SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૪ ધર્મ વસ્તુ ગમે. બધાનું કારણ સત્સંગ છે. સત્સંગ જોઈએ. આ યુગના પ્રધાન પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર આ ભવમાં તે ઘણું કર્યું છે, પણ પૂર્વ ભવની કમાણી પણ બહુ હતી. આઠ વર્ષમાં એમને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. પહેલાં સાંભળેલું, આરાધેલું યાદ આવી ગયું. તેત્રીસ વર્ષમાં ઘણું કામ કર્યું છે. છ દર્શનને વિચાર કરી બધામાં સૌથી સારો ધર્મ કર્યો છે એ નક્કી કર્યું. શ્રીમદ્ રાજચંદ્ર આજથી અડસઠ વર્ષ પહેલાં સોળ વર્ષની ઉમ્મરે મેક્ષમાળા પુસ્તક લખ્યું છે. તે વખતે તેમણે એમ જાણ્યું કે આ કાળમાં લેકે ભણી ભણીને ધર્મની ગરજ રાખે એમ નથી. તેથી વિદ્યાર્થી માટે આ પુસ્તક લખ્યું છે, તે હાઈસ્કૂલમાં રાખવા જેવું છે. ધર્મ સબંધી શું શું જાણવું જોઈએ તે એમાં છે. મનુષ્યભવમાં પુરુષને વેગ થાય એ બહુ દુર્લભમાં દુર્લભ વસ્તુ છે. જ્ઞાનીની આજ્ઞા આરાધાય તેટલી મનુષ્યભવની સફળતા છે. રખડતાં રખડતાં કેઈકવાર મનુષ્યભવ મળે છે. તેમાં પણ પુરુષ મળવા, આજ્ઞા મળવી, રુચિ થવી દુર્લભ છે. જ્ઞાનની અલ્પ આજ્ઞા આરાધે તે સાથે આવે, બહુ લાભ થાય. પૈસા ટકા બધું અહીં જ પડયું રહે. જીવને આ નાશવંત વસ્તુઓમાં એટલે મેડ છે કે એમાં જ ચિત્ત ચેટી રહે છે. પાંચ પચાસ વર્ષ જીવવાનું હોય, પછી મરતી વખતે પશ્ચાત્તાપ કરે. સિકંદરે ઘણ લડાઈઓ કરી, દેશે જીત્યા, અઢળક ધન એકઠું કર્યું. છેવટે રોગ થયે. કેટલાય વૈદ્યો આવ્યા, કેઈ મટાડી ન શક્યા. પછી તેણે પશ્ચાત્તાપ કર્યો. આવું થવાનું જાણ્યું નહોતું, નહીં તે હું આટલું બધું શા માટે કરત? સાથે આવે એવું કંઈ ન કર્યું પછી ભંડારીને બોલાવી હીરા માણેક બધું કઢાવ્યું. સિકંદરની આંખમાંથી આંસુ આવવા લાગ્યાં. પછી તેણે વિચાર્યું કે મારે તે એવું થયું, પણ હવે બીજા જીવો ન ભૂલે એવું કરવું. તે માટે તેણે રાજ્યના માણસને કહ્યું કે હું મરું ત્યારે મને સ્મશાને લઈ જતી વખતે મારા હાથ બહાર રાખજે. જેથી લોકોને લાગે કે બાદશાહ ખાલી હાથે આ અને ખાલી હાથે ગયો. અને વળી કહ્યું કે હકીમે હોય તેનાં ખભા ઉપર મારી ઠાઠડી મૂકે જેથી લોકોને લાગે કે આટલા બધા હકીમ હોવા છતાં મરી ગયે, હકીમો કંઈ ન કરી શક્યા. એથી વૈરાગ્ય થશે. પણ અનાર્ય દેશ એટલે કોઈને એવું ન લાગ્યું. એવું આપણું ન થાય એ સાચવવું. લક્ષ થઈ જાય કે આ જ કરવું છે, તે ભલે આજીવિકા માટે કરવું પડે, પણ નવરાશ મળે ત્યારે સત્સંગ કરે. મારે મેક્ષે જવું છે એવું ધ્યેય હોય તે એ થાય. જે સંગ તે રંગ લાગે. નિવૃત્તિની જરૂર છે. મરણની ખબર નથી કે જ્યારે આવશે? તેમ છતાં જીવ ધારે કે આ મારે કરવું છે તે કરી શકે. જીવનમાં શું કામ કરવું છે એ પહેલેથી નક્કી કર્યું હોય તે સારું થાય, ચકકસ થાય. જેને પુરુષને યોગ થયું છે, તેણે કૈક કરતાં રહેવું. પ્રભુશ્રીજીને સમાગમ આપણને મળે છે એ મહાભાગ્ય છે. એમણે આપણને સ્મરણમંત્ર આપેલ હોય તેનું જ સ્મરણ કરતા રહેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy