________________
સંગ્રહ ૪.
૨૪૯ કહો, રુચિ કહો કે શ્રદ્ધા કહે, તે સમક્તિ છે. પ્રેમ ન હોય, રુચિ ન હોય અને શ્રદ્ધા ન હોય તે સમકિત શાનું હોય ? મેક્ષમાં ઇન્દ્રિયનાં સુખ હાય નહીં. જ્યાં ઈન્દ્રિયનાં સુખ છે ત્યાં મેક્ષ નથી.
૧૪૨ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક વદ ૩, ૨૦૦૯ જેમ જેમ સ્વચ્છેદ કાશે તેમ તેમ આગળ વધશે. બધી વસ્તુઓ છોડી એક પર આવવું. બધા વિકલ્પ છોડી હું કંઈ જાણતું નથી, એવું કરવું. જ્ઞાની જાણે છે. એની આજ્ઞા મળી તે બીજા વિકલ્પ ન કરવા. “બાબાપ ધમે શાળા તો ' (આચારાંગ). આવી સાચી વસ્તુ મળી તે બીજા વિકલ્પો ન કરવા. મંત્ર છે તે આત્મા જ મળે છે, એમ માનવું. જેટલું મંત્રમાં રહેવાય તેટલું આત્મામાં જ રહેવાય છે. જડ, ચેતન એને જ્ઞાની જાણે છે. જ્યારે આવરણ ખસશે ત્યારે સમજાશે. ડાહ્યા ન થવું. વધારે ડાહ્યો વધારે ખરડાય. મંત્ર મળે છે તે આખા જીવનનું ભાતું છે. મંત્ર મળે છે તેથી હવે દેહ છૂટી જાય તેય કંઈ વાંધે નથી. [ ‘સુદષ્ટિતરંગિણી' વંચાતાં]
૧૪૩ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક વદ ૫, ૨૦૦૯ જગતવાસી જીવોને સારા નિમિત્તે સારા ભાવ થાય છે. અને ખરાબ નિમિત્તે ખરાબ ભાવ થાય છે. નિમિત્ત તે સારું જ રાખવું. સારું નિમિત્ત હોય તે ઉપાદાન પણ સારું થાય. પ્રભુશ્રીજી કહેતા કે સાંભળ સાંભળ કરને! જે સંગ તે જીવ થાય છે. માટે સારું નિમિત્ત ગોઠવવું. અશુભ નિમિત્તો છે તે ત્યાગવાં. સંસાર એ અશુભ નિમિત્તરૂપ અને અનંત કુસંગરૂપ છે.
શ્રી કષભદેવ ભગવાન ત્યાશી લાખ પૂર્વ ઘરમાં રહ્યા છતાં સંયમ લેવાના ભાવ ન થયા. પછી ઈન્દ્ર જેનું આયુષ્ય ક્ષીણ થવા આવ્યું છે એવી કઈ નીલાંજના નામની અપ્સરાને ભગવાનની સભામાં નાચ કરવા મેકલી. નાચતાં નાચતાં તેનું આયુષ્ય પૂરું થઈ ગયું, તેથી તે અસરાના શરીરના બધા પરમાણુ વીખરાઈ ગયા. પણ ઈન્કે વિક્રિયાથી કોઈને ખબર ન પડે તેમ પાછી તેવી ને તેવી અપ્સરા નાચતી દેખાડી. તેથી સભાસદેને ખબર ન પડી કે આ અપ્સરાનું મૃત્યુ થયું છે. પણ કષભદેવ ભગવાન અવધિજ્ઞાનવાળા હતા તેથી ઉપગ દઈ જોયું તે મરેલી જાણી. તે જોઈને ભગવાનને વૈરાગ્ય ઉત્પન્ન થયે.
ઉપાદાન બળવાન હતું, છતાં યોગ્ય નિમિત્ત મળ્યું ત્યારે જાગ્યા. સારાં નિમિત્તેમાં રહેવું. સત્સંગ કરે. ખોટાં નિમિત્તો ન મેળવવાં. ઉપાદાન કારણ બળવાન ન હોય અને ટા પુરુષોને સંગ કરે તે ખેટ થઈ જાય છે.
૧૪૪ શ્રીમદ્ રા. આ. અગાસ, માગસર સુદ ૮, ૨૦૦૯ સ્મરણની ટેવ પાડવી. કઈ પણ પ્રકારે ઈચ્છા ઓછી કરવી.
હે જીવ! કથા ઈચ્છત હવે ? હે ઈચ્છા દુઃખમૂલ; જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.” (હા. ૧-૧૨)
૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org