________________
સંગ્રહ કે
૨૧૩ હું શીખ્યો છું, એમ સામાન્ય કરી નાખ્યું છે. જાગ્યા ત્યારથી સવાર. મંડી પડવું. જે દેખાય છે તે બધું સ્વપ્ના જેવું છે. બધું ફરતું છે. આવું ને આવું રહેવાનું નથી. વિચાર કરે તે જગતમાં કાંઈ વિશ્વાસ કરવા લાયક નથી. લાગ આવ્યું છે માટે કરી લેવું. મનુષ્યભવ છૂટ્યો તે ફરી લક્ષ રાશીમાં ભટક ભટક કરશે. આટલી સામગ્રી ફરી મળવી મુશ્કેલ છે. પ્રભુશ્રીજી કહેતા કે તારી વારે વાર. તું ઢીલ કરીશ તે વાર લાગશે. ઢીલ કરવી તે એને હાથ છે અને ઢીલ ન કરવી એય એને હાથ છે. કાલે શું થશે એની ખબર નથી. વસ્તુને સ્વભાવ સમજાતું નથી. બધું પલટાઈ જશે. કેટલાય કાળથી ભટક ભટક કરતે આવ્યું છે. ભવ ઓછા થાય તેમ કરવાનું છે. તૃષ્ણા વધારી વધે અને ઘટાડી ઘો. બળતરા જીવને ઈચ્છા–તૃષ્ણાની છે. તે બહાર દેખાય નહીં. અંતરની શાંતિ સમજાઈ નથી.
આત્મા મરે નહીં. દેહ છૂટે, પણ આત્મા ન મરે. નિર્ભયપણું થયા વિના મોક્ષ થાય નહીં. અત્યારે જીવ બીજી વસ્તુઓમાં તણાય છે. પોતે કરશે તે પોતે પામશે. જીવ વિચાર કરે તે સમજાય કે જેણે ક્યું હોય તેને ભેગવવું પડે છે. દેહ છૂટી જાય તો બધું પડ્યું રહે. ઘર, સ્ત્રી શું સુખી કરશે? સુખ એનું નથી. આત્માનું સુખ છે. “સર્વ કલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાને ઉપાય એક આત્મજ્ઞાન છે.” (પ૬૯). ખરી મૂંઝવણ જીવને મેહની છે, મોહ જીવને મૂંઝવે છે, દુઃખી કરે છે, કર્મની પરાધીનતા સમજણથી ટળે છે.
“સમજ પીછે સબ સરલ હૈ, બિન સમજ મુશકિલ.” (હા. નો. ૧-૧૨) રાગદ્વેષથી જીવ બળે છે, તેને જ્ઞાનીનાં વચનોથી શાંત કરવાનો છે. શીતળીભૂત થઈ જાય એવું કરવાનું છે. દુઃખ આવે, કષ્ટ પડે, કઈ ભૂંડું કરે તે સમભાવ રાખે. કૃપાળુ દેવનું વચનામૃત વાંચવું. જ્યારે વાંચવું હોય ત્યારે કૃપાળુદેવની આજ્ઞા લઈ વાંચવું. પછી જ્ઞાની જાણે છે એમ રાખવું. હું સમજી ગયો એમ ન રાખવું. જ્ઞાની જાણે છે, એટલે લક્ષ રાખવો. વચનામૃતમાં પંચાસ્તિકાય(૭૬૬) શાંતિ આપે એવું છે, માટે વાંચવું, મુખપાઠ કરવું, ફેરવવું.
૧૦૧ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા વદ ૧૪, ૨૦૦૮ સંસાર ભગવો અને મેક્ષ મેળવ, બેય ન બને. કાળ એ છે કે જીવને કર્મ ગમ મુશ્કેલ છે. હું દુઃખી છું અને મારે છૂટવું છે, એવી ગરજવાળા છે ડા છે. જેમ ગરજ જાગશે તેમ જીવ પુરુષાર્થ કરશે. સ્મરણમાં ચિત્ત રાખવું. ક્ષણ પણ નકામી ન ગાળવી, ગમે તેમ થાય તો પણ આપણને સત્સાધન મળ્યું છે તે ન ચૂકવું. મન વારંવાર ભટકે છે તે ક્યાં જાય છે? તે તપાસવું. હિતકારીમાં જાય છે કે અહિતકારીમાં જાય છે? જે અહિતકારીમાં જતું હોય તે પાછું વાળવું. વારંવાર મનને સંભાળવું. અત્યારે દેડ છૂટી જાય તો કેવું થાય ?
દેહ અને આત્મા બન્ને જુદી વસ્તુઓ છે. આ શરીરના વિચારે છે તે આત્માને મારી નાખનાર છે. માત્ર આ દેહથી ધર્મ થાય છે તેથી તેને પોષ. દેહ સાથે પ્રીતિ કરવા ગ્ય નથી. માત્ર આ દેહ ભક્તિને માટે કામમાં આવે તે માટે એને આહાર આપે, ઊંઘાડ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org