________________
૨૮૦
ધામૃત
બધું સ્વપ્ના જેવું છે. દિવસે દિવસે ભાવ બદલાય છે. એમાંથી આત્માને બચાવવાને છે. આંખ કાન વગેરે બધી ઇન્દ્રિયે ચંચળ છે. એ કયારે બગડશે તેની ખબર નથી. માટે દેડ ન છૂટે ત્યાં સુધીમાં આત્માનું કામ કરી લેવું. આત્મા નિત્ય છે. જીવ નાશવંત વસ્તુઓ માટે માથાકૂટ કરે છે. નાશ પામે એવી જગતની વસ્તુઓ છે. આવી જગતની ભૂલવણમાંથી છૂટીને “આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે આ છ પદની શ્રદ્ધા કરી લેવી. રોજ સૂતી વખતે સંભારવું કે આપણે શું કરવા આવ્યા છીએ ? શું કર્યું છે? જે નિત્યનિયમ ન કર્યો હોય તે કરી લે, પછી સૂવું. પ્રમાદ ન કરે. આત્માનું કામ કઈ કરી આપે એમ નથી, પિતે કરશે ત્યારે થશે. “જબ જાએંગે આતમાં, તબ લાએંગે રંગ.” મનુષ્યભવ હશે ત્યાં સુધી આત્માનું કામ થશે. આત્માને માટે જ જીવવું છે. એ ભાવના રાખવાની છે. જેટલું બને તેટલું કરવું.
છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ
એમ જાણે સદગુરુ-ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.” એમ કૃપાળુદેવે “મૂળમાર્ગમાં કહ્યું છે. શ્રીમદ્ રાજચંદ્રનું વાચન પરમશાંતિ આપે એવું છે. બીજા કશામાં ચિત્ત ન જાય તેવું છે. મનુષ્યભવ મળે છે તે ફાંફાં મારવામાં ન જાય. કીતિ સગાંવહાલાં એ બધામાં મનુષ્યભવ લૂંટાય છે. એ બધું મૂકીને વિચારવું કે “શું કરવાથી પિતે સુખી? શું કરવાથી પિતે દુખી?” આમાની શી હાલત થશે? સાધુ થયે હોય તોય એવા વિચાર કરનારા બહુ જ શેડ હોય છે. બાહ્ય વસ્તુઓમાં રાચે છે. પરિણતિ સુધારવી એ જ ધર્મ છે. મનુષ્યભવ મળે છે. તેમાં વાંચી શકે, સમજી શકે, કઈ પુરુષાર્થ કરી શકે એવું છે. તેમાં પુરુષાર્થ ન કરે તે પછી થઈ રહ્યું. નિષ્ફળ ગયે.
જીવને અવળી બુદ્ધિ હોય ત્યાં સુધી અવળી દેડ છે તે પલટાવી આત્મા સુખી થાય તેમ કરવું, શાંતિ થાય તેમ કરવું, એમ થાય તે એનાં સાધને શોધે. જે મનુષ્યભવમાં ન કર્યું તે પછી લક્ષચેરાશીમાં ભટક્તાં ફરી મનુષ્યવાવ મળ બહુ દુર્લભ છે. બીજા ભવમાં કંઈ ન થઈ શકે. જ્યાં ઊભે છે ત્યાંથી જીવ આગળ ચાલતું નથી. જ્યાં છીએ ત્યાંથી આગળ ચાલવાનું છે. આ ભવમાં આપણે પાછળ પડયા કે આગળ? એનું સરવૈયું કાઢતે નથી. કરવાનું પડયું રહે છે, નહીં કરવા ગ્યમાં કાળ જાય છે. પહેલાંથી જાગે તો મરણ વખતે, મારે કરવાનું હતું તે કર્યું એમ થાય તેથી પશ્ચાત્તાપ ન થાય, સંતેષ થાય. પ્રમાદ છે તે આ ભવ લુંટે છે. આળસ અને પ્રમાદ વૈરી છે. ધર્મનાં કામમાં નિરુત્સાહ તેને પ્રમાદ કહ્યો છે. “ચેતન જે નિજભાનમાં, કર્તા આપ સ્વભાવ, વતે નહીં નિજ ભાનમાં, કર્તા કર્મપ્રભાવ.” પરમાં રહે તે પ્રમાદ છે. જે શરીર થોડું માંદુ થાય તે તરત દવા કરવા જાય, પણ ધર્મમાં ઢીલ કરે છે.
૨૦ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૧૦, ૨૦૦૯ જ્ઞાની પુરુષના ઉપદેશ વગર કલ્યાણ થતું નથી. કેઈ મહા પુણ્ય હોય ત્યારે જ્ઞાનીપુરુષની આજ્ઞા મળે છે. મળે તે સારી ન લાગે. એનું કલ્યાણ થવાનું હોય ત્યારે નિમિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org