________________
સહુ ૫
વગર ઠેકાણું પડે એવું નથી. આત્માનું કલ્યાણ કરવું હોય તે જીવને માથાકૂટ કરવી પડે. પાતાળનું પાણી નીકળે એવું આ ભવમાં કરવું છે. આત્માને સ્પર્શ થાય એવું કરવું છે. આત્મા જાગે એવું કરવાનું છે. રત્નચિંતામણિ જેવો એકે કે મનુષ્યભવને સમય છે. કેઈ સમયમાં એને સમતિ થઈ જાય, કેઈ સમયમાં મુનિપણું આવી જાય, કેઈ સમયમાં શ્રેણું માંડે, કઈ સમયમાં કેવળજ્ઞાન થઈ જાય, મોક્ષ થઈ જાય. આત્મા તે સિંહ જે છે, ગમે તેટલાં કર્મ બાંધ્યાં હોય તેય છૂટી જાય. જગતમાં સત્સંગ સત્સંગ કહેવાય છે પણ તેથી કામ ન થાય. અનંતવાર મનુષ્યભવ મળે, કેટલાય સત્સંગ જીવે કર્યા પણ કલ્યાણ થયું નહીં. ડાંગ વાગે ત્યારે ખેતરમાંથી પાડે નીકળે. તેમ તે સત્સંગ મળે આત્મા જાગશે ત્યારે એને કહેવાનું નહીં રહે. જ્ઞાનીની આજ્ઞાની ભાવના રાખવી. કેઈ જ્ઞાની મળે તે મારે તેમની આજ્ઞા ઉપાસવી છે એમ ભાવના રાખવી.
નાનપણમાં પણ ધર્મ કરી લીધે તે સાથે આવે. જેને સમાધિમરણ થવાનું હોય તેને એવું સૂઝે છે. નાનપણમાં રંગ લાગ્યું હોય તે ઉગી નીકળે. બીજું બધું સ્વપ્ના જેવું છે. કશું સાથે ન આવે. કંઈ તપ કરે તે જીવને ઈચ્છા રેકાય. સવારે નિયમ કર્યો હોય કે મારે નથી ખાવું, તે ઈચ્છા ન થાય. એ બધાં સાધન છે. ન કરે તે ક્યાંથી થાય ? નિયમ કરવાથી જ્યાં મન પરોવવું હોય ત્યાં પવાય. આત્માના ઉદ્ધાર માટે જેટલે શ્રમ લેશે તેટલે કામ આવશે. નહીં તે ધમણની પેઠે શ્વાસોચ્છવાસ લઈ મરી જાય. જેટલું બળ હોય તેટલું જ્ઞાનીની આજ્ઞા આરાધવામાં વાપરવું. શ્રદ્ધા પાકી કરી લેવી, તે પરભવમાં સાથે જાય. વાંચતાં આવડતું હોય તેને કૃપાળુદેવનાં વચને ઘણું કામનાં છે. એ ઉત્તમ છે. બીજા શાસ્ત્રો સંસ્કૃતમાં હોય તે સમજાય નહીં. કૃપાળુદેવે આપણે ભાષામાં બધું લખી આપ્યું છે. આત્મસિદ્ધિ મતીના હાર જેવી છે. ભાવથી ભણે તે કેટી કર્મ ખપી જાય. પૂનમને દિવસ અપૂર્વ છે. આત્મસિદ્ધિ જેને પુણ્ય હોય તેને સાંભળવા મળે. મોઢે કરી હોય તે ભૂલી ન જવું. સાચવીને રાખવી.
૪૩ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ સુદ ૧૫, ૨૦૦૯ પચ્ચખાણ લઈને ભંગ ન કરવું. પહેલાં જ વિચાર કરે. આજે મારે ઉપવાસ કરે છે, તે શું કરવા માટે કરવાનું છે? તે સમજીને કરે. ઉપવાસને દિવસે વધારે વાચન, વિચાર, ધર્મધ્યાન કરવું. સંયમને માટે ઉપવાસ કરવાનું છે. ક્રોધ, માન, માયા, લભ અને પાંચ ઇન્દ્રિયના વિષય વશ કરે તે ઉપવાસ થાય, નહીં તે લાંઘણ છે. ન ખાય એટલે ઉપવાસ ન થાય. ઉપવાસ એટલે તે આત્માની પાસે વસવું. તિથિને માટે ઉપવાસ નથી કરે, આત્માને માટે કરે છે. ઉપવાસ ન થતું હોય તે બીજું તપ કરવું. સ્વાધ્યાય એ તપ છે. પ્રાયશ્ચિત એ પણ તપ છે. મહાપુરુષોને વિનય કરીએ તેય તપ છે. વૈયાવૃત્ય કરીએ, ધ્યાન કરીએ, કાઉસ્સગ્ન કરીએ તેય તપ થાય. એ બધાં તપ છે.
૪૪ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૫, ૨૦૦૯ કૃપાળુદેવ તેરમા વર્ષ પછી તે ધર્મમાં એટલા બધા ઊંડા ઊતરી ગયેલા કે ગાંધીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org