________________
સંગ્રહ ૫
(મહા સુદ ૧ સાંજની ટ્રેનમાં પૂજ્યશ્રી બ્રહ્મચારીજી અગાસથી નાસિક રોડ જવા પધાર્યા. ત્યાંથી આવતાં મુંબઈ છ દિવસ રોકાઈ ચૈત્ર વદી ૨ ના સવારે અગાસ આશ્રમમાં પધાર્યા. પછી ચેત્ર વદ ૬ ના ધામણ તરફ પધાર્યા. ત્યાંથી દ્વિતીય વૈશાખ સુદ ૫ની સાંજે આશ્રમમાં આવી દિ. વૈ. સુદ ૧૨ ના પૂમસ પધાર્યા. ત્યાંથી આવતાં ૧ દિવસ સુરત અને ૧ દિવસ છરડી રેકાઈ જેઠ સુદ ૭ ની રાતે આશ્રમમાં પધાર્યા. પછીથી માસું શરૂ થતાં છેવટ સુધી આશ્રમમાં જ રોકાયા હતા. બહારગામ થયેલ બોધની નોંધ ઘણુંખરું થયેલ ન હોવાથી થોડી મળી તે આપી છે.]
નસિક રોડ જે સાંભળવાનું મળે તેને નિવૃત્તિમાં વિચાર કરીએ. મનુષ્યભવ શા અર્થે મળે છે અને શામાં બધે વખત જાય છે? ક્ષણે ક્ષણે આયુષ્ય જાય છે. વૈરાગ્ય અને ઉપશમ વગર જીવનું ઠેકાણું પડે એવું નથી. આ પત્રો માટે કરવા જેવા છે. સંસારમાં કંઈ પ્રિય કરવા જેવું નથી. આજે જ જાણે મરી ગયે, એમ કરી લે તે ચેડાં કાળમાં ઘણું કામ થઈ જાય એવું છે. ફરવા જઈએ ત્યારે વિચાર કરીએ કે આજે શું વાંચવામાં આવ્યું હતું ? શું યાદ રહ્યું ? એક સમય પણ પ્રમાદ ન કરે. એક સમયમાં સીત્તેર કેડાછેડી સાગરેપમનું કર્મ બાંધી નાખે એવું મન છે. મન તે નખેદ વાળે એવું છે. કંઈ ન થાય તે મરણમાં મનને રાખવું.
કૃપાળુદેવના હાથપગ જેવાના નથી, આત્મા જેવાને છે. કાયોત્સર્ગમાં ઊભા છે, તે શુદ્ધભાવમાં ઊભા છે. જેમ નાના છોકરાને કઈ મારે તે તરત મા પાસે જતે રહે, તેમ આપણને કઈ પણ વિકલ્પ આવે તે તરત કૃપાળુદેવને સંભારીએ.
૨ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૨, ૨૦૦૯ વેદનામાં વૃત્તિ જતી અટકાવી સ્મરણમાં જોવી. વેદનામાં વધારે બળ કરવાનું છે. ક્ષણે ક્ષણે આત્માની સંભાળ જીવ વધારશે તેમ તેમ કલ્યાણ થશે. સ્મરણ છે તે કૃપાળુ દેવનું સ્વરૂપ છે. વેદનામાં ગજસુકુમાર જેવા મહાપુરુષોનાં ચરિત્રો વિચારવાં. કૃપાળુદેવે આપણને મરણ આપ્યું છે તે કૃપાળદેવનું જ સ્વરૂપ છે, એ લક્ષ રાખીને આત્મભાવના કરવી.
કૃપાળુદેવની ભક્તિ કરવી. મનુષ્યભવ સફળ કરવા માટે સાત વ્યસનને ત્યાગ એ પહેલું પગથિઉં છે. એ ન હોય તે ભક્તિ ન થાય. જીવ મેહને આધીન થઈ જાય છે, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org