________________
૮૮
મધામૃત સમ્યગ્દર્શન ગમે તે ગતિમાં સાથે જાય, પણ ચારિત્ર સાથે ન જાય. ગમે તેટલું સાધુપણું હોય, અગિયારમે ગયે હોય તેય દેહ છૂટતાં ચોથે આવી જાય. સર્વાર્થસિદ્ધિથી મનુષ્યમાં આવી તે ભાવે નિયમા મોક્ષે જાય. જ્ઞાનાવરણીય કરતાં મેહને ક્ષય કરવાને છે. ક્ષપશમજ્ઞાનને ખસતાં વાર ન લાગે; સાચું સમતિ ન જાય. માન્યતા મૂકી દે તે જતું પણ રહે. ક્ષાયિક ન જાય. મેટામાં મોટી કસોટી મરણ છે. અંબાલાલભાઈએ ભાગભાઈને મરતી વખતે સ્મરણ સંભળાવવા માંડ્યું, ત્યારે ભાગાભાઈએ કહ્યું કે “અંબાલાલ, સેભાગને બીજું હેાય નહીં.' મેટા મુનિઓને પણ દુર્લભ, એવી દશા સેભાગભાઈએ પ્રાપ્ત કરી હતી. કૃપાળુદેવે એમને પહેલાં બહુ ચેતાવ્યા હતા, પરમપુરુષદશાને લક્ષ રાખવા કહેલું. મહાપુરુષના ગે સંસ્કાર પડ્યા હોય છે, તેની ભાવના થાય છે. કૃપાળુદેવે લખ્યું છે કે
ઈશ્વરેચ્છાથી જે કઈ પણ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તે તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમથકી, એમ પણ અત્ર માનીએ છીએ”. (૩૯૮) જે ગરજવાળા હોય તેનું કામ થાય છે. કલ્યાણ શાથી થાય? પ્રત્યક્ષ સપુરુષની આજ્ઞાથી. એમાં રુચિ થશે ત્યારે કલ્યાણ થશે. કૃપાળુદેવ આત્મજ્ઞાની પુરુષ છે. એમની આજ્ઞાથી આત્મજ્ઞાન થાય એવું છે. મહાપુરુષનું એક વચન લઈને ઘસી નાખ્યું તે કામ થયું. હવે સાચું જ કરવું છે. નવરા પડીએ કે સ્મરણ, વાચન, વિચાર કરવાનું રાખવું.
૩૭ શ્રીમદ્દ રા. આ. અગાસ, અષાડ વદ ૬, ૨૦૦૯
“નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સેય.” વ્રતનિયમ બધું કરવાનું છે, પણ નિશ્ચય ચૂક્યો તે કંઈ ન થાય, સંસારને સંસાર રહે. પુરુષાર્થ કરશે તે સારો કાળ, સારું સંહનન બધું મળશે. અનાદિ કાળથી એમ ચાલ્યું આવે છે કે કઈ ક્રિયાઓને સ્થાપે છે, કઈ જ્ઞાનને જ મેક્ષનું કારણ કહે છે. પણ હોય જોઈએ. પક્ષીને બે પાંખ હોય તે ઊડે. એક પાંખ ફૂટી જાય તે ઊડી શકે નહીં. તેમ એકલા જ્ઞાનથી મેક્ષ ન થાય, એકલી ક્રિયાથી પણ મેક્ષ ન થાય. - ડિગ્રી મેળવવા જેવું સમક્તિ નથી કે અમુક પુસ્તક વાંચવાથી થઈ જાય. સમ્યગ્દર્શન અપૂર્વ વસ્તુ છે. એટલાં પુસ્તક વાંચે તે થાય એવું હેત તે ઘણા સમકિતી થઈ જાત. અગિયાર અંગ સુધી ભણે તેય ન થાય એવું દુર્લભ છે અને ઝટ પણ થઈ શકે છે, પણ એને માટે ઘણું તૈયારી જોઈએ. જ્ઞાનાવરણીય એવું છે કે ગોખે તે મેઢે થઈ જાય, પણ જ્ઞાની પુરુષે મુખ્ય દર્શનમેહને કાઢવાનું કહે છે. દર્શનમેહ જવા બોધની જરૂર છે. આટલા કાળ સુધી મેં મારે કંઈ વિચાર કર્યો જ નહીં ? એ વિચારમાં એને પિતાનું અસ્તિત્વ ભાસે. તેથી પહેલું પિતાનું સ્વરૂપ ભાસે. ઉપર કર્મરૂપી માટી પડી ગઈ છે તે ઊખડી જાય તે આત્મા પ્રગટ થાય અને એને લાગે કે આત્મા જ પહેલે છે. પહેલું પાપથી છૂટવું અને શુભ માર્ગમાં રહેવું. પાયના વિક છૂટી જાય તે માટે વ્રતનિયમ કરવાના કહ્યા છે, પણ પાછું એમાં જ રહેવાનું નથી. જ્ઞાનમાં વૃત્તિ રાખવાની છે. અને જ્યારે સંપૂર્ણ દશા થાય ત્યારે પિતે જ પરમાત્મા થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org