SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ સંગ્રહ ૪ ૧૨૬ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૧૩, ૨૦૦૮ દિવાળી મહોત્સવનો પ્રારંભ. સમાધિમરણ પર્વ [ આજ સવારે સ્તવન બેલી રહ્યા પછી ] આજથી આ ચાર દિવસ સમાધિમરણના છે. આ દિવસોમાં જેને તપ કરવું હોય, સ્વાધ્યાય કરે હય, વિનય આરાધ હય, ક્રોધ ઓછો કરે હય, માન ઓછું કરવું હોય, માયા ઓછી કરવી હોય, લેભ એ છે કર હાય, અંતરંગ તપ, બાહ્ય તપ કરવું હોય તે આ દિવસોમાં કરવા જેવું છે. બીજા ઘણું દિવસો છે, પણ આ ચાર દિવસો (આસો વદ ૧૩, ૧૪, ૦)), કાર્તિક સુદ ૧) સમાધિમરણ માટે જ છે. એ દિવસે માં. જાણે મરણ માથે જ છે એમ જાણીને આરાધના કરવી. લેકે જેમ દિવાળી આવે ત્યારે ઘર વગેરે સાફ કરે છે, દીવા કરે છે તેવી રીતે આપણે અંતરથી કષાયાદિ કચરે કાઢી આત્માને નિર્મળ કરી અંતરમાં જ્ઞાન દીવો પ્રગટ કરવાનું છે. શ્રીપાળ રાજાને રાસ વંચાતું હતું તે વખતે પ્રભુશ્રીજીને સહજે ફુરી આવ્યું કે કઈ પૂછે કે સમાધિમરણ શાથી થાય? પછી આ ચાર દિવસમાં છત્રીશ, છત્રીસ માળાની જના કરી. ભગવાને આ દિવસોમાં સમાધિમરણ કર્યું છે, માટે આપણે પણ સમાધિ. મરણ કરવાનું છે. અહીં રાત્રે ૮ થી ૧૧) છત્રીસ માળા ફેરવાશે. પહેલી ત્રણ માળ “સહ જાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રની ફેરવાશે. પહેલી માળા સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે ફેરવાશે.સહાત્મસ્વરૂપમાં અનંત ગુણ છે, પણ તેમાંથી એક સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે આ એક માળા ફેરવું છું, એ લક્ષ રાખી ફેરવવી. પછી બીજી માળ સમ્યજ્ઞાનપ્રાપ્તિ અર્થે ફેરવાશે. હે ભગવાન, સમ્યજ્ઞાન અર્થે આ માળા ફેરવું છું, એમ ભાવના રાખી ફેરવવી. પછી સમ્યફચારિત્રપ્રાપ્તિ અર્થે ત્રીજી માળા ફેરવાશે. સ્વરૂપમાં સ્થિરતા થવા માટે આ માળા ફેરવું છું, એમ લક્ષ રાખી ફેરવવી. પછી અઠ્ઠાવીશ માળા મેહનીય કર્મની અઠ્ઠાવીશ પ્રકૃતિ ક્ષય કરવા માટે “પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ”એ મંત્રની ફેરવાશે. તેમાં પહેલી માળા મિથ્યાત્વમોહનીય ક્ષય કરવા માટે ફેરવાશે. મિથ્યાત્વ ક્ષય થવા માટે આ માળા ફેરવું છું, એ લક્ષ રાખીને ફેરવવી. પછી બીજી માળા મિશ્ર–મોહનીય ક્ષય કરવા માટે ફેરવાશે. ત્રીજી માળા સમ્યક્ત્વમેહનીય ક્ષય કરવા માટે ફેરવાશે. પછી ચાર માળા અનંતાનુબંધી કેધ-માન-માયા-લેભ ક્ષય કરવા માટે ફેરવાશે. અનંતાનુબંધી કષાય સમકિત થવા ન દે અથવા થયું હોય તેનો ઘાત કરે. અપ્રત્યાખ્યાનાવરણીય એટલે અલ્પ પણ વ્રત આવવા ન દે. એ અપ્રત્યા ખાનાવરણીય ક્રોધ-માન-માયા-લોભ ક્ષય કરવા માટે પછી ચાર માળા ફેરવાશે. પ્રત્યાખ્યાનાવરણય એટલે સર્વવિરતિ અથવા મુનિપણું આવવા ન દે. ચાર માળા એ પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ-માન-માયા-લેભ ક્ષય કરવા અર્થે ફેરવાશે. સંજવલન કષાય સંપૂર્ણ (યથાપ્યાત) ચારિત્ર પ્રગટ થવા ન દે. એ સંજ્વલન ક્રોધ-માન-માયા-લેભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy