________________
સ ગ્રહ ૪
૨૦૯
ત્યાગ તે ખરે અંતર્યાગ છે. અભ્યાસ અને અધ્યાસ એક નથી. અભ્યાસ એટલે વારંવાર એનું એ કરવું અને અધ્યાસ એટલે વિપરીતતા. અધ્યાસ એટલે બ્રાંતિ. દેહ છે તેને આત્મા માને એ અધ્યાસ છે, ભ્રાંતિ છે. અન્ય પદાર્થમાં તાદામ્ય અધ્યાસ છે. અન્ય પદાર્થોમાં મુખ્ય તે દેડ છે. “સર્વ વિભાવપર્યાયમાં માત્ર પિતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે. પરમાં પિતાપણું માનવું, દેહ તે હું છું, એમ માનવું તેને અધ્યાસ કહે છે. અમાસ એટલે આરોપ કર. અધિ + આસ એટલે પિતાની જગ્યા નહીં ત્યાં બેસવું. વિપરીતપણે આત્માપણું માનવું તે અયાસ છે.
સંયમની સાધના કરનારને પ્રથમ અવસ્થામાં રહેવાનું, ખાવાપીવાનું, પહેરવાનું બરાબર ન મળે એટલે પહેલી દશામાં કાળક્ટ વિષની પેઠે સંયમ મૂંઝવે છે. પણ એનું પરિણામ અમૃત છે. જેથી આત્માર્થ સધાય તે કરવાની જરૂર છે.
“જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે;
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ.” વીસ દેહરા બેલતી વખતે આત્મભાવ રહે, બીજા ભાવે છૂટે, અને કૃપાળુદેવ હાજર છે એમ જાણી કાલાવાલા થાય તે ભક્તિ છે. અલ્પ પણ આજ્ઞા જીવ જે આરાધન કરે તે પાર પડે.
ટ૭ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા વદ ૫, ૨૦૦૮ સદાચારનું સેવન અને કષાયની મંદતા, અને હેય તે કામ થાય. પ્રભુશ્રીજી કહેતા કે આશ્રમને પાયે સત્ અને શીલ છે. જેણે અહીં આવવું હોય તેણે સત્ અને શીલ રાખવાં. સાત વ્યસનને પ્રભુશ્રીજીએ જે ત્યાગ કરાવ્યો છે તે કઈ જે તે નથી. એનું પણ ઠેકાણું ન હોય તે પછી શું થાય ?
મેક્ષને માટે મનુષ્યભવ છે તે તૂટી જાય છે. આત્મા દઈને પૈસા લે છે. ઉપદેશને યોગ્ય જ ન હોય તેને જ્ઞાની ઉપદેશ પણ ન કરે. આગ્રહ વધે એવાં પુસ્તક વાંચે તે આગ્રહ વધે અને તેથી પુરુષ પ્રત્યે પ્રેમ ન આવે. જ્ઞાની પુરુષ પ્રત્યે દૃષ્ટિ રાખે, હું અધમમાં અધમ છું અને જ્ઞાની કરતાં કઈ વિશેષ પવિત્ર નથી, પૂર્ણ પવિત્ર જ્ઞાની છે, એમ રાખે તે તે આત્મભાવ છે. ઉત્તમ નિમિત્તે ઉત્તમ ભાવ થાય છે. જેમ દાળમાં ઢળી નાખી હોય તે સાથે સીજી જાય તેમ જ્ઞાની પિતાનું કલ્યાણ કરે, તેમની સાથે આપણા ભાવ થશે તે આપણું પણ કલ્યાણ થશે. પણ વૃત્તિ ત્યાં રહેવી જોઈએ. આંટી બહુ આવી છે. આમળ આમળ કરે છે, પણ ઉકેલતો નથી. જેવાં નિમિત્તે તેવા ભાવ થાય છે. નિરંતર ભાવ રહે ત્યારે પરિણમ્યું કહેવાય. ભાવ સારા રહ્યા કરે તે પરિણામ પામે. જીવે દર્શન કર્યા નથી, નમસ્કાર કર્યો નથી. જીવ માને છે, પણ જ્ઞાની સ્વીકારતા નથી. પ્રભુશ્રીજી કહેતા કે પગ દાબે અને જીભ ઉપર પગ મૂકે છે. કાનમાં પડું તેથી શું? અંતરમાં ઊતરે ત્યારે પરિણમે ને? દવા અંદર જાય ત્યારે પરિણમે ને ? કોઈ સૂતે હેય તેને નામ લઈને બેલાવે, તો કે “હું” પણ આત્મા કહીને બોલાવે તે ઊઠે? એ નામ પરિણમ્યું છે તે આત્મા ૨૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org