________________
સંગ્રહ ૫
૨૧ મળી આવે છે. પણ ત્યાં જાગૃત ન થાય તે કલ્યાણ થાય નહીં. ઘણી વખત જીવને ઊભરા આવે કે ચાલે સાધુ થઈ જઈએ. એથી કંઈ કલ્યાણ થાય નહીં. ઘણું આપઘાત કરી નાખે છે. કંકાસ કરીને ઘેરથી નાસી સાધુ થઈ જાય છે, પણ ત્યાં જઈને કરે શું ? ત્યાં પણુ દંડા દડે લડે.
સત્સંગે જીવના કષાય મંદ થાય છે. મંદકષાયમાં કલ્યાણની ભાવના જાગે છે. જે આપણે સાથે આવે તે કામનું છે. આ જગત બધું નાટક જેવું છે. કેઈ જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધે તે કલ્યાણ થાય. મુશ્કેલી વેઠીને પણ આજ્ઞા આરાધે તે મનુષ્યભવ સફળ થાય, અવળી સમજણ હોય ત્યાં સુધી અવળું સૂઝે. મજશોખમાં જીવ પડી જાય તે બધું ભૂલી જાય.
૨૧ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૧૧, ૨૦૦૯ મુમુક્ષુ–આપણે પાઠ વગેરે મટેથી બોલતા હોઈએ અને કેઈને અડચણ પડતી હોય તે?
પૂજ્યશ્રી-કેઈ કહે છે કે મને અડચણ પડે છે? મુમુક્ષુ–કહેતા તે નથી.
પૂજ્યશ્રી—આપણે મોટા અવાજથી બોલતા હોઈએ અને કેઈ બીજે પણ પાઠ બેલતે હોય અથવા મનમાં વાંચતો હોય કે સ્વાધ્યાય કરતે હોય તે તેને તેનામાં ભંગ પડે છે, ભૂલી જવાય. માટે આપણે ધીમેથી બોલવું એ સારું છે. ધીમેથી બોલવાની ટેવ પાડવી.
પ્રભુશ્રીજીના વખતમાં એક જણ સવારમાં વહેલે ઊઠીને ભજનિયાં ગાય. પ્રભુશ્રીએ બોલાવીને કહ્યું કે તારે ગાવું હોય તે જા, બહાર ચરામાં જઈને ગા.
રાત્રે તે મોટેથી બોલવાની શાસ્ત્રમાં પણ ના કહી છે. કારણ કે મોડી રાત્રે મોટેથી બલવાથી ઘોળી, ઘુવડ, બિલાડી વગેરે હિંસક પ્રાણીઓ જાગી જાય તેથી હિંસા કરે. મનમાં બોલવાની ટેવ પાડવી એ સારી છે. અહીં બલીએ તે ઠેઠ ચરામાં સંભળાય એટલું મેટેથી ન બોલીએ. વધારે ઊંચા અવાજે બોલવાથી શક્તિને વ્યય થાય છે.
૨૨ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૧૩, ૨૦૦૯ પૂજ્યશ્રી–કશું વિચારવાનું રાખે છે? મુમુક્ષુના જી.
પૂજ્યશ્રી–દિવસના ગમે તે સમયમાં ગમે તે પદ, પત્ર, કે પાઠને વિચાર કરે. આપણે આમાં શું કરવા જેવું છે? એમ વિચારવું ઊંડા ઊતરવાની જરૂર છે. વિચારથી ઊંડા ઊતસ્તાં શીખાય છે. વિચાર ન કરે અને એકલું શીખ્યા કરે તે ઊડું ન ઉતરાય.
મુમુક્ષુ–પહેલાં આપ નાસિક હતા ત્યારે રોજ એક પત્ર વિચારવાનું રાખ્યું, પણ પછી વિચારવા જતાં વિકલ્પ બહુ આવતા તેથી બંધ રાખ્યું હતું.
પૂજ્યશ્રી–વિચારતે વિચારતો વિકલ્પોમાં ચઢી જતો? મુમુક્ષુન્હાજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org