SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૪ એવું થાય છે. પ્રાણ તે મળશે પણ ધર્મ ફરીથી મળશે નહીં. અમૂલ્ય વસ્તુ છે. સારા નિમિત્તે સારું થાય, ખરાબ નિમિત્ત હોય તે ખરાબ થાય. આર્તધ્યાન, રૌદ્રધ્યાન માઠી ગતિએ લઈ જાય છે. માટે એમાં ને એમાં ન તણાવું. શરીરને લઈને બધાં પાપ થાય છે. શરીરનું ઠેકાણું નથી, પણ આત્મદશા તે નિત્ય છે. રે આત્મ તારો આત્મ તારો, શીધ્ર એને ઓળખે, સર્વાત્મમાં સમદષ્ટિ ઘો, આ વચનને હૃદયે લખો.” એવું કંઈક હદયમાં ચૂંટે તે કંઈક આત્મસાધન થાય. મારું શું થશે? મારી શી વલે થશે? તેને વિચાર આવતો નથી. સમરણ કરવાનું મૂકી પા૫ બાંધે છે. માસી પાખીને દિવસ ખમાવવાને છે. ખમાવ્યા પછી વેર ન રાખવું. પહેલાં થયું તે ખમાવવું. ખમાવવું એ માટે કે હવે વેર નથી કરવું. હવે જાણે આજથી જન્મ્યા હતા, એવું કરવું. - “ષ નહીં વળી અવરશું, એ ગુણ અંગ વિરાજે રે.” (પહેલી દષ્ટિ) વૈષ પહેલે કાઢવાનો છે. ગની આઠ દષ્ટિમાં પહેલી જ દષ્ટિમાં દ્વેષ જાય છે. જ્યારે ક્ષમાપનાને પાડ બોલે ત્યારે યાદ આવે કે “હું બહુ પાપી છું.” એવા બીજા પણ મારામાં ઘણા દોષે છે એમ થાય, તારા પ્રત્યે કઈ દ્વેષ કરે, તે પણ તું કઈ પ્રત્યે દ્વેષ કરીશ નહીં. (પ-૮૬) એ અઘરું છે. તારું ભૂંડું કરે છે તેનું ભલું કર. એવી વાત સાંભળવા ક્યાંથી મળે? બધાં જ કર્માધીન છે. જગતજીવ હૈ કમાંધીના, અચરિજ કછુ ન લીના; આપસ્વભાવમાં રે, અબધુ સદા મગનમેં રહેના.” (આનંદઘનજી) જ્ઞાની પુરુષો કહે છે એ સ્વભાવ થઈ જાય એવું કરવાનું છે. પોતાની સંભાળ પહેલાં લેવી. પરોપકાર પછી કરે. પિતાનું નહીં કરે તે રઝળવું પડશે. વિચાર કરી, મંથન કરી બધાને સાર કાઢવે. આત્માનું ખરું સ્વરૂપ જેવાનું છે. શરીર, વગેરે બધું નાશવંત છે. પાંચ ઈન્દ્રિયોને પગલથી સંબંધ છે. વૈરાગ્ય આવે તો આત્માનું સ્વરૂપ દેખાય. સત્સંગથી વૈરાગ્ય ઊપજે છે. સત્સંગ વિના યાન તે તરંગરૂપ થઈ પડે છે. ઇયાન કરવા બેસે તે મન ક્યાંય તરંગમાં ચઢી જાય. ધ્યાન કરવાની ઈચ્છા હોય તે પ્રથમ ધ્યાન સમજવું જોઈએ. આત્મસ્વરૂપ ઓળખી અને બધા આત્માને સમાન દષ્ટિથી જોઈ પછી ધ્યાન કરશો તે જે ધ્યાનની ઈચ્છા છે, તે પૂરી થશે. કેઈન દેશ જેવા નથી. સમજણપૂર્વક યાન થાય તે શુકલધ્યાન થાય એવું છે. ૧૪. શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક વદ ૧, ૨૦૦૯ જે જે કારણ બંધનાં, તેહ બંધને પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ, ભવ-અંત.” પિતાના દેશે પોતાને બંધન છે. પોતાના દેશો જેવા અને કાઢવા. દેષો જાય તે ગુણ પ્રગટે. પિતાના ગુણે પ્રગટાવવા; બીજાના દોષો ન જેવા. સંસાર હોય ત્યાંસુધી કર્મ જ હોય. સંસારમાં બધે કર્મ જ દેખાય છે. પિતાના અવગુણ જોઈ ટાળવાના છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy