________________
૨૭૨
શ્રાધામૃત
૮ શ્રીમદ્ રા. આ. અગાસ, દિ. વૈશાખ સુદ ૬, ૨૦૦૯ સાચું હોય તે મારે કરવું છે, એ લક્ષ રાખ. સારું હોય તે આપણું, એવું કરવાની જરૂર છે. જેથી આત્માને લાભ થાય એવું કરવાની જરૂર છે. જન્મમરણ છૂટે એ ધર્મ કરવાને છે. જન્મમરણ ન છૂટે તે ધર્મ શા કામને? હવે જેટલું જીવવાનું મળે તે ભક્તિમાં ગાળવું. થાય તેટલી ભક્તિ કરવી. એ જ સાથે આવવાનું છે. બીજી ચિંતા ફિકર કરે તે પાપકર્મ બંધાય.
પ્રશ્ન–સાત અભયનો ત્યાગ શા માટે કહ્યો છે?
પૂજ્યશ્રી–જીવને એથી પાપ બંધાય છે. અનાદિકાળથી જીવ પાપ કરતો આવ્યો છે. એથી છૂટે તે ભક્તિ થાય. એ ખાય તે ઘણું પાપ થાય છે અને ન ખાય તે એના વિના ચાલે એવું છે. જ્યારથી નિયમ કરે કે મારે આ નથી વાપરવું, ત્યારથી વ્રત કહેવાય. એથી જીવ આગળ વધે છે. સ્વાદનો જય કરવાનું છે. માખણને માંસને અતિચાર કહ્યો છે. એ ખાતાં ખાતાં પછી માંસાહારી થઈ જાય. આ સાત વ્યસન, અને પાંચ ઉદબર ફળ તથા મધ માખણ એ સાત અભક્ષ્ય, તેના ત્યાગમાં પાંચ અણુવ્રત આવી જાય છે. વિચાર કરે તે સમજાય એવું છે.
સંગથી જીવ ભૂલ્ય છે. એ દૂર થાય તે અસંગ થવાય. સત્સંગ વિના અસંગતા આવતી નથી. સશાસ્ત્રથી પણું કામ થાય છે. જગતના પદાર્થો બધા રૂપી છે, પાંચ ઇન્દ્રિથી ગ્રહણ થાય છે. જે દેખાય છે તેમાં જીવ મેહ કરે છે અને ભૂલે છે. દેખતભૂલીથી અનાદિ કાળથી જીવ ભૂલે પડ્યો છે. દેખતભૂલી ટળે તે સુખી થાય. પણ એને પરવસ્તુમાંથી વિશ્વાસ છૂટતે નથી. છેડવા માંડે તે અસંગ થઈ જાય. ગ્રહણ કરવાની જેને ભાવના હેય તેને બંધન થાય; છોડવાની ભાવના જેને હેય તે અસંગ થાય.
પ્રભુશ્રીના વખતમાં “સમયસાર' વંચાતે હતો ત્યારે શીતલપ્રસાદજીએ પૂછ્યું કે રાગદ્વેષ જાય તે જીવ મુક્ત થાય, પણ એ રાગદ્વેષ શી રીતે જાય? પ્રભુશ્રીજીએ કહ્યું કે જેનામાં રાગદ્વેષ નથી તેનામાં ચિત્ત રહે તે રાગદ્વેષ જાય.
વિચાર કરે તે સમજાય એવું છે, હું કરું છું તેમાં ભૂલ છે એમ લાગે. રાગદ્વેષ થાય એવાં કારણે મેળવે, વિકથામાં કાળ ગાળે અને કહે કે મારે ચિત્ત સિથર કરવું છે. એ કેવી રીતે બને? જગતમાં બીજી વસ્તુઓમાં જ્યાં સુધી જીવને રસ રહ્યો છે ત્યાં સુધી આત્મામાં રસ ન આવે.
બીજાના દે ઝટ દેખાય છે; પિતાના દેખાતા નથી. કૃપાળુદેવે આખી પુષ્પમાળા લખી છેવટે કહ્યું કે જેને દેખી દોષોને ટાળવા. જ્યારે ગરજ જાગશે ત્યારે તપાસ કરશે કે મારામાં કેટલા દોષે છે. આત્મકલ્યાણ કરવા માટે મનુષ્યભવ મળે છે. મનુષ્યભવ ઉત્તમ કહેવાય છે તેનું કારણ, એથી મેક્ષ થાય છે. “હે ભગવાન, હું બહુ ભૂલી ગયે,” એમ
* સાત વ્યસન- જુગાર, ચોરી, માંસ, દારૂ, પરસ્ત્રી, વેશ્યા અને શિકાર. + સાત અભક્ષ્ય-મધ, માખણ, વડના ટેટા, પીપળાના ટેટા, પીપળના ટેટાં, ઉમરડાં, અંજીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org