________________
બેધામૃત માનવા. પાપને પાપ જ જાણવું છે. અઢાર પાપસ્થાનકમાં પરિગ્રહને પાપ કહ્યું છે. માન્યતા સાચી ન થાય ત્યાં સુધી મેક્ષ થાય નહીં. ધન વધે તેમ પાપ જ વધે છે, એમ જાણવું. લહમી બધી ક્ષણિક છે. “લક્ષમી અને અધિકાર વધતાં શું વધ્યું છે તે કહો!” અહીંથી આયુષ્ય પૂર્ણ થાય ત્યારે સાથે પાપ આવે.
માટે કૃપાળુદેવનું શરણું લેવું. પૈસા પરથી રૂચિ ઓછી થાય તે સન્શાસ્ત્રમાં રુચિ થાય. પુરુષનાં વચને વાંચવાં, વિચારવાં, શ્રદ્ધાં. શ્રદ્ધવામાં કંઈ પૈસા બેસતા નથી. ગમે તેવી કમાણી થતી હોય પણ આપણે જે વાંચવા નિયમ રાખ્યું હોય તે ન છોડ. પુણ્યના ઉદયને લીધે બધું દેખાય છે. પાપ આવે ત્યારે બધું લાવીને પકડી રાખે તેય ન રહે, જતું રહે. કર્મ છે એમ બેલે છે પણ તેવી શ્રદ્ધા જીવને થતી નથી. હું કરું છું એમ થાય છે. ધનને સારું માને છે, બીજાને લૂંટી લાવી એકઠું કર્યું હોય તે બધું જતું રહેવાનું છે. ચકવર્તીઓને ત્યાં પણ રહ્યું નથી. થોડા વખતમાં બધું જતું રહેવાનું છે. ભવગ વધે એવું કરે છે. અનીતિ વગેરે કરી પાપ વધારે છે. અનીતિ કરી પૈસા એકઠા કરે છે. તેથી પાપ કરી નરકમાં જાય છે. એ ઊલટો રસ્તે છે, દુઃખી થવાને રસ્તો છે, સીધે રસ્તે નથી.
ગમે તેટલી વિપત્તિ આવે; પણ ધીરજ રાખવી. ઘણુ ગભરાઈ જાય છે કે શું થશે? મરણ થશે? પણ ધીરજ રાખવી કે બહુ થશે તે શું? દેહ છૂટી જશે. ભગવાય છે તેટલું છૂટે છે. “થાય ભેગથી દૂર.”
કઈ વખત અપવિત્ર વિચાર ન આવવા દેવા. અપવિત્ર વિચાર આવ્યું તે આર્તધ્યાન થયા વિના ન રહે. ધીરજ રાખવી, પવિત્ર રહેવું. એટલું કરે તે એને પાપને ઉદય દૂર થયે, પુણ્યનો ઉદય થાય. પાપનો ઉદય હંમેશાં ન રહે, કોઈના ઉપર દેષ આરાપિત ન કરવા. મારે જ એવા કર્મને ઉદય છે. એવાં જ કર્મ બાંધ્યાં હતાં તેથી આવું થયું, એમ કરી ધીરજ રાખવી.
મન છે તે એમનું એમ ઝટ વશ થઈ જાય એવું નથી. ધીમે ધીમે વશ થતું થતું થાય છે. આનંદઘનજી જેવા પણ ભગવાનને ફરિયાદ કરે છે?
મનડું કિમ હિ ન બાજે, હે કુંથુજિન, મનડું કિમ હિ ન બાજે.” (આ. ૧૭) એવા મોટા મુનિઓને પણ મન વશ થવું અઘરું પડયું છે. મનને સ્મરણમાં જોડવું. ચિત્ત ન લાગે તે વધારે મોટેથી મંત્ર બેલઃ “સહજામસ્વરૂપ પરમગુરુ, સહજાન્મસ્વરૂપ પરમગુરુ.....” એમ મનને થકાવી દેવું. જે ઈચછે તે આપવું નહીં. એની સામે થવું. પુરુષાર્થ કરે તે જિતાય એવું છે. પ્રમાદી થઈ જાય તે કંઈ ન થાય.
કડવું વચન ન બેસવું. હિતકારી, પ્રિય અને વિનયવાળું વચન બોલવું. વચનથી વેર બંધાય છે. વિનયથી બેલવું. પ્રભુશ્રીજી કહેતા કે વન વેરીને પણ વશ કરે.
૪૨ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ સુદ ૧૪, ૨૦૦૯ સાચી વસ્તુ મળી અને પકડી લીધી તે એનું કામ થયું. આ સંસારમાં બધું લૂંટાઈ જવાનું છે. એથી છૂટી કઈ જ્ઞાનીએ કહ્યું તેમાં લય લાગી તે કામ થઈ ગયું. વૈરાગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org