________________
શાકાત
કરી હતી તેથી આ સત્સંગ મળે છે. હવે ભાવના સારી કરશે તે સારુ મળશે.
પહેલામાં પહેલું કરવાનું સમ્યગ્દર્શન; તે મિક્ષ થાય જ. જીવ સમજે તે સહજ છે, નહીં તે અનંત ઉપાયે પણ નથી. આખા સંસારનું કારણ હું દેહ છું” એ ભાવ છે. હું દેહ નથી” એટલું કરવાનું છે. સડી પડી જાય એ આ દેહ છે. મળમૂત્રથી અપવિત્ર છે. તેમાં કર્મના સંગે રહેવું પડે છે. આ દેહથી હું ભિન્ન છું એવી ભાવના કરવાની છે. સાંભળીને ભાવના કરવી. સૂતી વખતે ભાવના કરે, સવારમાં ભાવના કરે, એમ અભ્યાસ કર્યો દેહથી ભિન્ન આત્મા લાગે. સાચા ભાવ કરવાના છે.
કથાઓમાં આવે છે કે કેટલાક ભક્તો દિવસમાં ભગવાનને એક વખત સંભારતા, ત્યારે એવા ભાવ થતા કે દેહનું ભાન ભૂલી જતા. કેટલાક ભક્તો બે વખત ભગવાનને સંભારતા, કેટલાક ત્રણ વખત. એમ અભ્યાસ કરતા. આમ ટેવ પડી જાય તે દેહ ભુલાય. આ બધા રસ્તા અભ્યાસ પાડવા માટે છે. એમ કરતાં કરતાં જીવને બળ આવે છે. અભ્યાસ કરે તે જડ જે હોય તે પણ વિદ્વાન થઈ જાય. તેમ “હું આત્મસ્વરૂપ છું, દેહ નથી એ અભ્યાસ કરે તે એ દશા આવે, હું દેહ નથી એમ થાય. દેહ મડદું છે. સત્સંગની જીવને જરૂર છે. ઘણા સત્સંગની જરૂર છે. સમભાવ રાખે.
મુમુક્ષુ–સમભાવ રહેતો નથી.
પૂજ્યશ્રી–સમભાવ ન રહે પણ ભાવના તે કરાય ને કે હે ભગવાન, મને સમભાવ રહે? સવારમાં ઊઠી ભાવના કરવી, પછી ફરી સાંજે ભાવના કરવી, ફરી સૂતી વખતે ભાવના કરવી, એમ અભ્યાસ પડે તે વારંવાર સાંભરે. “છે દેહાદિથી ભિન્ન આત્મા રે” એમ સાંભળ્યું તે હું દેહ નથી એમ કરવું, કશું આડાઅવળી કરવું નહીં. જીવ સંકલ્પ વિકલ્પ કરે છે, મારું કપડું એમ કરે છે, પણ કપડું તે ફાટી જવાનું છે. છતાં જીવ સંકલ્પવિકલ્પ કરી કર્મ બાંધ બાંધ કરે છે. આ દેહ અપવિત્ર છે, મળમૂત્ર-લેહીથી ભરેલ છે, તેમાં કર્મના સાથે રહેવું પડે છે. પણ એથી હું ભિન્ન છું, એવી વારંવાર ભાવના કરવી. - જ્યાં ચહ્યો છે ત્યાંથી ઊઠ, એમ જ્ઞાની કહે છે. અપ્રતિબંધ અને અસંગ એ પુરુષાર્થ છે. જ્યાં જ્યાં જીવ રાગ કરે છે તે બધું કલ્યાણના માર્ગમાં પ્રતિબંધ છે, તે છેડવાનું છે. અને જ્યાં જ્યાં સંગ કર્યો છે તે છોડવાને છે. પ્રતિબંધ દૂર કરે અને અસંગ થવું એ કર્મ જીતવાને રસ્તે છે. એક પરમાણુ પણ મારું નથી. જેમ જેમ મમતા છૂટશે તેમ તેમ બધું છૂટશે.
૧૦૬ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૫, ૨૦૦૮ સમ્યગ્દષ્ટિને પુણ્ય હેય તે ગમે નહીં.
ધર્મજનિત પણ ભગ ઈહિ તેમ, લાગે અનિષ્ટ તે મનને રે.” (પાંચમી દષ્ટિ) દેવલેક પણ એને અનિષ્ટ લાગે એ સમ્યગ્દર્શનનું મહાસ્ય છે. પુણ્યના યોગે એને નિવૃત્તિ ન મળે તેથી અનિષ્ટ લાગે. જીવ બળિયો થાય તે સમ્યક્ત્વ નવ સમયમાં મોક્ષે લઈ જાય. મને ખબર નથી પણ જ્ઞાનીએ જાણ્યું તે સાચું. આત્માને સ્વભાવ જેવો છે તે સમજાય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org