________________
શ૦
૭.
બેધામૃત કરવા લાગ્યા અને બધો વખત ભક્તિમાં જ ગાળવા લાગ્યા. ભગવાને ગૌતમસ્વામીને કહ્યું કે આનંદશ્રાવક માંદા છે. ગૌતમસ્વામી આનંદશ્રાવકને ઘેર ગયા. તેમણે ગૌતમસ્વામીને પાસે આવવા કહ્યું. તેઓ પાસે ગયા ત્યારે ચરણસ્પર્શ કર્યા પછી આનંદશ્રાવકે કહ્યું કે મને તે પહેલે દેવલેક દેખાય છે. ગૌતમસ્વામીને થયું કે ગૃહસ્થને આટલી નિર્મલતા થાય નહીં, એટલે સ્વાભાવિક કહ્યું કે ગૃહસ્થને એટલું હોય નહીં અને ગુરુની આગળ જૂઠું બોલાય નહીં, માટે માફી માગે. ગૌતમસ્વામી ગુરુ એટલે આનંદશ્રાવક કંઈ બોલ્યા નહીં, પણ એટલું પૂછ્યું કે સાચાની માફી કે જૂઠાની ? ગૌતમસ્વામીએ કહ્યું કે જૂઠાની. ત્યારે આનંદશ્રાવકે કહ્યું કે તે હું માફી માગવા યોગ્ય નથી. પછી ગૌતમસ્વામી શંકાસહિત ભગવાન પાસે ગયા અને પૂછયું, ત્યારે ભગવાને કહ્યું કે હા, ખરું છે. આનંદને પહેલું સ્વર્ગ દેખાય છે. તેં એને શંકામાં નાખે છે માટે તારે માફી માગવી જોઈએ. ત્યારે તરત ગૌતમસ્વામી જઈને શ્રાવક પાસે માફી માગી આવ્યા.
આમ પિતાની નિર્મલતા કરે તે થઈ શકે છે. દેહ જાડો થાય તે કંઈ આત્મા જાડો થવાનું નથી. પૈસા વધારે થાય તે કંઈ આત્માને લાભ નથી. હું મરીને ક્યાં જઈશ? એમ થાય તેનાથી પાપ ઓછું થાય. વિચારની જરૂર છે. શું કરવા કરું છું? કેના માટે કરું છું? કુટુંબ માટે કરું છું, તે તે મારે કઈ કામમાં તે આવવાના નથી.
પથરાડિયા, ચૈત્ર વદ ૯, ૨૦૦૯ ભાવપૂર્વક ભક્તિ કરવાની છે. સત્સંગની ભાવના રાખવી. સત્સંગ કરતા રહેવું. ત્યાં આશ્રમમાં આવીએ. ત્યાં જઈએ ત્યારે ભાવ વધમાન થાય. એક વખત જઈ આવ્યા છીએ ને? એમ ન કરવું. ભાવ મેળા પડે ત્યારે પાછા ત્યાં જઈએ, એમ ત્યાં જતા રહેવું. સત્સંગની જરૂર છે. આત્મસિદ્ધિ મેઢે કરવા જેવી છે. કૃપાળુદેવે પરમાત્મસ્વરૂપ થઈને લખી છે. આ કાળના જીવોનું આયુષ્ય ઓછું એટલે બધાં શાસ્ત્રોને સાર ટૂંકામાં કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં ઉતારી દીધું છે. રાજ કંઈક કંઈક મેઢે કરવું. કૃપાળુદેવે ભાગભાઈન આત્મસિદ્ધિ મોકલી અને પછી પૂછયું કે કેમ લાગે છે? ત્યારે ભાગભાઈએ કહ્યું કે સિત્તેર ગાથા મેઢે થઈ છે અને બીજી કરું છું. તાવ આવે છે, પણ એને લઈને જવું છું. બહુ આનંદ આવે છે. ગ્ય જીવને મેકલેલી એટલે એમ થયું. ખરે કૃપાળુદેવને વારસો આત્મસિદ્ધિ છે.
સત્સંગમાં આવવાનું રાખવું. ન આવીએ તે પછી ઢીલા પડી જવાય. ભાવના રાખીએ. ભક્તિમાં ભાવ વધે એમ કરવાનું છે. પૂર્વે જીવે જે કંઈ કર્યું છે, ધર્મ કર્યો છે, તેના ફળરૂપે ખાવાપીવાનું બધું મળ્યું. કેટલું પુણ્ય ચઢયું ત્યારે મનુષ્યભવ મળે ! વિશેષ વિશેષ પુણ્યના ઉદયથી પુરુષને વેગ મળે. વાવ્યું હોય, કેરીઓ આવી હોય તે બધી એકદમ ઉતારી લઉં એમ કરી થડસહિત કાપી નાખે તે કંઈ પાછો આબે ઊગે કે કેરીઓ આવે? તેમ પૂર્વે કંઈક કર્યું છે, તેથી આ ભવમાં બધું મળ્યું, પણ આ ભવમાં ધર્મ ન કરે અને માજશેખમાં બેટી થાય તે બીજા ભવમાં શું થશે? કૃપાળુદેવે પૂર્વે કરેલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org