________________
સંપ૭ ૫
૨મ
કહેતા ગ્યતા લાવે, યેગ્યતા લા. એ યોગ્યતા બ્રહ્મચર્યથી આવે છે. પ્રભુશ્રીજી વારંવાર કહેતા કે આશ્રમને પાયે સત્ અને શીલ છે. ડુંક પણ સાંભળીને વિચારવું. બધું જવા ન દેવું. આ કાનેથી સાંભળી આ કાને કાઢી ન નાખવું. [“ચારિત્ર ચક્રવર્તી” વંચાતા]
૪૭ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૧૧, ૨૦૦૯ બ્રહ્મચર્ય વિષે વંચાય છે, તે બધાએ લક્ષ રાખીને સાંભળવાનું છે. પાંચ ઈન્દ્રિયના વિષયમાં મુખ્ય સ્પર્શમાં જીવ આસક્ત થયેલ છે. એથી છૂટવા બ્રહ્મચર્ય કહ્યું છે. એમાં જેને જ્યાં તેને બધામાં જય થાય એવું છે. પાંચ મહાવ્રતમાં મુખ્ય બ્રહ્મચર્ય છે, તે મુશ્કેલ છે. જે અઘરું છે તે પહેલાં કરવું. આત્મસ્વરૂપમાં લીનતા થવા તપ વગેરે કરું કે જેથી વિષયમાં ન જાઉં એ લક્ષ રાખ. આત્મા પરમાનંદરૂપ છે. બીજું બધું દુઃખ છે. કામને મને જ કહ્યો છે. શરીર જડ છે તે સુખનું કારણ નથી. પિતાના આત્માને શરીરથી ભિન્ન જાણે તે બીજાને પણ ભિન્ન જાણે. મૂળ વસ્તુ જાણવાની છે. દેખાય છે તેમાં કંઈ માલ નથી. સાચી વસ્તુ જ્ઞાની પાસે સમજવાની છે. પણ તે બ્રહ્મચર્ય વગર સમજાશે નહીં.
“પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન;
પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય અતિમાન.” (“ચારિત્ર ચક્રવર્તી” વંચાતા
૪૮ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૧૨, ૨૦૦૯ બ્રહ્મચર્યમહાવ્રત વિષે વાત છે. મોટા મોટા ઋષિએ પણ ચળી ગયા છે. પાંચ મહા વ્રતમાં બ્રહ્મચર્ય બહુ અઘરું છે. બ્રહ્મચર્યની પરીક્ષા કરવા દેવદેવીઓ પણ આવે છે. બ્રહ્માને બ્રહ્મચર્યથી ડગાવવા એક તિલોત્તમા અપ્સરાને ઈન્દ્ર મોકલી. તે ત્યાં બ્રહ્માની પાસે નૃત્ય કરવા લાગી ને ચારે બાજુ ફરવા લાગી. બ્રહ્માનું ચિત્ત તેમાં એટલું બધું ચેટી ગયું કે ચારે બાજુથી નૃત્ય જેવાની ઈચ્છા થઈ તેથી ચાર મોઢાં બનાવ્યાં. પછી અપ્સરાએ આકાશમાં ઊંચે નૃત્ય કરવા માંડયું. તેને જોવા બ્રહ્માએ પાંચમું મેટું બનાવવાની ઈચ્છા કરી, પણ પુણ્ય ક્ષીણ થઈ ગયેલું હોવાથી મનુષ્યનું મુખ તે ન થયું, પણ તેને બદલે ગધેડાનું મોટું થયું. મેટા દેવે પણ કામવિકારને વશ થઈ ગયા છે. હલકી વૃત્તિઓથી પાપ બંધાય છે. જીવને પશુવૃત્તિ છે. પશુ ઈચ્છે તેને એ ઈચ્છે તે એ પશુ જ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર એ ત્રણ મોટા દે કહેવાય છે. તેમાં બ્રહ્મા મેટા, તે પણ કામવિકારથી ચળી ગયા. વિકાર એ હલકી વસ્તુ છે. દરેકના જીવનમાં આ બધી વૃત્તિઓ આવી પડે છે, પણ મહાપુરુષે એને જય કરી છોડે છે. એને શત્રુ જાણે છે. મુખ્ય વાત આત્મજ્ઞાન છે. “આત્મજ્ઞાન ત્યાં મુનિ પાછું આત્મજ્ઞાન હોય તે ચીથી ચળે નહીં. નહીં તે બાહ્ય પરિત્યાગ કર્યો હોય પણ સ્ત્રીઓથી ચળી જાય. પારે મારી નાખ્યું હોય તે પણ સિદ્ધષધિથી સજીવન થઈ જાય છે. તેવી રીતે જેને સમાધિયુક્ત મન થયું હોય તેને પણ સ્ત્રીને લીધે રાગ પાછે સજીવન થઈ જાય છે.
૪૯ શ્રીમદ્દ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૨, ૨૦૦૯ અબ્રહ્મચર્ય જીવને મારી નાખે એવું ઝેર છે. એથી કર્મ બંધાય છે. તેથી જન્મવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org