________________
૧૧૬ શ્રીમદ્ સ, આ. અગાસ, આસો વદ ૩, ૨૦૦૮ આ મનુષ્યભવ મળે છે તે કાચની શીશીની જેમ ફૂટી જાય એવે છે. આધિ, વ્યાધિ, ઉપાધિ માથે પડ્યાં છે. જે કઈ ઉદયમાં આવે તે જવા આવે છે. દેહ પણ જવાને છે. જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું. મંત્રમાં ચિત્ત રાખવું, મનુષ્યભવની અમૂલ્ય ક્ષણો છે. વૃથા ન જવા દેવી. એમને એમ પ્રમાદમાં દિવસો જાય છે. પહેલેથી જ સાચવીને આયુષ્ય ગાળવું. બાળક તે બાળક ન રહે, યુવાન તે યુવાન ન રહે. બધાય કાળની સન્મુખ જાય છે. મનુષ્યભવમાં પ્રમાદ કરવા જેવું નથી. વિચાર કરીને પગલું ભરવું. કૃપાળુદેવ સમ્મત કરે એવું જ પગલું ભરવું. ધર્મ વગોવાય નહીં એ સાચવવાનું છે. મુમુક્ષુ થયે તે મુમુક્ષુપણું સાચવવું. માત્ર મોક્ષ અભિલાષ.” સંસાર ભગવે અને મેક્ષ મેળવ એ તે ત્રણે કાળમાં ન બને. ઝેર જે સંસાર છે. ડરતા રહેવાની જરૂર છે. અનંત ભવનું સાટું વળી રહે એ આ મનુષ્યભવ, આજ્ઞા, સાચું શરણું મળ્યાં છે. હવે પ્રમાદ કરીએ તે આપણે વાંક. જેટલું જીવવા મળ્યું તે છૂટવા માટે જીવવું. ન છુટાય તે પણ ભાવના તે એ કે મારું નથી. અનંત ભવથી હું ને મારું કરે છે. કર્મ અનંત પ્રકારનાં એ શાથી જાય? એવી ફિકર મુમુક્ષુને લાગવી જોઈએ. જીવને પુરુષનું શરણ એ જ આધાર છે, આશ્રય છે. સાચું શરણું મળ્યું હોય તે મેક્ષ થાય. ભરતચક્કીના કેટલા પુત્રો હતા! તે બધાને જાતિસ્મરણ થયું તેથી સંસારથી ભય પામ્યા અને બેલે પણ નહીં. લેકે કહે કે બધા ગાંડા છે. પછી ભગવાન પાસે દીક્ષા લીધી અને મોક્ષે ગયા.
વધારે ડાહ્યો વધારે લૂંટાય. હું કંઈ જાણતું નથી એવું કરવાનું છે. જ્ઞાનીની સરખામણીમાં આ જીવની પાસે શું છે? અચિંત્ય તુજ માહાભ્યને, નથી પ્રફુલ્લિત ભાવ.” કૃપાળુદેવે મેક્ષમાળા સોળમા વર્ષમાં લખી. તે મોટા વિદ્વાનોને ચકિત કરી નાખે તેવી છે. તત્ત્વાવબોધના પાઠ એવા છે. શિક્ષાપાઠ ૮૪માં લખ્યું છે કે વિશ લાખ જેનની વસ્તી છે, તેમાં નવતત્વને બે હજાર પુરુષે પણ માંડ જાણતા હશે. અને વિચાર કરનારા તે બહુ જ શેડ છે. મુનિએ કેટલાક નવતત્વને જાણતા નથી, તે સમ્યક્ત્વની તે વાત જ કયાંથી? આવી જૈનની દશા થઈ ગઈ છે. એને ઉદ્ધાર કરવા કૃપાળુદેવે બીડું ઝડપ્યું.
ક્રમે ક્રમે કરી બધું ભૂલી જવું. એક જ્ઞાની સાચા છે. તેના પગલે પગલે ચાલવું. આ કળિકાળમાં જ્ઞાનીનું શરણ ન રાખે તે ક્યાંય ચઢી જાય. મરતાં સુધી સાચું શરણ મળ્યું છે તે છોડવું નહીં.
૧૧૭ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૪, ૨૦૦૮ ક્ષણે ક્ષણે બધું પલટાય છે. બાળક તે બાળક ન રહે. આપણે જ્યાં છીએ ત્યાંથી આગળ ચાલીશું તે બધું સમજાશે.
હું મારું હૃદયેથી ટાળ, પરમારથમાં પિંડ જ ગાળ.” હું, મારું' કાઢી નાખવું. જાગૃતિ રાખે તે ખસે એવું છે. ક્રોધ, માન, માયા, લભનું કુળ શું આવે? નરક આવે, અને એને નાશ, અપરિચય કરે તે થાય. જવ ધારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org