________________
૨૧૪
બેધામૃત હવડાવવો વગેરે કરવું પડે છે.
૧૦૨ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા વદ ૦)), ૨૦૦૮ જીવને સંસારમાં રુચિ થાય છે. સંસારનાં કારણોમાં રુચિ છે તે પલટાઈને મોક્ષનાં કારણેમાં રુચિ થાય તે સમ્યગ્દર્શન છે. મારે શું કરવાનું છે એ લક્ષ રાખે. આ લકની અલ્પ પણ સુખેચ્છા.” (૨૫૪) એ ખામી છે, તે મટાડવી. “હૈ ઈચ્છા દુઃખમૂલ” (હા--૧-૧૨). દુઃખી થવું હોય તે ઈચ્છા વધારે કરવી. સુખી થવું હોય તે ઈચ્છાઓ ઓછી કરવી. ઈચ્છાઓ થાય એવા નિમિત્તથી દૂર રહેવું. નિમિત્તવાસી જીવ છે. દેખાદેખી ઘણું ટેવ પડે છે અને ઇ છાઓ થાય છે. પાપની પ્રવૃત્તિઓ કવી. પાપથી ડરતા રહેવું. પાપ બાંધવા ઇન્દ્રિય મળી નથી. કેઈન બે વચન સાંભળી ક્રોધ થતો હોય તે કાન પર હાથ દેવા એમ કહેવાય છે ખાવું તે રવાદ માટે નહીં, પણ જીવન ટકાવવા. પાંચ ઇન્દ્રિયોને પોષવી નથી. આંખ મળી છે તે ભગવાનનાં દર્શન માટે છે. કાન મળ્યા છે તે ભગવાનનાં વચન શ્રવણ કરવા માટે. એમ દરેક ઇન્દ્રિયોને સળી કરી નાખવી. ઈન્દ્રિ છે તે જ્ઞાનદશાને રોકનારી છે. જ્ઞાનદશા થયા પછી એ જ ઇન્દ્રિયો મોક્ષના કામમાં આવે છે. પત્રો શીખ્યા હેઈ એ તે ફેરવીએ અને વિચાર કરીએ.
૧૦૩ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૧, ૨૦૦૮ પંચમકાળમાં વ્યાધિ પીવું વધારે છે. ધર્મધ્યાન થાય એવું નથી. કાળજી રાખે તે થાય. નહીં તે આજીવિકા માટે આ મનુષ્યભવ લૂંટાઈ જાય. જ્યાં હોઈએ ત્યાં સત્સંગ, સન્શાસ્ત્રનું વાચન રાખવું. ગરજ નથી. તેથી બીજા નિમિત્તે મળે તેમાં ભળી જાય છે. અસ્થિરતા બહુ છે. અસ્થિરતા વધે એવાં નિમિત્ત બહુ છે. પૂર્વનું આરાધકપણું નથી તેથી એમ થયું છે. જન્મમરણ માથે ફરે છે. જીવને મરવાનું સાંભરતું નથી. અંદરમાં એને જ્ઞાનીનાં વચન ચૂંટતા નથી. સાંભળ્યું હોય તે ન સાંભળ્યું થઈ જાય. કિંમતી વસ્તુ લાગી હોય તેની સંભાળ રાખે. મનુષ્યભવ કિંમતી વસ્તુ છે. ક્ષણ ક્ષણ જતાં બહુ વખત ગએ, પણ હવેનું સારું જીવવું છે. હવે તે કંઈક ગાંઠે બાંધવું. જવને સમજણ નથી. બીજામાં તણાઈ જાય છે. તુચ્છ વસ્તુનું જીવ માહાસ્ય માની તેમાં ને તેમાં રાઓ રહે છે. તુચ્છ વસ્તુઓથી જીવ ઘેરાઈ ગયો છે, તેથી આત્માનું માહામ્ય લાગતું નથી. નાશવંત વસ્તુઓ તો ગમે ત્યારે નાશ થવાની છે. એવી ને એવી ન રહે. પારકી પંચાતમાં ખોટી ન થવું. પિતાનું ખરું સ્વરૂપ છે તે જાણ્યું હોય તે ભવોભવમાં કામ આવે. પરભવમાં પણ સાથે આવે. પણ જવને માહાસ્ય નથી. સત્સંગમાં પિતાને કામની વસ્તુઓ સાંભળવા મળે છે. જરૂરની વસ્તુઓ વારંવાર સાંભળવામાં આવે તો માહાસ્ય લાગે. એ માટે ઘણા બોધની જરૂર છે. કેટલાય ભવની કમાણીરૂપ આ મનુષ્યભવ છે. તે પણ આ કળિયુગમાં ટૂંકા આયુષ્યવાળે છે કતરા કાગડાના ભાવમાં ભટકતાં ભટકતાં આ મનુષ્યભવ ઘણા પુણ્યના ભેગે મળે છે.
૧૦૪ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૨, ૨૦૦૮ ભગવાને દયાનું વર્ણન કર્યું છે. કોઈ પણ જીવને હણ નહીં. દુભવ નહીં. ચારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org