SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ર૯૧ રમકડાને આ મારું છે, આ મારું છે, એમ માને છે તેમ જીવ આખી જિંદગી સુધી મારું મારું કરે છે. થોડાક દિવસે બધું અહીં જ પડ્યું રહેશે. જગતમાં વિષયની ઈચછા પિષવાવાળા ઘણું વધી રહ્યા છે. તેમ ઉપર ઉપરથી આત્માની વાત કરે તેવા પણ ઘણા વધી રહ્યા છે. ઘણા એવા મળે છે કે વિષયની ઈચ્છા હોય અને ઉપર ઉપરથી આત્માની વાત કરે. કૃપાળુદેવે લખ્યું છે ને? “આ કાળમાં આટલું વધ્યું–ઝાઝા મત, ઝાઝા તત્વજ્ઞાનીઓ, ઝાઝી માયા અને ઝાઝે પરિગ્રહવિશેષ.” (૨૧-૯૫) કે, કઠણ કઠણ જે લૌકિક શાસ્ત્રો છે સ્થાપત્ય, વિજ્ઞાન વગેરે, તેને જાણે છે અને કેટલાક આધ્યાત્મિક શાસ્ત્રો મેઢે કરી જ્ઞાની પુરુષનાં વચને લેકની સભામાં બેલે. લોકે તે બિચારા જાણતા નથી તેથી માને કે ઓહ! એના જેવું સમ્યક્ત્વ ક્યાં મળે ? એ તે મેટા જ્ઞાની છે. ૪૧ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૭, ૨૦૦૯ મુમુક્ષુ–અભવ્ય છે તે માનની ઈચ્છાથી શાસ્ત્રો ભણે છે. જે માન છે તે નવઘેયક સુધી કેમ જાય છે? માનની, ભેગની ઈચ્છા હોય તે નવગ્રેવેયક સુધી કેમ જાય? પૂજ્યશ્રી-વાસના રહી જાય છે. એ ઈચ્છતે નથી; પણ એ જગ મળે, માન મળે, તે રાજી થાય. અંદર વાસના છે, પણ બહારથી ઈચ્છા નથી. સંસાર સુખરૂપ છે એવી એને ભ્રમણું રહે છે. બરાબર સાધુપણું પાળે છે, પણ એને સમ્યકત્વ જે મેક્ષની રુચિ છે તે જાગી નથી. તેથી સંસારનાં સુખ સારાં છે એમ લાગે છે. તપસ્યા કરી, બધું કરી પાછો સંસાર ભાણું વળી જાય છે. સદ્ગુરુ સંસારને ઝેરરૂપ ગણે છે એમ એને થતું નથી. ભેગવે નહીં છતાં એને અવ્યક્તપણે સંસાર સારો લાગે છે. એની ઉડે ઈચ્છા રહે છે. થાય તેટલી કઠણાઈ વેઠે છે પણ રુચિ એને જુદી જ હોય છે. એ સમવસરણમાં જાય, પણ શું કરે? ત્યાં જઈને જુએ પણ ભગવાનનું સ્વરૂપ એને ખ્યાલમાં ન આવે. ઉપર ઉપરથી દેખે છે. શાસ્ત્રો વાંચી કરીને જ્ઞાની મળ્યા હોય તોય એ અભવ્ય જીવ ફરતો નથી. એવી સારી જગ્યામાં એનો જન્મ પણ થતું નથી. મનુષ્યભવ મળે, શાસ્ત્રો વાંચે પણ કરવાનું છે તે રહી જાય છે. સાધુપણું બરાબર પાળે છે, પણ વાસના રહી જાય, અવ્યક્તપણે વિષયભેગની વાંચ્છા રહ્યા કરે છે. અર્પણતા કરવાની છે, તે અહંભાવ-મમત્વભાવ દેહાદિમાં થાય છે તે મટાડવા કરવાની છે. કૃપાળુદેવે પણ લખ્યું છે. અર્પણભાવ કર્યા પછી મમત્વ ન રહે. જનકે અષ્ટાવક્રને તન, મન, ધન બધું સેપી દીધું. પછી અષ્ટાવકે એને કહ્યું કે તું મારું આ રાજ્યનું કામ કર. જનકરાજા આ ગુરુનું રાજ્ય છે, હું તે નોકર છું, એમ ગણી રાજ્ય કરતા. દરેક કામ કરતી વખતે પહેલાં તે ગુરુને સંભારતા. આ ગુરુનું કામ કરું છું એમ કરી કામ કરતા, તેથી અહંભાવ મમત્વભાવ થતું નહોતું. અહંભાવ-મમત્વભાવ જો બહુ દુર્લભ છે. આપ્યા પછી અહંભાવ કરે કે મારું શરીર સારું, રૂપાળું છે, તે ચાર કહેવાય. અર્પણ કર્યા પછી પિતાનું કંઈ ન મનાય. પુણ્યને લઈને બધું મળે છે. પુણ્યથી પૈસા મળી આવે, પણ એને સારા નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy