________________
૧૭
છે તેમાં ગમે તે વસ્તુ દેખાય. પણ જ્ઞાન જ્ઞાનસ્વરૂપ જ છે. પિતાના સ્વભાવને મૂકીને જડના ભાવ પ્રત્યે જાય તે વિભાવભાવ છે. જ્ઞાનમાં જે ભાસે છે તે જ્ઞાનસ્વરૂપ જ છે, એમ લાગે તે રાગદ્વેષ ન થાય. જેણે આત્મા જાણે છે તે પરમાત્મસ્વરૂપના અવલંબને જીવન ગાળે છે.
છે જે વિતરાગને માવે છે તે પરમાત્મા થાય છે. જ્ઞાનીનાં વચનમાં વૃદ્ધિ રહે તે રાગદ્વેષ છૂટે. જે રાગદ્વેષ નથી કરતા તેને સંસાર સ્પર્શત નથી. બ્રહ્મજ્ઞાન છે તેની પાસે દેશે આવતા નથી. અગ્નિ જેવું બ્રહ્મજ્ઞાન છે. તે દોષને બાળી નાખે છે. ચારિત્રહને લઈને કષારની પ્રવૃત્તિ થાય પણ શ્રદ્ધામાં એણે સાચું છે તે સાચું જાણ્યું છે. સ્ફટિક સફેદ છે, તે જે સંગ થાય તેવું દેખાય પણ તે રૂપ થાય નહીં, તેમ જ્ઞાની કર્મઉદય સહિત છે, પણ રાગદ્વેષ કરતાં નથી, તેમાં રંગાઈ જતાં નથી. વ્યવહારમાં વર્તે, પણ વૃત્તિ અંતરમાં રહે છે. થાકેલા જેમ માંડ માંડ કામ કરે છે તેમ જ્ઞાનીને કરવું પડે છે, પણ એમાં રંગાતા નથી. આત્મામાં એ જાગૃત રહે છે, બીજા કામમાં એ ઊંઘે છે. એક આત્માને સંભાળે છે, સ્વરૂપમાં લીન થાય છે. સેનું ગમે તેટલે કાળ કાદવમાં રહે, તે પણ તેને કાટ ન લાગે, તેમ આત્મજ્ઞાન થયા પછી કેટી વર્ષ સંસારમાં રહે તે પણ મલિન ન થાય. જ્ઞાન થવાથી મોક્ષને આનંદ આવે છે. એને પરવસ્તુનું માહાતમ્ય નથી. જ્ઞાનમાં જગત નથી, જગતથી રહિત છે. એનું અંતઃકરણ જોઈએ તે જ્ઞાનથી ભરપૂર છે. બીજું કશું નથી. આખા જગતને જુએ પણ સારું બેટું ન લાગે. જગતે હોય પણ જાણે ઊંઘે છે એમ લાગે, તે નર મુક્ત છે. સિદ્ધ ભગવાન જુએ છે પણ તેઓને કંઈ લેવાદેવા નથી. જેની શંકાગ્રંથિ, કર્મગ્રંથિ ભેદાઈ છે, જેને દેહ છતાં નિર્વાણ છે– મુક્ત જેવા છે, એનું નામ જીવન્મુક્ત છે.
અહંભાવને લીધે આ બધી વાસના થાય છે, એ અહોભાવ ટળી જાય તે કઈ વાસના રહેતી નથી. હું દેહ નથી તે વાસના શાની? વાસના જાય તે ચિત્ત સ્થિર થાય. બંધુ આદિકને જે તજે છે, ભેગની વાસના જેનામાં નથી, સ્ત્રી પ્રત્યે જેને અભાવ દાંછા ઘણા હોય છે, જેને શત્રુમિત્ર સમાન છે તેને ગમે તે હોય તેના પ્રત્યે સમભાવ વર્તે છે. સમભાવ છે તેને આ ભવમાંય દુઃખ નથી, પરભાવમાં પણ દુઃખ નથી. સમભાવ છે ત્યાં મોક્ષ છે. હેમચંદ્રાચાર્ય કહે છે કે દેવલેક તે અહીંથી આઘો છે, અને મોક્ષ એથી પણ વધારે દૂર છે, માટે મેક્ષની વાનગી જોઈતી હોય તે સમભાવમાં રહે, તે અહીં જ
મેક્ષ છે.
- જે રાગદ્વેષ રહિત રહે છે તે પરમેશ્વર છે. જેને કઈ વસ્તુની તૃષ્ણા નથી તેથી તેને ઉપાધિમાં પણ સમાધિ છે. જેને તૃષ્ણા નથી તે સિદ્ધ જેવું છે. દેહ મારો છે એમ થાય તેથી બધી ઉપાધિ થાય. પરવસ્તુને પોતાની માની બેસે ત્યાં એને બંધ થાય છે. મનને આ દશ્ય પદાર્થથી વિમુખ કરી નાખે, અદશ્ય જે આત્મા છે તેને દશ્ય કરે એટલે તેમાં જ વૃત્તિ રાખે તે મેક્ષની સમીપ છે. (૬૪૮) લેકાંતે મેક્ષ નથી કે ભૂતલ ઉપર મોક્ષ નથી. જ્યાં તૃષ્ણ મનમાંથી ખસી ત્યાં મેક્ષ છે. જેટલી તૃષ્ણ વધારે તેટલા ભાવ વધારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org