________________
૧૪૮
માધામૃત
ગાવવાના નથી. ગુણની કમાણી કરવી, અવગુણની કમાણી ન કરવી.
પરમાર્થની જિજ્ઞાસા જોઈએ. બસો વર્ષ પહેલાંના જેમાં પરમાર્થની જિજ્ઞાસા હતી. તે જિજ્ઞાસા ઘસાતાં ઘસાતાં આજે તે કંઈ ન મળે. દુઃખનું દુઃખ લાગતું નથી. વૈરાગ્યની ખામી છે. જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધવી. “નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહિ” રેજ બેલીએ છીએ તે લક્ષ રાખો. ક્યારે દેહ છૂટી જશે? ખબર નથી. શ્વાસ લીધેલ મુકાશે કે નહીં? માટે આત્માને ત્વરાથી આરાધ.
સહનશીલતાની સમાધિમરણમાં ખાસ જરૂર છે. એ હોય તે સમાધિમરણ થાય. એ ન હોય તે મરણ બગાડી નાખે. કેઈ સેવા કરતું નથી, પાણી આપતા નથી, કોઈ પૂછવાય આવતું નથી, એવું થઈ જાય તેથી અર્ધગતિ થાય. માટે સહનશીલતાની જરૂર છે. પિતાને મૂળ સ્વભાવ કે છે? તેને લક્ષ રાખે. પોતાનામાં તપવું–ટકવું તે તપ. જ્ઞાનદર્શનચારિત્રમાં ટકવું તે તપ છે. સ્વરાજ્યરૂપ આત્મા છે. સ્વતપરૂપ આત્મા છે. (૫-૧૯૬) આત્માના સ્વરૂપમાં રહેવું એ જ ખરે પુરુષાર્થ અને એ જ તપ છે. પોતાની વૃત્તિ કેમ રહે છે? તે તપાસવું. “સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે.” પિતાના પ્રદેશરૂપે પેતાનું ભાન નથી, તેથી જીવ બીજે વ્યાપે છે. કર્મ નચાવે છે. કર્મથી છવ કીડી થાય છે અને કર્મથી મનુષ્ય થાય છે.
પરિગ્રહ છે તે પાપ છે. ધર્મ વસ્તુ પ્રાણ જતાં પણ ન છોડવી. નિયમ લીધે હોય તે જીવતાં સુધી પાળે, તેથી ઘણે લાભ થાય. હરતાં ફરતાં કે ગાડીમાં કે ગમે ત્યાં મંત્રમાં ચિત્ત રાખવું. જેને સાધન મળ્યું છે તે ન વાપરે તે મૂર્ખ ગણાય. જેને નથી મળ્યું તે તે શું કરે ? જ્ઞાનીની આજ્ઞા મળી તે એની પાછળ મંડી પડવું. ધર્મ અર્થે પ્રાણ પણ છોડી દેવા છે. દેહ તે ઘણી વખત મળે ને મળશે, પણ ધર્મ ન મળે. એવી દઢતા આવે ત્યારે સમ્યગ્દર્શન થાય. ત્યાગમાં આનંદ છે એ ગ્રહણમાં નથી. ત્યાગ કરીને આનંદ મેળવતાં શીખવાનું છે.
૧૪૧ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક વદ ૨, ૨૦૦૯ પડ્યો છે ત્યાંથી ઊભું થા. છૂટવાના કામને પરમાત્મા ય બાંધતા નથી. જે છૂટવા તૈયાર થયે તેને કેઈ બાંધતું નથી. કૃપાળુદેવે રસ્તે બતાવે છે તે તેની પકડ કરી આપણે વર્તવું.
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ,
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ.” ક્યાં કેમ વર્તવું? કેમ બોલવું? કેમ વિચારવું? તે સમજુ જન વિચાર કરીને કરે છે. કહ્યું તેની પકડ થઈ તે મારે તેની તલવાર થાય. પકડાયું નથી જીવને. પ્રાણ જાય તે પણ મારે જ્ઞાનીની આજ્ઞાથી વિરુદ્ધ વર્તવું નથી, એવી દઢતાની જરૂર છે. સત્સંગ ન થાય તે ભલે, પણ કુસંગ તે કર જ નથી. “શું કરવાથી પોતે સુખી? શું કરવાથી તે દુઃખી ?” એટલા બેલને હાલતાં ચાલતાં, ખાતાં પીતાં આરાધી રહે તો એને વિવેક પ્રગટે, શંકા હોય ત્યાં ભય હોય છે. પિતાના સ્વરૂપનું ભાન થાય ત્યારે ખરે પ્રેમ આવે છે. પ્રેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org