________________
સંગ્રહ
એ જાણનાર પ્રત્યે દષ્ટિ થાય તે વિજ્ઞાનપણું આવે.
આત્મજ્ઞાની પુરુષ તે ભેદી છે. સાચી વસ્તુ સાંભળવાની છે. જ્ઞાનીને બોધ પરિણમે, એક વચન પણ પરિણામ પામે, તે બહુ છે. આખા જગતમાં મારું-તારું પક્ષાપક્ષીપણું થઈ ગયું છે. તે જીવને ખાળે છે. જ્યાં “મારું થયું ત્યાં સાચું રહે નહીં. સત્ય જાણવા માટે મમત્વ મૂકવાનું છે. મારું તે સાચું નહીં, પણ સાચું તે મારું છે.
આત્માને અપમાન કરે એવું સ્ત્રીપુરુષપણું છે, પિતાપુત્રપણું છે. એ આત્માનું અપમાન કરનાર છે. જ્ઞાની પુરુષને દયા આવે છે, તેથી ઠપકે આપે છે કે તારું ભાન ક્યાં છે? અમે કહીએ તે શિખામણ માન, એમ કહે છે. ઠપકો આપે તે ભૂલ નાસી જાય. કૃપાળુદેવે જ્યારે પ્રભુશ્રીજીની ભૂલ જોઈ ત્યારે કહ્યું કે “વીસ દેહરાનું બહુમાનપણું કરે તે ગુણ પ્રગટશે. આઠ ત્રાટક છંદ પણ તેવા જ છે. જે જીવ વિચારે તે આત્મા પ્રગટ થાય તેવું છે. એમને કેટલી બધી કિંમત લાગી હશે ત્યારે એટલું બધું વીસ દેહરાનું માહામ્ય કહે છે. પિતાને એથી આત્મા પ્રગટ થયે છે, તેથી કહે છે.
- “આત્મા સત, જગત મિથ્યા. આભાસથી આત્મા રહિત છે. જીવથી ગ્રહણ થતું નથી. આ સર્વ આભાસ છે. તે બધું ભૂલી જવાનું છે. સત્ પકડવાનું છે. પિતાને દોષ છે. સંતની પહેલી શિખામણ એ છે કે તારે દોષે તને બંધન છે. તારે જ વાંક છે.
બે દ્રવ્ય મિલે નહીં. પણ તે ક્યારે ? સમજણ આવે ત્યારે. સમજણ નથી. બધું ગળખળ ભેગું કરી નાખ્યું છે. કૃપાળુદેવે કહ્યું છે ?
“કેવળ હેત અસંગ જે, ભાસત તને ન કેમ ? અસંગ છે પરમાર્થથી, પણ નિજ ભાને તેમ.” મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ ન મોહ;
તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીને દ્રોહ.” મે કહ્યા કરે તેથી શું થાય? આટલે વિશ્વાસ આવો જોઈએ કે જ્ઞાનીએ અસગપણું કહ્યું છે તે મારે માનવું છે.
મુમુક્ષુ-અસંગ એટલે શું?
પૂજ્યશ્રી–સર્વ પરભાવથી મુક્ત થવું. પહ્માવથી મુક્ત થાય ત્યારે અસમ કહેવાય. જડમાં જાણવાની શક્તિ આવે નહીં.
મુમુક્ષુ -ભેદને ભેદ એટલે શું?
પૂજ્યશ્રી–ભેદને ભેદ તે આ બધું ભિન્ન ભિન્ન દેખાય છે તે આત્મારૂપે જુએ, તે ભેદને ભેદ કહેવાય.
૧૨૮ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૦)), ૨૦૦૮ આત્માના કલ્યાણ માટે કંઈક કરવાનું છે. સમ્યગદર્શન સહિત બધું કરવાનું છે. કુગુરુના આશ્રયે કરે તે કંઈ આત્માનું હિત થાય નહીં, જન્મમરણ છૂટે નહીં. રાનીપુરુષનાં વચને જે હોય તે મંત્ર કહેવાય, આત્મા કહેવાય. જે વચનથી આત્મા ઉપર જવાય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org