________________
ધામૃત
યેગ્યતાની ખામાં છે, માન્યતાની ભૂલ છે. એ ફરી જાય તે મોક્ષમાર્ગે ચઢી જાય.
૮૮ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૨, ૨૦૦૮ સમ્યગ્દર્શન આવ્યા વિના સમભાવ–વીતરાગભાવની ઓળખાણ ન થાય. ક્ષમાપનામાં આવે છે કે “તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં.” સમભાવ શાંતિ એ બધા વીતરાગભાવ છે. જ્ઞાન એટલે શું?
એક ભાઈ–આત્માને દેહથી ભિન્ન જાણે તે જ્ઞાન.
પૂજ્યશ્રી–દેહથી ભિન્ન અવિનાશી આત્મા છે, એવું સદ્ગુરુ દ્વારા જાણે તે જ્ઞાન છે. જ્ઞાન એ આત્માનું લક્ષણ છે. જ્ઞાન એ આત્માને દેડ છે. આ દેહ છે તે પિતાને નથી, પુગલને છે. આત્માને હોય તે સાથે રહે અને આ તે અહીં જ પડ્યો રહે છે. આત્માનો દેહ જ્ઞાન છે. યશોવિજયજીએ મહાવીર સ્વામીના સ્તવનમાં લખ્યું છે કે –
“ ગિઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે;
સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિર્મલ થાયે કાયા રે.” (ય. ૨૪) તે આ કાયા નહીં; પણ આત્માની જ્ઞાનરૂપી કાયા છે તે નિર્મળ થાય છે. બધા જીવ કર્માધીન છે. મેહમાંથી જાગ્યા અને પિતાનું સ્વરૂપ જાણ્યું તેઓને આનંદ છે.
૮૯ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૩, ૨૦૦૮ શું કરવા આવે છે, તેની ખબર નથી. જ્ઞાનીને માથે રાખી અધ્યાત્મ વિચારે તે શુષ્કતા ન આવે. બધે દુખ છે. દેવમાં પણ દુઃખ છે. ક્યાંય જન્મવા જેવું નથી. સત્સંગ સપુરુષને વેગ મળે છે પણ એને અપૂર્વતા નથી, સામાન્ય કરી નાખ્યું છે. સત્સંગનું જેને માહામ્ય છે, સત્સંગની ભાવના છે, તેને સત્સંગ ન મળતો હોય તે પણ લાભ થાય. સત્સમાગમ કરવા આવ્યું હોય પણ કંઈ સાંભળવાનું ન મળે, તે પણ સાંભળવાની ભાવના છે, તેથી કામ થાય. | મુમુક્ષુ—પકડ એટલે શું ?
પૂજ્યશ્રી–જે કંઈ સાંભળ્યું હોય, જ્ઞાની પાસેથી, તે છૂટી ન જાય અને તેમાં રુચિ થાય. રુચિ હોય તે જ પકડ થાય. જેને આગ્રહ હોય તેને “હું મૂઢ છું એમ ભાન નથી આવતું. આત્મા છે. તે આત્મા જ્ઞાનીએ પ્રગટ કર્યો છે, ત્યાં વિશ્વાસ રાખ. વિશ્વાસે વહાણ ચાલે છે એમ કહેવાય છે. એ વચને છે તે ચિંતામણિરત્ન છે. સમ્યક્ત્વ થવાને રસ્તો બતાવે છે.
૯૦ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૪, ૨૦૦૮ આત્માની કાળજી રાખવી એમ પ્રભુશ્રીજી કહેતા સાંભળતાં સાંભળતાં જીવને શુદ્ધભાવ થાય છે માટે સત્સંગ કરવાનું કહ્યું છે. જ્ઞાનીએ જે કર્યો છે તે શુદ્ધભાવ. જ્ઞાનીએ કહ્યો છે એ ભાવ. તેને લક્ષ રહે તે છૂટે. અશુભ અને શુભ નહીં. લક્ષ શુદ્ધને રાખો. ભલે અશુભ આવે, પણ એ તે જવાનું છે. જ્ઞાનીએ શુદ્ધભાવ અનુભવે છે. જ્ઞાનીને આશ્રિત હોય તેને એ લક્ષ રહે છે. સમભાવ આત્માનું ઘર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org