________________
૧૯૦
બેધામૃત
વૈરાગ્ય થાય, આસક્તિ છૂટે તે ભાગ્યશાળી છે. ચૌદે રાજલેકમાંથી કઈ વસ્તુ આકર્ષી શકે નહીં, તેને ભવવેરાગ્ય કહે છે. જ્ઞાની કહે છે કે અમે નવરા નથી. કરવું હેાય તે પૂછે, નકામા ખાટી ન કરે. ખીજા કામ જેમ કાળજીપૂર્વીક કરે તેમ ધર્મ' પણુ કરવા. ધમ કરવા હાય તા ધના વિચાર કરવા. વિચાર ન કરે તે ધમ ન થાય. બીજા કામ તનતાડથી કરે છે, તેમ આ ધર્માં પણ કરવાના છે. પ્રભુશ્રીજી કહેતા કે ખીજાં કામમાં કાળજી રાખેા છે અને આ ધમાઁના કામમાં આવું કરે છે! તમારા દી ઊઠયા છે? એમ પ્રભુશ્રીજી વઢતા. જેને સત્પુરુષના સેગ નથી મળ્યા તે તે ખીજી વસ્તુની ઇચ્છા કરે, પણ ચે થયા છતાં પકડ ન કરે તે તેા ઊલટા દુર્ભાગ્યશાળી છે; આસક્તિ ન થાય તે ભાગ્યશાળી છે.
શમ, વિચાર, સતેષ અને સત્સંગ એ મોક્ષના દ્વારપાળ છે. મુમુક્ષુ હાય તેણે એ વસ્તુ સંગ્રહવી જોઈએ. સાંભળવા ચેાગ્ય એક આત્મા છે. બીજી વસ્તુ શુ સાંભળવી ? બીજી એને કાને પણુ ગમે નહીં એમ કરવાનું છે. આત્મા સંબંધી સાંભળ્યું હોય તે મનન કરવું, ધ્યાનમાં રાખવું. આત્મા સાંભળે, મનન કરે અને કર્મ બંધાય એવું ન કરે તે મેક્ષ્ જાય. નિર'તર આત્માના અભ્યાસ ચાલુ રહે એવે અવિચ્છિન્ન અભ્યાસ જોઈ એ—વચ્ચે તૂટે નહીં એવા અભ્યાસ કરવાના છે. પેાતે ચૈગ્યતા મેળવી, પછી સદ્ગુરુના વચનને અને શાસ્ત્રને મેળવીને તપાસવું. એ બધા એમાં સાક્ષી પૂરે તે આત્માના અનુભવમાં ભૂલ ન રહે. જેને સંસારી જીવેાના સમાગમ પ્રિય લાગે અને શાસ્ત્ર ઉપર રુચિ નથી તેણે સઘળું ખાયું, તદ્ન ખેાયું. સંસાર કેવળ દુઃખરૂપ છે, તેમાં માત્ર અનંત દુઃખ જ છે. અનંત દુ:ખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા.”
જે સુખ કહેવાય છે, તે પણુ દુઃખ જ છે. દુઃખને સુખ કહે છે, ત્યાં દૃષ્ટિ કરવા જેવુ નથી. જ્યાં આકુળવ્યાકુળતા હોય ત્યાં સુખ કયાંથી હાય? દુ:ખ જ છે. આત્મા બીજી વસ્તુઓથી અસગ છે. પેાતાનુ' જ્ઞાન તે વિવેકજ્ઞાન છે. વિવેકમાં એ સ્પષ્ટ ભિન્ન જણાય છે : સત્ય અને અસત્ય. પછી અભ્યાસ કરવાના છે. એ વસ્તુ જુદી જણાય તેમાં એક ગ્રહણ કરવાની અને એક ત્યાગવાની હાય છે. જે વસ્તુ સત્ છે, હિતકારી છે તેના અભ્યાસ કરવા. જે વસ્તુ સત્ય નથી તે તરફ વૈરાગ્ય રાખવા. સમજવુ એ કઈ વિકટ વાત નથી. ૫ સમજે તા સહજ મેાક્ષ છે, નહીં તેા અનંત ઉપાયે પણ નથી.” (૫૩૭), સમજણુ પહેલાં કરવાની છે પછી એમાં સુખ એવું તેા મળશે કે પરની જરૂર નહી પડે. આત્માનું સુખ શાશ્વત છે. આત્મા શાશ્વત છે તે સુખ પણ શાશ્વત છે.
પહેલાં કષાય મંદ કરવાના છે. સંતેષ આવે તે લાભ જાય. બધા પૂના સ ંસ્કાર બાળી નાખવા. હું કંઈ જાણતા નથી, એ કરવાનુ છે. ખધાનું મૂળ વિશ્વાસ છે. ‘શ્રદ્વા પરમ દુષ્કા’શમ હોય તે એની ઇચ્છા શમાઈ જાય. ત્રિવિધ તાપ લાગે નહીં. અધિ વ્યાધિ ઉપાધિ ન રહે. આધિ એટલે મન સંબંધી દુઃખ, વ્યાધિ એટલે શરીર સંબંધી દુઃખ અને ઉપાધિ એટલે પ્રવૃત્તિએ એ ત્રણે દુઃખ દેનાર છે. સમષ્ટિ થઈ જાય તે ખરુ' સ્વરૂપ પ્રગટ થાય. “સર્વાત્મમાં સમષ્ટિ ઘો, આ વચનને હૃદયે લખા.” શમ ઉપાય છે, દવા છે. શમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org