________________
સંગ્રહ ૪
૨૬૧
ત્યારે બધું ભૂલી જતા. તેથી ભગવાને એમને વખાણ્યા. એક ભવ જે જ્ઞાનીને રાજી કરવામાં જાય તે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે તે અવશ્ય મેક્ષ થાય. (૧૬). જ્ઞાની તે કશુ ઈચ્છતા નથી, પણ જીવને એવું કર્યા વિના મેાક્ષ ન થાય. શુભાશુભ ભાવ ન થાય તે નિવૃત્તિ છે. ઊંઘમાં કઈ નિવૃત્તિ નથી. પરભવનું કામ અગત્યનું છે. બહુ અઘરું કામ છે. ક્રિયા કરે તે પણ રુચિ ફરવી બહુ અઘરી છે. મનુષ્યભવમાં શુ કરવું છે, તેનું ધ્યેય જીવને નથી હાતુ'. જે રસ્તે ચાલ્યેા તે જ રસ્તે ચાલ ચાલ કરે છે. જ્ઞાનીપુરુષા કહે છે કે ચીલે બદલવાના છે. તારા રસ્તે છે તેમાં ભય છે. જીવને ભય નથી લાગતા તેનું કારણુ વિચારની ખાસી છે. કલિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું.” (૨૫૪). જીવને વિચારશક્તિ છે પણ તે ખીજામાં વાપરે છે.
નકામી જરૂરિયાત બહુ વધી ગઈ છે. પુણિયા શ્રાવક એ આનામાં ચલાવતા અને ફૂલોથી ભગવાનની પૂજા ભક્તિ કરતા. એને ભગવાને વખાણ્યા. શ્રેણિકને કહ્યું કે તુ એની એક પણ સામાયિક ખરીદે તા નરકે ન જાય. જીવને મનુષ્યભવ દુલ ભ સમજાયા નથી. એક માણસ પાસે એક અમૃતના પ્યાલા હતા, તેમાંથી એક ટીપુ પણ મરેલા મનુષ્યના મેઢામાં નાખે તેા મરેલા જીવતા થાય, તેને પગ ધોવા માટે વાપરી નાખ્યું. તેમ આ મનુષ્યભવથી મરવાનુ છૂટી મેક્ષ થાય એમ છે, તેને આ જીવ ખાવાપીવામાં, મેાજશેખમાં, કમાવામાં એવી નજીવી વસ્તુઓમાં વાપરે છે.
ગનાં દુઃખ, જન્મનાં દુઃખ, જરાનાં દુઃખ જીવને ભાસતાં નથી. કોઈક વિચારવાન હાય તેને માંદગીના પ્રસંગમાં વિચાર જાગે છે. ખીજા લોકો આપણને ઉપસર્ગ કરે તે દુઃખ લાગે છે. જવ પ્રસંગમાંથી શીખે તે દરેકનું જીવન એવું હેાય છે, પણ વિચાર જાગતે નથી. કઇક સંસ્કાર હાય તે જાગે. ક્ષણે ક્ષણે ખંધન થાય છે તે કેણુ ભાગવશે ? તેના વિચાર નથી. પ્રભુશ્રીજી કહેતા જીવ મકાન ચણુ ચણુ કરે છે, પછી દેહુ છેાડીને ત્યાં જશે. જેવું કરશે તેવુ મળશે. મેક્ષમાગ માં પ્રવતા હાય તેને પણ કેટલાં વિશ્નો અને ભય હાય છે? તે પછી જે એ દિશામાં ચાલ્યા જ નથી તેને તે કેટલાય ભય છે, વિશાળ બુદ્ધિ એ તત્ત્વ પામવાનુ કારણ છે. આત્માને વિચાર કરે તે વિશાળબુદ્ધિ છે. નાનપણમાં જીવ કંઈ કરી શકે નહીં, પછી સમજણ આવે ત્યારે ભણવા માંડે, ત્યારે પણ વિચાર આવે નહીં, પછી કમાવા લાગે ત્યારે તે કઈ ભાન રહે નહીં અને પછી પાંજરામાં પુરાય ત્યારે કરવાની ઇચ્છા થાય તેાય કરી શકે નહીં. યૌવનાવસ્થામાં જીવને દારૂડિયા જેવું જીવન હેાય છે. પાછળ પસ્તાવું ન પડે એવુ જીવવું. શુ' લેવા આવ્યેા હતેા અને શું લઈ જઈશ ?
૧૬૯ શ્રીમદ્ રા. આ. અગાસ, પોષ વદ ૭, ૨૦૦૯ આત્મા જાણ્યા હાય તો જ અસગપણાવાળી ક્રિયા કરી શકે. નહીં તે સાધુપણું પાળતા હાય તે પણ દેવલાકની ઇચ્છા કરે. આત્માથે કરવા માટે સમજણુ જોઈએ છે. વહુ સાધન ખાર અનંત ક્રિયા, તદપિ કહ્યુ હાથ હજુ ન પર્યાં; અબ કર્યો ન બિચારત હૈ મનસે, કછુ ઔર રહા ઉન સાધનસે. બિન સદ્ગુરુ કાય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહુ ખાત કહે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org