________________
૨૮૯ છે. પ્રભુશ્રી પહેલાં આત્મા જોતા. ગમે તે વસ્તુ જુએ તે કહે કે આય મારી સાક્ષાત્ આત્મા છે. જેનાર પિતે સાક્ષાત્ આત્મા છે. દર્શનમેહને પહેલો ક્ષય કરવાને છે. [“ચારિત્ર ચક્રવર્તી” વંચાત]
૩૮ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાઢ વદ ૮, ૨૦૦૯ “આત્માનુશાસન' નામનો ગ્રંથ છે, તે ગુણભદ્રાચાર્યે રચે છે. તે આચાર્ય કહે છે કે આ ગ્રંથને સાંભળીને ડરશે નહીં. જેમ બાળકને દવા પાવા જાય ત્યારે ડરે છે, તેમ અમારાં સુખે છોડાવી દેશે એમ માની ભય પામશે નહીં. તમે બધા સુખને જ ઈચ્છે છે અને અમે પણ તમને સુખ થાય એ જ ઉપદેશ આપીએ છીએ. ગમે તેટલાં શાસ્ત્રો શીખેલે હેય, તપ કરતે હોય, સંયમ પાળતે હોય, પણ સમ્યગ્દર્શન ન હોય તે પથરાના ભારે જેવું છે અને જે સમ્યગ્દર્શન હોય તે એ રત્ન જેવાં છે. જેમ કોઈ માટે પથરો લઈ વેચવા જાય તે બે ચાર આના મળે અને કેઈ એક નાનું સરખું રત્ન લઈને જાય તે કરોડ રૂપિયા મળે. તેમ સમ્યક્ત્વ હોય તે બધાં વ્રત રત્ન જેવાં છે; નહીં તે ભારરૂપ છે.
સંસારમાં સુખી છે એવાને પણ ધર્મ કરવાની જરૂર છે. ગરીબ હોય તે ભક્તિ કરે, આપણે તે પૈસા છે, તેથી સુખી છીએ. દુઃખી હોય તે ધર્મ કરે. એમ વિચારવું યથાર્થ નથી. સંસારનાં સુખ કે દુઃખ બધાં દુઃખ જ છે.
“આત્માનુશાસન ગ્રંથ વૈરાગ્ય વધે એ છે, પણ પાછું તેવું વાતાવરણ જોઈએ. પહેલાં હું આણંદથી અહીં પ્રભુશ્રીજી પાસે આવતે ત્યારે પ્રભુશ્રીજીએ મને ‘આત્માનુશાસન' ગ્રંથ વાંચવા આપેલે. પછી આણંદ ગયે. બધું કામ પૂરું થઈ ગયા પછી થાક લાગતે તેથી સાંજે વિશ્રામ લેવા બેસતે. તે વખતે આત્માનુશાસન' ગ્રંથ વાંચતે, પણ ત્યારે ઊંઘ આવતી અને એમ લાગતું કે આ પુસ્તકમાં કંઈ રસ જ નથી. વાતાવરણ એવું હોવાથી એવું લાગતું. પણ અહીં આવ્યા પછી જ્યારે વાંચવા મળ્યું, ત્યારે લાગ્યું કે અહે ! આ તે કઈ અદૂભુત ગ્રંથ છે.
૩૯ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ સુદ ૧, ૨૦૦૯ ત્યાં આફ્રિકા જવાનું છે તે જે સાત વ્યસનને ત્યાગ લીધે છે તે સાચવીએ. ત્યાં તે એવા સંગ મળે કે કંઈ ને કંઈ વ્યસન વળગી જાય. ત્યાં ભણવા જઈએ ત્યારે ખરાબ છોકરાની સાથે ભાઈબંધી ન કરીએ. સારે છોકરે મળે તે કરવી, નહીં તે ભણીને ઘેર આવવું. રવિવારે રજા હોય તે આપણે ધર્મનું ગેખવું. ભક્તિ કરવી. તત્ત્વજ્ઞાનમાંથી કે બીજામાંથી મેઢે કરવાનું વધારે રાખવું, કંટાળવું નહીં. બીજી વાત કરે તે વિકથા થાય; તેથી કર્મ બંધાય. રેજ થોડું ગોખવાનું રાખવું. પુસ્તક વાંચતાં આપણને જે સારું લાગે તે એક નેટમાં ઉતારી લઈએ. એમ કરતાં કરતાં ચાર પાંચ વર્ષે એક એવી નોટ તૈયાર થાય કે બધાં શાસ્ત્રોને સાર એમાં આવી જાય. ગેખે તે ધર્મધ્યાન થાય, વાંચે તે ધર્મધ્યાન થાય, વિચારે તે ધર્મ ધ્યાન થાય. એ ધર્મધ્યાન જીવને હિતકારી છે, આ મનુષ્યભવ હેડી જે મળે છે, તે અહીં જ પડયો રહેવાને છે, પણ જો તુરીને પિલી પાર ૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org