________________
૨૩૬
આધામૃત
જોઈ એ, છૂટવાની કામના જોઈ એ. અનાદિકાળના સ’સ્કાર છે. સંસારવાસના ન જાય તે ભવ્ય શાનેા ? છૂટવું છે એવી ભાવના હાય તે ભવ્ય છે. ભૂલ્યા ત્યાંથી ફેર ગણુ, જાગ્યા ત્યારથી સવાર. જેટલું જીવવું છે તેટલુ સારુ જીવવું છે. સમાધિમરણ કરવું છે. ભેગવવુ પડશે પેાતાને. આ કાળમાં સત્સંગના ચેગ તે દિવાળીના દહાડા જેવા છે. સુધરી જવાના દિવસેા છે. જાણે આજથી જન્મ્યા. આજથી હવે એવું જીવવું છે કે કયાંય ડાઘ ન લાગે. હે ભગવાન, આખા લેાક દુ:ખથી ભર્યો છે અને માને છે સુખ. જવ કચડાય છે. યા નથી. આ કાળ જાય છે તે રત્નચિંતામણિ જેવા દુર્લભ છે. ક્ષણ લાખેણી જાય છે, તેની કિંમત નથી. સત્સંગ કેમ સફળ થાય ? તે વિચાર કરવા. પકડ થશે તે થાડો સત્સંગ થાય તે પણુ લાભ થશે. કેટલાય પુણ્યથી મનુષ્યભવ મળ્યા છે. તિયચમાં, નરકમાં એમ અન તકાળ ભટકતાં ભટકતાં ઘણું પુણ્ય એકઠુ થયું ત્યારે આ મનુષ્યભવ મળ્યા છે, તેની કિ ંમત નથી.
**
**
[સભામાં ‘સુદૃષ્ટિતરંગિણી'માંથી ધ્યાન સંબંધી વંચાતાં]
હેય વિચાર। તજવાયોગ્ય છે. મરણુ વખતે, વેદના વખતે, ચિત્ત સ્મરણમંત્રમાં રાખે તા ધર્મધ્યાન થાય. વેદના વખતે જીવ ભગવાનને સંભારવાના મૂકી ડાક્ટરને સભારે છે. હું માંદો છું, દુઃખી છું' એ બધુ... આ`ધ્યાન છે. આત્માને ભૂલી જઈ, હું દેહ છુ'' એમ થાય, ત્યારે ‘હું દુ:ખી છું, હું માંદો છું' એમ થાય છે. આત્માને ભુલાવનારા આ પ્રકાર છે. ધમ કરીને તેનું ફળ ઇચ્છે તે નિદાન નામનુ આ ધ્યાન છે. માયા કપટ વગેરે બધુ આ ધ્યાન છે. આ`ધ્યાનથી ઢાર, પશુ, કીડી, મકેાડી વગેરે થઈને ભટકે છે. હું આત્મા છું એમ થાય તે બધું આતધ્યાન છૂટી જાય. સમ્યગ્દષ્ટિને કંઈ જોઈતું નથી, બધુ' છેડવું છે અને પેલાને તે આખુ જગત મળે તે પણ ઓછું છે. પરિગ્રહ પાપ છે, છોડવાયેાગ્ય છે. એમાં રાજી થાય તે એ પાપમાં જ રાજી થાય છે. પરિગ્રહથી પાપ છે એ લક્ષ એને નથી. ઉદાસીનતા, વૈરાગ્ય ન આવે ત્યાં સુધી ખંધાય છે. વિવેક નથી. જે મળ્યુ છે તે પુણ્યને લઈને મળ્યુ છે, પણ એ તે પરિગ્રહનાં વખાણ કરે છે. ધર્મને લઇને મળ્યુ એમ લાગે તે। આ ધ્યાન ન થાય. મુનિએ જે ચક્રવતી આદિનાં ચરિત્રો લખતા તે સમ્યગ્દૃષ્ટિ હતા, વૈરાગ્ય સહિત હતા. ચરિત્રોમાં જે વણુન કર્યું છે તે ધર્મોના અર્થ છે, તેથી તે આ ધ્યાન નથી. ભગવાને કહ્યું તે સાચું એમ માને તે આજ્ઞાવિચય ધર્મ ધ્યાન છે.
અપાય એટલે દુઃખ. હું' કયાં કયાં ભટકયો છું ? એ બધુ વિચારવું તે અપાયવિચય ધધ્યાન છે. સંસાર દુઃખરૂપ જ છે. પુણ્ય છે તેય દુઃખરૂપ છે. છૂટવુ` છે તેને દુઃખરૂપ જ છે, લેાકા એને સુખ માને છે. સુખમાં પણ છૂટવાની ભાવના હેાય છે. સ્વપ્ના જેવુ છે. સુખમાં આસક્ત ન થાય અને દુખમાં દીન ન થાય; જે આવવું હેાય તે આવા એમ રહે, દુઃખેય ઘણાં ભેાગવ્યાં છે અને સુખ પણ ઘણાંય ભાગવ્યાં છે. દુ:ખ સ્વપ્ન છે, એવું સુખ પણ સ્વપ્ન છે. નરકને વિચાર કરે, તિય ચના દુઃખના વિચાર કરે, મનુષ્યના દુઃખના વિચાર કરે, તે બધું વૈરાગ્ય થવાનુ' કારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org