________________
૨૧૨
બધામૃત કામમાં ઢીલ ન કરવી. કરી લેવું.
આત્મસિદ્ધિ, છ પદને પત્ર મેઢે કરવા. આ પણ આત્માના હિત માટે કરવું છે. માથે મરણ બધાને છે. કાળને ભરેસે નથી. માટે ચેતતા રહેવું. ઘરડા થઈશું ત્યારે ભક્તિ કરીશું, પણ આ કાળમાં તે નાના પ્રકારના રોગો, મરણ, વગેરે ઘડપણ આવે તે પહેલાં પણ થાય છે. જીવને સમજણ પ્રાપ્ત થાય, જ્ઞાનીને વેગ મળે, સાધન મળે, પછી પ્રમાદ કરવા જેવું નથી.
મધ્યસ્થષ્ટિ રાખવી. જેમ બને તેમ વહેલું કરી લેવું. જીવને કઈ પુણ્યના યોગે સાચી વસ્તુ હાથમાં આવે છે, પણ ટકાવી રાખે તે કામ થાય. પૂર્વનું પુણ્ય સારી વસ્તુ સુધી લઈ જાય પણ પુરુષાર્થ કરે એ વર્તમાનના આધારે છે. તેનું સાધન સત્સંગ છે. જેમ જેમ વિશેષ સત્સંગ કરે તેમ તેમ બળ વધતું જાય. અગમ્ય વસ્તુ છે તેથી માહાસ્ય લાગતું નથી. એ તે કંઈ સત્સંગમાં સાંભળે ત્યારે કરવા માંડે. ગુણે પ્રગટ થતાં સુધી પુરુષાર્થની જરૂર છે. સત્સંગ વારંવાર કરવાની જરૂર છે. ભાવ વર્ધમાન કરવાના છે. આજ કરતાં કાલે સારા ભાવ વધે તેમ કરવાનું છે. જ્ઞાની પુરુષોને “સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધતે હેય એવી દશા રહે છે.” (૩૧૩). જેમ જેમ સગુરુનું માહાસ્ય લાગે તેમ તેમ વિશેષ ભક્તિ થાય. અપૂર્વતા લાગે ત્યારે સ્વછંદ રેકાય. જ્યારે અપૂર્વતા લાગે ત્યારે હું કરું છું તે બધું બેટું છે એમ લાગે છે. જેટલી થાય તેટલી જ્ઞાનીની આજ્ઞા આરાધવી. સ્વચ્છદ રોકાય તે કેવળજ્ઞાન, મેક્ષ બધું થાય. જીવની પાસે પ્રેમની મૂડી છે, તે ઠેકાણે ઠેકાણે વેરી નાખી છે. તે સદ્ગુરુ પ્રત્યે જોડવાની છે. બધાને આધાર ભાવ ઉપર છે. ભાવ વર્ધમાન થવાનું કારણ સારાં નિમિત્ત છે. પિતાની વૈરાગ્યઉપશમ દશા અને પુરુષને ગ એ બેય કામ કરે છે. કારણ મળે તે કાર્ય થાય.
“ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત;
પામે નહીં સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત.” અહંભાવે ચઢી ગયે, સ્વચ્છેદે ચઢી ગયે, તે ગમે તેટલાં શાક ભણે તેય પાર ન આવે. વિનય ગુણ મટે છે. વિનય, સદાચાર વગેરે વારંવાર સેવવાં. આ કાળમાં સદ્વિવેક, વિનય, આજ્ઞાઆરાધન એ બધાં ઘટતાં જાય છે. આત્માર્થીનાં લક્ષણ કેવાં છે?
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ-અભિલાષ;
ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થનિવાસ.” જ્યાં સુધી ક્રોધમાનાદિમાં તણાય ત્યાંસુધી આત્મા ભણી ક્યાંથી વળાય? ત્યાં સુધી આત્માર્થી કેમ કહેવાય ? આત્માથ થવું હોય તે ઇન્દ્રિયને જીતવી પડશે. કષાય શમાવવા પડશે. શું કરવા આવ્યો છું, તેની ખબર નથી. મેળો છે. ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાને છે. આ કાળમાં આયુષ્ય, શક્તિ ઓછાં છે. ભલે કલિકાલ છે, પણ જ્ઞાની પુરુષનું કહેલું પકડ્યું તો આગળ વધાય, ડહાપણ કરવું નથી. એની પાછળ પડવું પડે છે. વીશ દેહરા, યમનિયમ વિચારે તે બધાય ગુણ પ્રાપ્ત થઈ સમ્યક્ત્વ પ્રગટે. આ તો મેં સાંભળ્યું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org