________________
૨
બધામૃત સારું કરે છે. પ્રભુશ્રીજીનું ઉદય પ્રમાણે વર્તન હતું. ઘણા પૂછે પણ ઉદય ન હોય તે ન બેસે.
આ જોગ મળ્યા છતાં આમ કરુ તેમ કરું કરે છે. મેક્ષને માર્ગ ગમ બહુ દુર્લભ છે. મિથ્યાત્વ મંદ થાય ત્યારે કંઈક ગમે. ઘણે સત્સંગ હોય તે ધર્મની ગરજ જાગે. ગમે તે રીતે જાગવું જોઈએ. પિતે પિતાને જાણ જોઈએ. મારે આ કરવું છે એમ જે હદયમાં થાય તે થાય. સારાં નિમિત્ત રાખવાં. ઘણું વિઘો આડાં આવે છે. જેને નિવૃત્તિ હોય તેને વેગ ન હોય. જેને વેગ હોય તેને નિવૃત્તિ ન હોય કે યોગ્યતા ન હોય. નિવૃત્તિ હાય અને વેગ હોય, તે સાથે મેગ્યતા પણ હેય તે ગૌતમસ્વામી જેવું થઈ જાય. ભગવાન સાથે વાદ કરવા આવતાં પહેલાં તેમણે ગણધરની લબ્ધિ પ્રાપ્ત કરી હતી. તેથી જેમ પારસ અને લેતું અડે તે સેનું થાય તેમ થયું. જ્ઞાનીનાં વચને કાનમાં પડે, રુચે તે જાગે. આ વચને મારે માટે કહે છે, હું ઊગું છું, મને જાગ્રત કરવા કહે છે, એમ થાય તે જાગવાનું થાય.
| વાસુદેવને તીર્થકરને યોગ થાય અને પછી નરકમાં જાય. ત્યાં પસ્તાય કે મને તીર્થકરને વેગ થયે છતાં મેં કંઈ કર્યું નહીં. પસ્તાયાથી જીવને જાતિસ્મરણ થઈ જાય. દુઃખ દેખે ત્યારે જીવને પ્રત્યક્ષ ખબર પડે કે મારી માન્યતાનું ફળ બેઠું છે. જ્ઞાનીના કહ્યા પ્રમાણે માન્યતાનું ફળ સારું છે. દિગંબરીમાં કેટલાક માને છે કે ક્ષાયિક સમકિત હોય છતાં નરકગતિ બંધાઈ હેય તે પહેલી નરકે જાય. કેટલાક માને છે કે ત્રીજી નરકે જઈ શકે. તીર્થકર નામકર્મ બાંધ્યું હોય તે ક્ષાયિક સમકિત હોય જ એમ નથી, ક્ષપશમ સમક્તિ પણ હોય. કૃષ્ણ ત્રીજી નરકમાંથી નીકળશે ત્યારે મનુષ્યભવમાં કઈ યોગ ન મળ્યા છતાં ક્ષાયિક સમતિ પામશે. તીર્થકર શાયિક સમતિ અને ત્રણ જ્ઞાન સહિત જ જન્મ એમ કંઈ નક્કી નથી. ક્ષાયિક તે ભ પણ થાય. એકાંતે ભગવાને કશું કહ્યું નથી. અમુક અપવાદ હોય છે તેની જીવેને ખબર નથી. કશાયને આગ્રહ રાખવા જેવો નથી. ભગવાન કહે તે સાચું, કારણ કે શાસ્ત્રો સમુદ્ર જેવાં છે. હું કંઈ જાણતું નથી, એમ રાખવું.
પ્રભુશ્રીજી કહેતા કે રિદ્ધિસિદ્ધિને તે લાત મારીને કાઢી મૂકી છે. રોગ જેવી જાણતા હતા. ગાંડા જેવા ફરતા. ઘણી વખત હું આણંદથી પ્રભુશ્રીજીને પ્રશ્નો પૂછવા માટે આવતે પણ પછી સેવામાં રહેતે કે બધું ભૂલી જવાતું. વિકલ્પ શાંત થતા. ત્યાં બેસતાં કશું જોઈતું નથી એમ થતું. બધું જગત ભૂલી જવાતું. મહાપુરુષના યેગે જીવને વગર ઉપદેશે
ધ પ્રાપ્ત થાય છે. કંઈ કહે નહીં, કરે નહીં તેય. પ્રભુશ્રીજી સ્ટેશને જતા, ત્યાં બેઠા બેઠા દેરાની આંટી કાઢે અને વિંટાળે. અમે કહીએ કે અમને આપે તે અમે વીંટીએ, તે કહે ના, તમારાથી ન થાય. બહુ શાંત હતા. બિલકુલ શમાઈ ગયેલા, ઠરી ગયેલા.
આત્મા જ પરમાનંદરૂપ છે. એમ જાણે તે બીજી વસ્તુઓમાં આનંદ ન આવે. આત્મા જેવા છે. કર્મ છે તેને જુએ છે તે મૂકી આત્મા જુએ તો ધર્મ છે.
સમક્તિની પાછળ પડે તે કામ થાય. મેહના પડખામાં જાય તે ભૂલી જાય. જ્ઞાની બંધાવાના કામીને છોડતા નથી. “દીનબંધુની દષ્ટિ જ એવી છે કે છૂટવાના કામીને બાંધવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org