________________
૨eo
રાધાકૃત અનાદિકાળથી વિપરીતતા છે તે અગૃહીત મિથ્યાત્વ છે, અને જે કુગુરુ-કુધર્મથી ગ્રહણ થાય તે ગૃહીત મિથ્યાત્વ છે.
દેહમાં જીવે મમતા કરી છે, પણ એ તે માટીના રમકડા જેવો છે. જીવ છે તે શિવસ્વરૂપ છે, એમ થાય તે દુઃખ ન થાય. સાચું સ્વરૂપ જ્ઞાનીએ પ્રગટ કર્યું છે, તે જ આપણું સ્વરૂપ છે. કલ્પના કરીને જીવ દુઃખી થાય છે. આત્માને આત્મા જાણે તે દુઃખ ન થાય. દેહમાં આત્મબુદ્ધિ છે, તે આત્માને ઓળખે ત્યારે આત્મામાં આત્મબુદ્ધિ થાય. કેઈક વખત હાથી થયે, કેઈક વખત નારકી થયે, કઈ વખત દેવ, કેઈ વખત માણસ થયે, પણ જીવ તો તેને તે જ છે, જડ નથી થઈ ગયે. આકાશને જે સંગ હોય તેવું દેખાય, તેમ આત્માને જેવા દેહને સંયોગ થાય તેવા રૂપે તે જણાય છે. આત્મા ઈન્દ્રિયામાં એકાકાર થયો છે, તેથી ઈન્દ્રિયરૂપ જણાય છે. બેય વસ્તુ જુદી છે, એ તે સંગને લઈને એક દેખાય છે. આ દેહ છે ત્યાં સુધી મેક્ષનું કામ કરી લેવાનું છે. આત્મા દેખાતે નથી પણ એનું અનુમાન થઈ શકે છે, અનુભવ થઈ શકે છે. મહામુનિઓ જે શાંત હોય છે, તે બીજાની પંચાતમાં પડતા નથી. બધા વિકલ્પ ટાળી આત્મામાં લીન થાય છે.
- જ્ઞાનથી જગત બધું જણાય છે. એ જ અધિષ્ઠાન છે. આત્મા સ્વપર-પ્રકાશક છે, સૂર્ય સમાન છે. કેવળજ્ઞાનમાં કઈ પણ પ્રકારને વિકલ્પ નથી, વિકાર નથી, આવરણ નથી. અનુભવસ્વરૂપ આત્મા છે. તેને સર્વજ્ઞ પુરુષ જાણે છે. જ્ઞાનસ્વરૂપ હોય તે આત્મા છે. સંકલ્પવિકલ્પરહિત માત્ર રીતન્યસ્વરૂપ આત્મા છે. મન, ઈન્દ્રિયે રેકાય તે શુદ્ધચેતન્યસ્વરૂપ થાય. ચૈતન્યના આધારે બધું જણાય છે. આત્મા નિર્મળ છે, અસંગ છે. તેનામાં હયગ્રહણ નથી, અખંડરૂપ છે. જ્ઞાનાદિ ભેદો જે કહ્યા છે તે માત્ર આત્મા સમજવા માટે કહ્યા છે. આત્મા અખંડપ્રદેશ છે. આત્મામાં દષ્ટિ જાય તે આત્મા આત્મારૂપે જ છે. આત્માને બંધ નથી, મેક્ષ નથી, કલ્પના નથી. આત્માનું કામ માત્ર જાણવાનું છે. આત્મદષ્ટિ થયા પછી હું તું બધું સરખું છે. બધા વિકલ્પ છૂટી જાય, તે પછી મેક્ષ થાય. આત્મદષ્ટિ થાય તે અભિમાન ન થાય. બધા સરખા લાગે. સર્વાત્મમાં સમદષ્ટિ થાય. જે આત્મસ્વરૂપ છે તે જ્ઞાનવડે જણાય છે. પરરૂપે આત્મા “નાસ્તિ છે,–જડરૂપે નથી. બંધાય શાને સાર આ છે –બધાય મનના વિકલ્પ તજી દેવા.” આત્મસ્વરૂપે પિતાની શુદ્ધતા થઈ તે મેક્ષ. “તું છે માક્ષસ્વરૂપ” એ ક્યારે થાય? તે કે સંકલ્પવિક૯૫ જાય ત્યારે.
વૈરાગ્ય હોય તે આત્મા છું એમ થાય. વિષથી સુખ મળશે એવી શ્રદ્ધા છે, તે એને મેક્ષ ભણી વળવા દેતી નથી. સંસાર સારે લાગે છે. સમ્યગ્દર્શન થાય ત્યારે એને ઇન્દ્રિયસુખ ગમે નહીં.
“શીતલ ચંદનથી પણ ઉપજે, અગ્નિ દહે જેમ વનને રે; ધર્મજનિત પણ ભોગ ઈહાં તેમ, લાગે અનિષ્ટ તે મનને રે.” (પાંચમી દષ્ટિ) “વી કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, જે મેલ સ્વભાવ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org