________________
સંગ્રહ ૪
૨૧૧ ઝેર ઉતરી જાય. આ જીવની સમજણનું ઠેકાણું નથી, માટે કૃપાળુદેવનું શરણું રાખવું. પ્રમાદ ન કરે. જાગ્યા ત્યારથી સવાર. હવે તે “સહજત્મસ્વરૂપ પરમગુરુની ધૂન હાલતાં ચાલતાં લગાવ છે. પ્રભુ પ્રભુ લય લગાડ્યા વિના છૂટકો નથી. હરતાં ફરતાં સ્મરણ કર્યા કરવું.
૯૯ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા વદ ૧૧, ૨૦૦૮ એક ક્ષણ પણ નકામી ન જવા દેવી. મરણભક્તિ કરવી. રેજ શીખવા ગેખવાનું રાખવું. જેને બ્રહ્મચર્ય વ્રત આવ્યું છે તેણે તે ખૂબ ગેખવું, શીખવું. એમાં જ કાળ ગાળવે. પ્રમાદ ન કરે. ગાડીમાં બેઠાં હેઈએ ત્યારે બીજા વાત કરતા હોય તે સાંભળવા બેટી ન થવું; પણ સ્મરણ કરવું. બીજું ગોખ શોખ કરે છે, તેને બદલે આ ગોખને ! તે લાભ થશે.
અનાદિ કાળથી જીવને મેહભાવ છે. મનુષ્યભવ પહેલીવાર મળે છે એમ નથી, કેટલીય વાર મળે છે. શાસ્ત્ર શીખે, દીક્ષા લીધી, પણ મેડ મડ્યો નહીં. આપણામાં જે વસ્તુ નથી તેને પોતાની માનવી નથી, તે મેહુ ન થાય. આત્મામાં સગાંવહાલાં કઈ નથી. બધાથી છૂટવાનું છે. પ્રભુશ્રીજીએ ચેખું કહી દીધું કે ગુરુગમ આત્મામાં છે, બહાર શોધવાથી ન મળે. બીજી વસ્તુઓ એટલે ઘરડે, જુવાન, પૈસાદાર એમ જુએ છે પણ આત્મા જેવા નથી. આત્મા એ જ ગુરૂગમ છે. પર્યાયદષ્ટિ મૂકવાની છે. ભાવની વાત છે. એટલે ગોળ નાખે તેટલું ગળ્યું થાય. ગુરુને બેધ સાંભળીને, દર્શન કરીને જે કરવું હતું તે ન કર્યું તે બધેય સાંભળે નથી, દર્શનેય કર્યા નથી. જ્ઞાનીથી કેટલું લાભ થાય છે ! તેની જીવને ખબર નથી.
“સદગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ;
સમજ્યા વણ ઉપકાર શે ? સમયે જિનસ્વરૂપ.” સમજે તે ઉપકાર લાગે.
૧૦૦ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા વદ ૧૩, ૨૦૦૮ આત્મસિદ્ધિને (આસો વદ ૧ નો ) દિવસ મટે છે. બે ઘડી ધર્મધ્યાન થાય. આ મનુષ્યભવ કેમ સફળ થાય ? જીવે શું કરવા જેવું છે? તે અહીં થોડા દિવસ રહે તે ખબર પડે. જીવને સંજોગે તે પુણ્ય બાંધ્યું હોય તે પ્રમાણે હોય છે. પાપ બાંધ્યું હોય તે તે પ્રમાણે હોય, પરંતુ પુરુષાર્થ કરવો હોય તેટલ કરાય. મોટામાં મોટી મૂડી મનુષ્યભવ છે.
જ્યાં સુધી આ મનુષ્યભવ છે ત્યાં સુધી જીવ ધારે તે કરી શકે. બીજા ભવેમાં એટલી સમજણ ન હોય. આપણને લાગ મળે છે, માટે ચેતવા જેવું છે. ક્ષણ પણ નકામી ન ગાળવી. જેને આજ્ઞા મળી નથી તે તે શું કરે? પણ જેને આજ્ઞા મળી છે તે કામ કરી શકે છે.
મંત્ર છે તે જેવી તેવી વસ્તુ નથી. એ બીજ કહેવાય છે. એમાંથી વૃક્ષ થાય. વડનું બીજ જેમ નાનું હોય, તે પણ તેમાંથી મોટે વડ થાય છે, તેમ આ મંત્ર છે એની આરાધના કરે તે આત્માના ગુણે પ્રગટે. એક સમ્યગ્દર્શન પ્રગટે તે બધા ગુણ પ્રગટે. “સર્વે ગુણાંશ તે સમ્યક્ત્વ.” (૯૫) પરભવમાં આ સાથે આવે એવું છે. અત્યારે તે જેટલું કરવું હોય તેટલું થાય. આટલી સામગ્રા ફરી ન મળે. શું કરવા આવ્યું છે? શું કરે છે? ધર્મના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org