંગ થાય! જ્યારે સત્સંગ થાય! એમ ભાવના કરવી. જીવને પોતાના હિતનું ભાન નથી તેથી બીજી ભાવના કરે છે. અહીં રહેવામાં લાભ છે, તે બીજે ક્યાંય નથી. બધાને સત્સંગ હિતકારી છે. કરવાનું તે મૂળ શ્રદ્ધા છે. રસ લાગે તે પછી ગમે તે રસ્તે સત્સંગ કરે. સત્સંગે જેવા ભાવ થાય છે તેવા ક્યાંય થતા નથી. કૃપાળુદે ઠેકાણે ઠેકાણે સત્સંગ ગાય છે. કૃપાળુદેવ જેવા પણ સત્સંગને ઈચ્છે છે. સત્સંગની ગરજ રાખવી. નવરાશ મળે કે તરત આવી જવું. રોજ નિયમિત વાંચવાનું રાખવું.
૫૧ શ્રીમદ્ રા. આ. આગાસ, ભાદરવા વદ ૨, ૨૦૦૯ બધાને માથે મરણ છે. જ્યારે દેહ છૂટશે એની ખબર નથી. મરણ મારી પાસે જ છે એમ સમજીને જ્ઞાની પુરુષે કહ્યું તે સ્મરણ કરવું. સ્મરણ કરતાં દેહ છૂટે તે સમાધિમરણ થાય. એક ભવ સમાધિમરણ થાય તે પછીના દરેક ભવે સમાધિમરણ થાય. હરતાં ફરતાં, કામ કરતાં પણ સ્મરણમાં ચિત્ત રાખવું. એ આત્માને કામનું છે. બીજું સાથે ન આવે. ગરજ રાખી એટલું કરે તે મનુષ્યભવ સફળ થાય. પ્રભુશ્રીજીએ છેલ્લે એ જ કહ્યું છે કે જ્યાં સુધી ભાન હોય ત્યાંસુધી સ્મરણમાં ચિત્ત રાખવું. એ લાગ ફરી મળ મુશ્કેલ છે. એ ટકાવી રાખે તો સમાધિમરણ થાય. “ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક” નિશ્ચય લક્ષમાં રાખીને સાધના કરવાં. જે કરવું છે તે આત્માર્થે કરવું. મનમાં કચરો ભર્યો છે તે બધે કાઢી નાખવાનું છે. ભૂલ્યા વિના છૂટકો નથી.
ભાસે દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org