________________
ર૮૬
બોધામૃત એ પણ ચરણ છે. કઈ પણ વચન પુરુષ પાસેથી મળ્યું તે તેમાં જ ચિત્ત રાખવું તે સત્પરુષના ચરણનું ધ્યાન છે.
૩૨ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૧૫, ૨૦૦૯ બધાનું કારણ પિતાના આત્મસ્વરૂપને અનુભવ એ છે. એ થાય તે પછી મેક્ષ થાય. ત્રણે કાળ દેહની સાથે જાણે સંબંધ નહેતે એવું કરવાનું છે. સેભાગભાઈએ કૃપાળુદેવને લખેલું કે દન આઠથી આ આત્મા અને આ દેહ એમ બે ફટ જુદા ભાસે છે.
તેત્રીસ સાગર સુધી આયુષ્ય હોય, પણ છેવટે દેહ તો છોડ જ પડે છે. હોડી હેય તે હોડીમાં બેસીને પેલી પાર જવાનું છે. હેડી તે પછી ત્યાં જ પડી રહેવાની છે. એ હેડી જે આ મનુષ્યદેહ આપણને મળે છે. તે આ સંસાર દરિયો તરીને પેલી પાર જતા રહેવું. શરીર તે અહીં જ પડ્યું રહેવાનું છે.
૩૩ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ વદ ૧, ૨૦૦૯ દુઃખનાં કારણોને સુખને કારણે માને છે. દુઃખ હોય અને માને સુખ. હેય દુઃખી અને માને કે સુખી છું. એ બધે મેહનો જ પ્રભાવ છે. કર્મ હોય ત્યાંસુધી સુખ ક્યાંથી હોય? મેહ હોય ત્યાંસુધી ઉદાસીનતા રહે નહીં.
સમ્યગ્દષ્ટિને કર્મ બંધાતાં નથી એમ વ્યવહારથી કહેવાય છે. સાતમા ગુણસ્થાનકમાં પરમાત્મસ્વરૂમાં લીનતા હોય છે, પણ વધારે વખત ટકી શકાતું નથી.
૩૪ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાઢ વદ ૧, ૨૦૦૯ અહીં આવે તે સત્સંગ, ભક્તિ થાય; સાંભળવાનું મળે. રાત્રે પાણી પીવાનું ઓછું કરી નાખે તે લાભ ઘણે થાય. એમ કરતાં કરતાં પાણી રાત્રે ન પીવું તે વિશેષ લાભ છે. રાત્રે પાણી પીવું તે લેહી પીએ તેવું છે. ચાલે એવું હોય તે રાત્રે પાણી પીવું નહીં. રેજ આત્મસિદ્ધિ બેલવી. આત્મસિદ્ધિ રે જ વિચારાય તે આ દેહમાં આત્મા રહ્યો છે તે સમજાય.
નવકારમંત્ર અને “સહજાન્મસ્વરૂપ પરમગુરુ” એ એક જ છે. અરિહંત સહજાત્મસ્વરૂપ છે, સિદ્ધ સહજાન્મસ્વરૂપ છે, આચાર્ય સહજાન્મસ્વરૂપ છે, ઉપાધ્યાય સહજાન્મસ્વરૂપ છે, સાધુ પણ સહજત્મસ્વરૂપ છે. આ બધામાં પૂજવાયેગ્ય વસ્તુ સહજત્મસ્વરૂપ છે. અને પાંચે પરમેષ્ઠી પરમગુરુ છે. કૃપાળુદેવે આપણને ટૂંકામાં સહજાન્મસ્વરૂપ પરમગુમાં બધું કહી દીધું છે.
મુમુક્ષુ--ધ્યાનમાં શું કરવું?
પૂજ્યશ્રી—“ઔષધ વિચાર ધ્યાન” એમ કહ્યું છે. પ્રથમ આત્મા છે. આત્મા મને દેહથી ભિન્ન લાગે છે કે કેમ? એમ વિચારવું, તે ધ્યાન છે. આત્મસિદ્ધિમાં છ પદ છે તેને વિચાર કરે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, જોક્તા છે, મોક્ષ છે, મેક્ષને ઉપાય છે. એ છ પદને વિચારી છઠ્ઠા પદમાં પ્રવર્તવાનું છે. વિચારરૂપ ધ્યાન થયા પછી નિર્વિકલપ ધ્યાન થાય છે. નહીં તે ધ્યાન ન થાય, કલ્પના થાય. એટલે આપણાથી બને તેટલે પુરુષાર્થ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org