________________
સંગ્રહ જુ
રાહ થેલી પૃથ્વીમાં ઘણા જ છે એ વગેરે સમજાય. જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું તે બધું પાંસરું થશે. સાથે શ્વાસોચ્છવાસ લે, સાથે આહાર લે, સાથે જન્મે, સાથે મરે એવા સાધારણ વનસ્પતિકાયના જીવો હોય છે. કર્મ છે તે પુદ્ગલ છે. ચેતનમાં અનંત શક્તિ છે, એવી જડની પણ અનંત અચિંત્ય શક્તિ છે.
વસ્તુ વિચારત યાવતે, મન પામે વિશ્રામ;
રસ સ્વાદત સુખ ઊપજે, અનુભવ યાકે નામ.” (નાટક સમયસાર) વૃત્તિ બીજે ભટકે છે તે રેકાય અને આ ભગવાને કહેલાં વચને વિચાર કરે તે અંતરંગવૃત્તિ થાય. ભગવાનના કેવળજ્ઞાનનું માહાસ્ય લાગે તે માટે પરવસ્તુઓનું વર્ણન કર્યું છે.
મેહ એ છે કરો. બીજા કામમાં જીવ કુશળ છે, પણ આમાં કંઈ કરતું નથી. જે કંઈ સાંભળીએ તે વિચારીએ. જ્ઞાની લે છે તે વચન બીજા પણ બોલે છે. જ્ઞાનીનાં વચન જીવને મેક્ષ ભણી પ્રેરે છે અને બીજાઓનાં વચને સંસાર ભણું વાળે છે.
૧૦૭ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૬, ૨૦૦૮ વૃત્તિઓને રોકવા આયંબિલ કહ્યું છે. આયંબિલ છે તે શરીર સારું હોય તે કરવા જેવું છે. એમનું એમ તે કરે નહીં, પણ પર્વને દિવસે કરવાના ભાવ થાય છે. પાંચે ઈન્દ્રિયે જીભથી પિષાય છે. રસને જીતે તે તપ છે. એ જીતે તે બધી ઇન્દ્રિયે વશ થાય. નીરસ ભેજન કરે તે તપ થાય.
જ્ઞાનીની આજ્ઞાથી જે સ્મરણ મળ્યું છે, તે સમરણમાં ચિત્ત રાખવું. એ કર્મથી છૂટવાને રસ્તે છે, સમાધિમરણનું કારણ છે. પરમાર્થ સમજવાની કાળજી રાખે તે સમજાય. જીવને વિવેકબુદ્ધિ આવે તે મોહ ન થાય. પિતાની મેળે તે ઘણું કર્યું છે, પણ જ્ઞાનીની આજ્ઞામાં જેટલે કાળ જાય તેટલે લેખામાં છે. આ મનુષ્યભવ સફળ કરવાનું કારણ જ્ઞાનીની આજ્ઞાનું આરાધન છે. રસ્તામાં જતાં આવતાં પણ સ્મરણ કરે તે ઘણું લાભ થાય. એક ક્ષણ પણ નકામી ન જાય એવું થાય. વીશ દેહરા તે પા કલાક મળે ત્યારે બેલાય. પણ આ તે ઊઠતાં–બેસતાં પણ કરાય.
૧૦૮ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૭, ૨૦૦૮ પ્રશ્ન–આયંબિલ કર્યું હોય અને રસવાળા પદાર્થોમાં મન જતું હોય તે શા વિચાર કરવા કે જે વિચારથી મન ત્યાં ન જાય?
પૂજ્યશ્રી–ઘણું ખાધું છે. ખાધેલું શું થાય છે?—વિષ્ટા જગત એંઠવાડા જેવું છે. “સકલ જગત તે એડવત્ ” આત્માનું હિત થાય એવું વિચારવું. ઘીથી હિત છે કે જ્ઞાનીનાં વચનથી? જ્ઞાનીનાં વચનથી આત્માનું હિત છે તે મારે ઘી નથી ખાવું. શું કરવા આવ્યું છું અને શું કરું છું? એ વિચારવું. જવને ટેવ પડી ગઈ છે, પણ એનું ફળ શું આવશે એની ખબર નથી. કલ્પનાએ કે લેકના કહેતા કહેતી રસમાં લુખ્ખાય છે. રસને જીતે તે જ્ઞાનીનાં વચનમાં રસ આવે. અભયદેવસૂરીને આયંબિલ કરવું ઠીક પડ્યું. બાર અંગની ટીકા લખતાં સુધી આયંબિલ જ કર્યા. આત્મા ભણી જાય તે લાભ થાય. ભારે ખાધું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org