________________
२०२
આધામૃત
આટલુ તપાવન જેવુ કરી મૃત્યુ' છે. ચૌદ ચામાસાં પ્રભુશ્રીજીનાં અહીં થયાં છે. શરીરને માટે જેમ હવા આદિની જરૂર છે, તેમ આત્માને સત્સીંગની જરૂર છે. જેને નાનપણથી ધના લક્ષ હોય તેને વહેલું કામ થાય. હેમચ'દ્રાચાર્ય' આઠ વર્ષે દીક્ષા લીધી અને નિશ્ચય કર્યું કે મારે આત્માનું જ કામ કરવું છે અને શાસનનેા ઉદ્ધાર કરવેા છે, તે થયું. પુરુષાર્થીની જરૂર છે. જીવ ધારે તે કરી શકે છે.
સત્પુરુષના એક વચનમાં બધું આવી જાય છે. કૃપાળુદેવે કહ્યું છે : “દેહાદિ સંબંધી જે પુરુષો હ`વિષાદ કરતા નથી તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે.” (૮૪૩). ખાર અંગ એક આત્મા જાણવા માટે કહ્યાં છે.
હું કોણ છું ? કયાંથી થયે? શું સ્વરૂપ છે મારું ખરું? કાના સંબધે વળગણા છે? રાખું કે એ પરહરું ?” એના વિચાર જો વિવેકપૂર્વક શાંત ભાવે કરે તે સર્વ શાસ્ત્રો અનુભવી લીધાં, કંઈ બાકી ન રહે, પણ શાંત ભાવે વિવેકપૂર્વક વિચાર કરવા જોઈએ.
૮૦ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાઢ વદ ૧૪, ૨૦૦૮ બધાં કર્મમાં મુખ્ય મેાહિનીય છે. એ મેાહિનીયને ક્ષય કરવા મહાવીર ભગવાન ખાર વર્ષોં સુધી ઊંઘ્યા નહીં, ખાધું પીધું નહીં, એક આંખ ચાળવા જેટલી પણ સંભાળ લીધી નહીં. એક મેાહને ક્ષય કરવા પુરુષાર્થ કરવા માંડયો. એવુ આપણે કરવાનું છે. જીવ સમજે તે સરલ છે, નહીં તેા અનંત ઉપાયે પણ નથી. દેખાય છે તેને માટે બધું કરે છે, પણ આત્મા દેખાતા નથી, તેથી તેને માટે કઈ કરતા નથી.
આત્મા છે તેથી ઢેડ ચાલે છે. એ નીકળી જાય તે તે શરીર સડવા માંડે. અવસર આળ્યે કામ કરી લીધુ તે કરી લીધું, નહીં તે ફરીથી આવા મનુષ્યભવ, સ્મરણમ ત્ર વગેરે મળવુ બહુ દુČભ છે. માટે કરી લેવાનું છે. ત્રણ પાના નિયમ કૃપાળુદેવની સાક્ષીએ રાખ્યા હાય તે મેાક્ષમાર્ગે ચઢાય એવું છે. આત્મસિદ્ધિ રાજ ભાય તે ઘણા લાભ છે. અધાંય શાસ્ત્રોને સાર છે.
૮૧ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ સુદ ૫, ૨૦૦૮
મનુષ્યભવ મળ્યા છે; પણ સારી વસ્તુ હાથ આવવી, શ્રદ્ધા થવી, મહા દુભ છે. શું કરવાથી મનુષ્યભવ સફળ થાય ? એ લક્ષ રાખવાને છે. મનુષ્યભવરૂપી મૂડી કેમ વાપરવી તે વિચારવાનું છે. આપણી ભાવના વધે, આત્મલાભ થાય, એવું આ ભવમાં કરવું છે. ગમે તે કુળમાં જન્મ્યા હાઈએ પણ વિશાળ ર્દિષ્ટ રાખવી. મહાપુરુષોએ જીવન કેવી રીતે ગાળ્યું છે? એ વિચારી તેમ આપણે પણ ગાળવાનુ છે.
૮૨ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ સુદ ૮, ૨૦૦૮ ખેડૂત હાય છે તે ખીજ વાવવાની મેાસમ આવે ત્યારે કામ કરવા લાગે છે. ગમે તેટલેા તડકા પડતા હાય તેા પણ કામ કરે છે. થાડું કરે ઘણું કરે પણ નવરા ન રહે. કારણ કે જાણે છે કે જો મેાસમમાં ખેતી ન કરી તેા પછી ખાવાનુ` મળશે નહીં. તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org