________________
૨૫૪
ઘામૃત મંત્રનું સ્મરણ કે ભક્તિ ન કરે તે આર્તધ્યાન કરી કર્મ બાંધે અને ધર્મધ્યાન કરે તે પહેલાં જે કર્મ બાંધ્યાં છે, તે ઉદયમાં આવી જતાં રહે ને નવાં બંધાય નહીં.
આપણામાં શા શા દે છે તેને વિચાર કરે જગત તે બધું પુણ્ય પાપની રમત છે. એમાં ચિત્ત દેવાનું નથી. પણ આ મનુષ્યભવ સફળ કેમ થાય? કેધ, માન, માયા, લેભ અને અજ્ઞાન શાથી જાય ? એનો વિચાર કરે. જ્યાં લોકો માન આપે, ઘણું ધન હોય ત્યાં જીવને ડૂબવાનું છે. જેને મુશ્કેલી હોય તેને ધર્મ સાંભરે છે. તેથી ઘણું ભક્તોએ ભગવાન પાસે પ્રતિકૂળ પ્રસંગેની માગણી કરી છે. મહાપુરુષ તીર્થકર જેવા, પુણ્યથી પ્રાપ્ત થયેલા આ સંસારના વૈભવને છોડીને ચાલી નીકળ્યા.
સમભાવ રાખ. પિતાના આત્માને શિખામણ દઈ સમભાવ રખાવવાને છે.
મુશ્કેલીમાં ઘણી કસોટી થાય છે. જગતમાં સારું ખોટું કરવું જ નથી. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે.” (૩૦૧) એવું કરવાનું છે. જ્ઞાની પુરુષના વચનમાં જેટલે લક્ષ રાખશે તેટલું વધારે લાભ થશે. આપણે તરવું છે અને આ મુશ્કેલીઓ આવી છે, તે તરવાનો અવસર છે. આપણું ધાર્યું ન થાય ત્યારે ક્રોધ ન કરતાં સમભાવ રાખવાનું છે જેને પિતાને સ્વભાવ સુધારે હોય તેને બધા પ્રસંગે લાભકારી છે. સમભાવ જેટલું રહેશે તેટલું તરવાનું સાધન છે.
જેમ આપણે માનવું હોય તેમ મનાય છે. જેવી કલ્પના કરે તેવી થાય. આ અનુકૂળ છે, સારું છે, આ પ્રતિકૂળ છે, સારું નથી, એવું કશું કરવા જેવું નથી. સારું ન માનવું અને ખોટું પણ ન માનવું પુણ્ય આપણું નથી અને પાપ પણ આપણું નથી. બધું જવાનું છે. બધું જશે ત્યારે મોક્ષ થશે. આપણું કશું નથી. કશું ઇચ્છવું નથી.
કયા ઇચ્છત? ખોવત સબે, હું ઈછા દુઃખમૂલ.” બીજી ચિંતા ફિકરમાં કર્મ બંધાય અને જ્ઞાની પુરુષના વચને વિચારવામાં ચિત્ત રહે તે કર્મ છૂટે.
મુમુક્ષુ- “રહેણ ઉપર ધ્યાન આપવું” (પ-૧૦૭) એટલે શું ?
ઉત્તર–રહેણું એટલે વર્તન કેમ રાખવું તે. રહેણીકહેણી એમ બેય સાથે વપરાય છે. કહેણી સહેલી છે અને રહેણું મુશ્કેલ છે. તે વિષે કબીરે ક્યાંય ગાયું છેઃ
કહેણી મિશ્રી ખાંટ હૈ, રહેણી વિષકી વેલ.”
૧૫૩ શ્રીમદ્ રા. આ. અગાસ, પિોષ સુદ ૩, ૨૦૦૯ જીવને જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી પિતાની બુદ્ધિ આગળ કરે છે. તેથી જ્ઞાનીના વચન પર જોઈએ તે વિશ્વાસ આવતો નથી. માટે પ્રભુશ્રીજી કહેતા કે “તારી બુદ્ધિ ઉપર મૂક મીંડું ને તાણ ચેકડી. “કંઈ જાણુતે નથી એમ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી જીવને અહંભાવ છે, જ્ઞાનીનું માહાસ્ય સમજાય નહીં. “અચિંત્ય તુજ માહાભ્યને, નથી પ્રફુલ્લિત ભાવ." મનથી પણ ચિંતવન ન કરી શકાય એવું ભગવાનનું માહાભ્ય છે. જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી એ વિપરીતતાનું કામ કરે છે. કૃપાળુદેવે લખ્યું છે કે સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org