________________
બેધામૃત
૧૩૮ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક સુદ ૧૨, ૨૦૦૯ કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મેહનીય.” બધામાં મેહનીય કર્મ મુખ્ય છે. મહિને જીતતાં જીતતાં બધાંય ગુણસ્થાનક થયાં છે. જેમ જેમ મેહ ઘટે છે, તેમ તેમ આગળનું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે.
- જ્ઞાનીની સમજણે સમજણ કરવાની છે, તે કરતું નથી. જીવની પાસે અહંકાર કરવા જેવું કશું છે નહીં, અને અહંકારમાં માથાં મારે છે. કંઈ વાંચતું હોય અને આવડતું ન હોય તેય અહંકાર કરે. કઈ વેષ કરતે હોય તે તેના સામું શ્રેષ કરવાનું જીવને થઈ આવે છે. પ્રભુશ્રીજી કહેતા કે તારું કૂંડું કરે તેનું ભલું કર. માર્ગ એ છે કે કેઈનું ભૂંડું કરવું નહીં. આપણું કઈ ભૂંડું ઇચછે તે આપણે તેનું ભલું ઇચ્છવું. કેઈ બાંધનાર નથી, કેઈ છેડાવનાર નથી. પિતાને જ વાંક છે. એટલું થાય તે એને કઈ કહે તે દ્વેષ ન થાય. એ તે મારે વાંક છે, એમ લાગે.
મહ ઓળખા નથી તેથી તેને સંગ કરે છે, મેહ છેતરે છે માટે ક્ષણે ક્ષણે ચેતવું; એમ જ્ઞાની પુરુષે કહે છે. મેહ હશે ત્યાં સુધી મેક્ષ નહીં થશે. શરીર છે તે મેહની ખાણ છે. અનાદિ કાળથી મેહમાં ડૂબી રહ્યો છે. માટે ક્ષણે ક્ષણે એનાથી છૂટવું. કર્મથી જે મળ્યું તે આત્માથી જુદું છે. તેના ઉપર મેહ ન કરે. મેહ કરે એ મમત્વ છે. દેહ પણ પિતાને નથી, તે પછી દેહથી પર છે તે તે પિતાનું ક્યાંથી હોય? સિદ્ધદશાની ભાવના કરવાની છે. સિદ્ધને યાદ કરવાના છે. સિદ્ધદશામાં મેહ નથી. એ દશા યાદ કરવા માટે “અપૂર્વ અવસર પદ ગાયું છે. પોતાનું ખરું સ્વરૂપ છે તે ભૂલી ગયેલ છે. આત્મામાં રાગદ્વેષ, મારું-તારું કશું છે નહીં. જેણે આત્મા પ્રગટ કર્યો છે તેનામાં વૃત્તિ જાય તે રાગ-દ્વેષ ન થાય. જ્ઞાની પુરુષોમાં વૃત્તિ જાય તે રાગ-દ્વેષ ન થાય.
૧૩૯ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક સુદ ૧૪, ૨૦૦૯ શાંતિ જોઈતી હોય તે સહનશીલતા જોઈશે. દેહને થાય તે મને થયું એમ લાગે છે. “જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ; દેહને સ્વભાવ જીવપદમાં જણાય છે;
એ જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે.” એ દૂર થાય તે ગજસુકુમાર જેવું થાય. આત્માની વાત છે. આત્માનું કરવું હોય તે વિકાર કાઢવા પડશે. વિકાર થવાનાં અંતરનાં અને બહારનાં કારણે દૂર કરવાં. અંતર તપાસે તે ખબર પડે.
સપુરુષના સમાગમની ભાવના કરવી. કુટુંબીઓની સંભાળ કરવી પડે તે પૂર્વનું બાંધેલું કર્મ છે એમ ગણું વેકરૂપે કરવી. જેને કંઈ સાધન ન મળ્યું હોય તે તે શું કરે ? ઊંઘે, ગપ્પાં મારે, ખાય. પણ જેને સ્મરણનું સાધન મળ્યું છે તે સ્મરણ કરે તે સારું થાય. સંસારથી નિવૃત્તિ શેધવી. સંસાર કેમ નાશ પામે? તેને વિચાર કરે. જે કામ કરવાનું છે, જેને માટે આપણે જન્મ્યા છીએ તેમાં ક્યાં સુધી આપણે આવ્યા છીએ તે વિચારવું. સમ્યગ્દર્શન ન થયું હોય તે પણ–
ધર્મ અર્થે બહાં પ્રાણને છ–છાંડે, પણ નહીં ધર્મ.” (ચેથી દષ્ટિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org