________________
સંગ્રહ ૪
સાંભળ્યું, પણ સાંભળીને કર્યું શું? જ્ઞાનીનું એક વચન પણ પકડાય તો તેની માઠી ગતિ ન થાય. એ સાંભળ્યું તે કામ કરી લેવું. તે ફરી પુરુષને વેગ એને થાય. ભલે માંસ ન ખાવાની પ્રતિજ્ઞાની પકડ કરી તે દેવ થયે, શ્રેણિક રાજા થયે ત્યારે અનાથીમુનિ મળ્યા ત્યાં સમ્યક્ત્વ પામ્ય, મહાવીર ભગવાન મળ્યા ત્યારે તીર્થકરનેત્ર બાંધ્યું. વિશ્વાસ આ તે પછી ભલેને નરકગતિ આવી, પણ મેક્ષ થશે. આ બધું ફળ સત્સંગનું છે. જ્ઞાનીને યેગ મળ દુર્લભ છે. સત્સંગ થયો હોય તે વિશ્વાસ આવે કે આત્મા છે અને એ વિશ્વાસથી જ મેક્ષ થાય છે. સાચી વસ્તુને વિશ્વાસ આવે તે મેક્ષ થાય.
જ્ઞાનીએ આત્મા જાણે છે, પ્રગટ કર્યો છે. મારો આત્મા પણ એ જ છે. એમ પક્ષ શ્રદ્ધા થાય તે પછી પક્ષમાંથી પ્રત્યક્ષ થઈ જાય. મજીઠને રંગ કપડું ફાટી જાય પણ જાય નહીં. એ ધર્મને રંગ દઢ કરવાનું છે. દેહ જાય પણ સમ્યકત્વ ન જાય એવું કરવાનું છે. આત્માર્થમાં બેટી થવું. આત્માનું હિત થતું હોય તે ભલે ભાલાના વરસાદ વરસે, તેય ખસવું નહીં અને સાચાં મેતીની લહાણી મળતી હોય તે પણ અસત્સંગમાં જવું નહીં.
૧૦૫ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૪, ૨૦૦૮ મનુષ્યભવમાં પણ જીવ મતમતાંતરમાં ક્યાંય મળી રહે છે. મધ્યસ્થબુદ્ધિ બહુ દુષ્કર છે. આગ્રહ થઈ ગયા પછી મટવે બહુ મુશ્કેલ છે. બાંધેલું છે, તે ભોગવવું પડે છે. પિતે કરે છે અને પિતાને ભેગવવું પડે છે.
કૃપાળુદેવ દેવના દેવ છે. નિસ્પૃહ થઈ જવું. આ જગતમાંથી કશું જોઈતું નથી. થવું હેય તે થાઓ રૂડા રાજને ભજીએ. કૃપાળુદેવનું શરણું મળ્યું છે તે મોટી વાત છે.
વાંચવામાં કાળ ગાળ. બીજું બધું ભૂલી જવાનું છે. જગતની બધી વસ્તુઓ ભૂલી એક મંત્રમાં ચિત્ત રાખવું. શ્રદ્ધા એક ભગવાનની રાખવી.
“ધિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર એટ.” (આ. ૧૩) સંકલ્પ-વિકલ્પ આવે તે મંત્રમાં ચિત્ત રાખવું. એમ છતાં ન મટે તે મોટેથી મંત્રની ધૂન લગાવવી. એમ જીવ જે બળવાન થાય તે સંકલ્પવિકલ્પ નહીં આવે. સંસાર જ એ છે. ચારે ગતિમાં દુઃખ છે. કેટલું ભટક્તાં ભટકતાં મનુષ્યભવ મળે છે. આ મનુષ્યભવમાં આ ભૂમિ, આ ચેગ મળે છે, તેમ છતાં સંસાર એ છે કે એને જંપવા ન દે.
ધર્મ છે તે જીવને સુખનું કારણ છે. ધર્મમાં વૃત્તિ રહે તેટલું જગત ભુલાય છે. સપુરુષના ગે કંઈક સમજણ કરી લેવાની છે. દેખાય છે તે બધું નાશવંત છે. તેમાં જીવ મમતા કરે છે, કલ્પના કરે છે. કલ્પના કર્યા વગર રહેતું નથી. સંકલપવિકલપથી કર્મો બંધાય છે. તેનું કારણ વૈરાગ્યની ખામી છે. કેટલાં દુખ ભગવ્યાં છે, પણ તેને ખ્યાલ નથી. આ મનુષ્યભવમાં કર્મ છોડવાને લાગે છે. ચેતે તે થાય. સારું આલંબન હોય તે ફિકર ન થાય. સહજ સ્વભાવે જે થાય તે જોયા કરવું. ભાવના કરવી કે સમભાવ મને રહે. સમભાવ રહે તે મારા આત્માનું કલ્યાણ થાય. ભાવના કરે તેવું થાય. પહેલાં ભાવના
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org