________________
સંગ્રહ ૪
૨૩૬
પડે તે ઊગી નીકળે. પુરુષાર્થ ઘણે કરવાનું છે, અને જીવ ઊંઘે છે. મેક્ષે જવા માટે કેટલું કરવું જોઈએ તે ખ્યાલમાં જ નથી. રસ્તે જ હાથ નથી આવ્યું. સંસારમાં જન્મમરણ કરે છે અને લહેર માને છે, પણ શું થશે? તે ખ્યાલમાં નથી. “પૂછતા નર પંડિતા.” જિજ્ઞાસા હેય તે માર્ગ હાથ આવે. નહીં તે ફરે. પહેલાંના અને સંસ્કાર ચાલતા આવતા. મનુષ્યભવ મેક્ષ માટે જ છે એવું તેમના લક્ષમાં રહેતું. ચેતવું એમ લાગતું. હવેના જીવને જિજ્ઞાસા નથી. પૈસા વગેરે પાઈ પણ સાથે ન આવે. ક્યાં ગામ હતું? ક્યાં જન્મ્યા હતા? કંઈ યાદ ન રહે. એ બધામાં જીવ ગૂંચાઈ ગયું છે. મનુષ્યભવમાંથી શું સાથે લઈ જઈશ? તેને વિચાર આવતું નથી. એવા વિચારો પોતાને માટે કરવાના છે. બે સાંભળીને એકાદ વચન પકડી લેવું. વિચારવું.
જીવને મોક્ષની ખબર નથી. મેક્ષ મેક્ષ એમ કહે છે, પણ એની ખબર નથી. નય વગેરે સાંભળીને પંડિત થવાનું નથી, પણ પિતાની ભૂલ કાઢવાની છે. પર્યાયાર્થિકનાં સાંભળે તે પર્યાયટણ ઓછી કરવી. આત્મદ્રવ્ય પર લક્ષ થાય તે “સર્વ જીવ છે સિદ્ધ સમ,” એમ થાય. આત્મ જ્ઞાનસ્વરૂપ છે. પરની અપેક્ષાએ આત્મા નાસ્તિત્વરૂપ છે, સ્વની અપેક્ષાએ આત્મા અસ્તિત્વરૂપ છે. ભગવાનને કહેલે રસ્તે નર્યને છે, તે રૂપ આત્માને માને તે પછી ભલે આખું જગત કહે કે આત્મા નથી, તે પણ એની શ્રદ્ધા ન ફરે. સદ્દગુરુ વગર ચાલે એવું નથી. એમના એમ નય પડીથી શીખે તેથી કંઈ ન થાય. પુરુષને રોગ થાય, આત્મભાવના જાગે, આત્મા નિર્મળ થાય, ત્યારે એ સાધને કામમાં આવે. આત્માને અને દેહને જુદા પાસે તે ખબર પડે કે –
“ભાસ્ય દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન;
પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન.” આત્માનાં કેવાં લક્ષણો છે અને દેહનાં કેવાં છે? એ બધાં જાણી શકાય અને બુદ્ધિમાં ઊતરી શકે તેવી ભગવાને વાત કરી છે. કૃપાળદેવે આત્મસિદ્ધિમાં બધું ભરી દીધું છે. કર વિચાર તે પામ” એક ગાથામાં મર્મ બતાવી દીધું છેઃ
“ટે દેહાધ્યાસ તે, નહીં તો તું કર્મ
નહીં ભક્તા તું તેહને, એ જ ધર્મને મર્મ.” વિચારે તે કંઈ શોધવું ન પડે. દેહ માત્ર સરોગ છે, વળી જડ રૂપી, દશ્ય. આત્માનાં લક્ષણ દેહનાં લક્ષણથી જુદાં છે. આત્મા સંયેગી નથી, જડ નથી, રૂપી નથી, દશ્ય નથી.
દેહ છે તે બેખું છે તે કંઈ કામ ન આવે. આત્મા છે તે કામને છે. અભિમન્ય છે કેઠામાં માહિતગાર હતું, તેથી જીતી ગયે. પણ છાણુમાટીના કોઠાને જાણ ન હતું તેથી ગૂંચાયે. માટે માહિત થવાનું છે. દેહને દેહ જાણુ. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, એ જે કરે છે તેને ભગવે છે, મોક્ષ છે, તેના ઉપાય છે. એ છ પદમાં માહિતગાર થાય તે ન ગૂંચાય. બધું જ્ઞાની પાસે છે. આત્માની વાત કામની છે. બીજી પંચાતમાં ન પડવું. બીજામાં પાર આવે એવું નથી. ઉલ્લાસભાવ આવશે ત્યારે થશે. સાચી વસ્તુ પકડાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org