________________
૨૧૬
બેધામૃત સંસારમાં ઘણા ખાડખાચરા છે. સ્વચ્છ દે વર્તવાથી વૃત્તિઓ ક્ષય થતી નથી, પષાય છે. સ્વચ્છદ જ પિોષાયા કરે છે. પિતાને ઠીક લાગે તેમ વર્તે તેથી અહંકાર વધે, ડહાપણુ વધે. કંઈક સરલ જીવ હોય અને કંઈક રિદ્ધિસિદ્ધિ પ્રગટે, તે પછી પડે તે વધારે પછાટ લાગે. સ્વચ્છંદનાં પરિણામ આવાં આવે છે.
છ પદની શ્રદ્ધા જેને થાય છે તેને સમ્યગ્દર્શન થાય છે. એ મૂળ વસ્તુ છે. એમાં શંકા કરવા જેવું નથી. છ પદને નિર્ણય થયો તે પછી એને શંકા ન થાય. કદાચ થાય તે આશંકા કહેવાય છે. છ પદમાં જે શંકા થઈ તે મિથ્યાત્વ આવે અને ક્યાં સુધી આવશે તેની ખબર નથી. ખાવું પીવું અને લહેર કરવી એમ થઈ જાય. આત્મા છે એમ માને ૫ણું વિચાર કરી નિર્ણય ન કર્યો હોય તે ફરી જાય. જે સંગ મળે તે થઈ જાય. માટે કહ્યું છે કે “કર વિચાર તો પામ.” વિચાર વગર એમનું એમ માની બેસે તે ફરી જાય. એથે ન માનવું, એમ નથી. સ્યાદ્વાદ છે. જેટલી જેટલી યોગ્યતા વધે તેટલા તેટલા વિચાર આવે છે.
મતિ-શ્રતને ઈન્દ્રિયેનો આધાર છે. જ્ઞાન માત્ર આત્માનું છે. શ્રુતજ્ઞાન છે એમાં અનુમાન છે. મન:પર્યાવજ્ઞાનમાં અનુમાન નથી. મન:પર્યાવવાળાને ઈન્દ્રિય અને મનની જરૂર નથી રહેતી. આત્માથી જાણે છે. અતીન્દ્રિય જ્ઞાનથી જાણેલું ખોટું પડતું નથી. સમ્યક્રવ પ્રાપ્ત કર્યું હોય અને વમે નહીં તે વધારેમાં વધારે સાત ભવ દેવના અને આઠ ભવ મનુષ્યના કરી મિક્ષે જાય. સમ્યગ્દર્શન જેને થયું છે તે વહેલે મેડે મેક્ષે જાય. વમે તે વધારેમાં વધારે અર્ધપુદ્ગલપરાવર્તન થાય. - સમ્યફવનાં લક્ષણ કષાયની ઉપશાંતતા તે શમ, મોક્ષ ભણી વલણ થાય તે સંવેગ, સંસાર ઝેર જેવું લાગે તે નિર્વેદ, જ્ઞાનીનાં વચનામાં તલ્લીનતા તે આસ્થા અને પિતા પર અને બીજા પ્રાણીઓ પ્રત્યે દયા તે અનુકંપા. પિતાના આત્મા પ્રત્યે તે વિશેષ દયા રાખે. અત્યારે જવ આત્માને વેરી થઈને વર્તે છે. આત્માને ઉદ્ધાર કરવાનું છે. જ્ઞાનીની શ્રદ્ધા થાય, બંધ થાય તે પિતાના આત્માની દયા આવે. મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ, સપુરુષમાં શ્રદ્ધા એ બધું પિતાના આત્માની દયા જાગે ત્યારે થાય છે.
પ્રશ્ન–પરમાણુ જેવી સૂમ વસ્તુનું, ધર્મારિતકાયનું, કર્મગ્રંથિનું જે વર્ણન કર્યું છે તેનું શું કારણ છે?
- પૂજ્યશ્રી–જીવ નવરે પડે તે ઘણું કર્મ બાંધે. કંઈક હાથમાં કામ આવે ત્યારે એનું મન સ્થિર થાય. સૂકમમાં સૂક્ષમ વર્ણન હોય તે વિચાર કરવો પડે. આ કર્મો કેમ બંધાય છે? કેમ ઉદયમાં આવે છે? એ જ્યારે જાણે ત્યારે લાગે કે અહો! કેવળજ્ઞાનથી કેવું જાણ્યું છે ! એ કહેવાનાં સાત કારણે છેઃ (૧) જેમ છે તેમ કહેવા માટે (૨) તે વસ્તુએના વિચાર કરવા માટે (૩) તે વસ્તુની માન્યતા કરવા માટે () સમ્યકત્વ થવા માટે (૫) જીવદયા પાળવા માટે (૬) જ્ઞાન થવા માટે અને (૭) દેશો ટાળી મુક્ત થવા માટે.
જીવ મુક્ત થાય તેને માટે બધાં વર્ણને છે. “સપુરુષને વેગ દુર્લભ છે એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org