________________
સંગ્રહ ૫
૨૭૫
એ સત્સંગ કરે કે જેથી પિતાને આત્મા ફરે, આત્માને લાભ થાય. પિતાના દે દેખાય એવી રીતે વાંચવું. અત્યારે આપણને જે પ્રાપ્ત થયું છે. તેનું મૂળ કારણ શોધે તે ભાવના જ છે. આત્મજ્ઞાની પુરુષે કહેલી જે કંઈ વાત છે તે કરવાની છે, બધું મૂકે ત્યારે મેક્ષ થાય.
અરિહંતનું ખરું સ્વરૂપ શું છે? તે સમજનારા બહુ ઓછા છે. પિતાના આત્માની શોધ અંતરમાં કરવાને પ્રયત્ન કરે. વૈરાગ્યદશા જેમ જેમ વધશે, તેમ તેમ આપોઆપ ઉકેલ આવશે.
૧૧ શ્રીમદ્ રા. આ. અગાસ, દિ. વૈશાખ સુદ ૧૦, ૨૦૦૯ જગતમાં ઘણું વાતે સાંભળવા મળે, પણ આપણે તો બેઠા બેઠા સ્મરણ કરવું. જ્ઞાની પુરુષનાં વચનમાં ચિત્ત રહે તે જીવનું કામ થઈ જાય. આપણે જે એક રસ્તે લીધે તે માર્ગે જ હવે ચાલવું છે. ચારપાંચ ઠેકાણે, ચારપાંચ હાથ, ચારપાંચ હાથ ખેદે, તે પાણી ન નીકળે. એક લક્ષ રાખે કે કામ એક આત્માનું કરવું છે. દેડનું ઘણું કર્યું, પણ હવે આત્માનું કરી લેવું. મરણનું ઠેકાણું નથી, માટે ધર્મમાં ઢીલ ન કરવી. કરી લીધું તે કામ. કાંકરે કાંકરે પાળ બંધાય એમ કહેવાય છે. થોડું બપોરે ડું સાંજે એમ નિયમિત કામ કરે તે ઘણું થાય એવું છે. કયાંય આસકિત ન થવા દેવી. આ કાળમાં આયુષ્ય ટૂંકાં છે. જેવું પ્રારબ્ધ હોય તે પ્રમાણે આવવાનું જવાનું થાય છે. આત્માનું હિત કરવું છે. અલ૫ પણ નિયમ લીધે હોય તે તેડે નહીં. ઠંડા પાણું કરતાં ગરમ પાણી પીવાથી વિકાર ન થાય. સાધુએ હોય તેઓ ઉકાળેલું પાણી પીએ છે, તેથી બ્રહ્મચર્યને મદદ મળે છે. સંસાર અસાર છે વિરકતભાવ રાખલે. અશુભ નિમિમાં ન જવું.
રોજ રાત્રે ભક્તિ કર્યા પછી કૃપાળુદેવના વચનામૃતમાંથી પ્રભુબ્રીજ ઉપરના પત્રોમાંથી કમસર એકેક પત્ર વાંચ. એ નિત્યનિયમ કરી લે.
૧૨ શ્રીમદ્ રા. આ. અગાસ, દિ. વૈશાખ સુદ ૧૧, ૨૦૦૯ કૃપાળુદેવનાં વચનો વિચારવામાં, સમજવામાં મદદગાર થાય એટલા માટે બીજાં પુસ્તક વાંચવાનાં છે. રોજ નિયમિત વાંચવાનું રાખવું તે આનંદ આવે. કૃપાળુદેવ જેવા ઉચ્ચ કેટીના ઘણા છેડા પુરુ થયા છે. એક એક વચનમાં અનંત આગમ સમાવી દીધાં છે. જ્ઞાની પુરુષનાં વચનામાં વૃત્તિ રહે તે ધ્યાન થાય, જેમ વધારે વિચાર થાય તેમ કરવાની જરૂર છે.
૧૩ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ સુદ ૯, ૨૦૦૯ ભોજરાજાએ ચમત્કાર જેવા માનતુંગસૂરિને એક એરડામાં પૂરી અડતાળીસ તાળાં માર્યા. બધા લકે ત્યાં એકઠાં થયા. તે વખતે આ “ભકતામર”ની એક એક ગાથા સૂરિ બોલતા ગયા, તેમ તેમ એક એક તાળું તૂટતું ગયું. એમ બધાં તાળાં તેડીને બહાર આવ્યા. ગમે તેમ છે, ભગવાનનું શુદ્ધભાવથી કરેલું આ સ્તોત્ર છે. પ્રભુશ્રીજી કહેતા કે આત્મસિદ્ધિ અનેક લબ્ધિસિદ્ધિઓથી ભરપૂર છે, એવું આ ભકતામર પણ અનેક લબ્ધિસિદ્ધિઓથી ભરપૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org