________________
સંગ્રહ ૪ જીતે તે શૂરવીર છે. મનની સાથે લડવાનું છે. મરતી વખતે કઈ કુટુંબીઓ કામ નહીં આવે. કેઈ હંમેશાં રહે એ પદાર્થ નથી, તે તેને આધારે આ જીવ પડી રહ્યો છે? વૈરાગ્ય જોઈતો હોય તે મરણને સંભારવું. શાંત મન હોય ત્યાં સુખ છે. યૌવનવય સત્પુરુષાર્થને ગ્ય છે. પછી થશે નહીં. વિષયે ઝેર જેવા છે. વિષ ખાધું હોય તે એક ભવ મરે, પણ વિષયે તે ભભવ મારે છે.
૬૪ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૯, ૨૦૦૮ વાચન કરવું હોય તે સદ્દગુરુને સંભારીને કરવું. દરેક કામ કરતાં, ખાતાં પીતાં, ઊઠતાં બેસતાં સદ્ગુરુને સંભારવા. કેઈ અલ્પ પણ કામ કરતાં પુરુષને રાંભારવા. કશું ઈચ્છવું નથી. જેને છૂટવું છે તેણે રાગદ્વેષ ન કરવા. નવાં કર્મ ન બંધવા. જૂનાં ભોગવી લઈ ચાલ્યા જવું. ઈચ્છા ન કરીએ તે નવાં કર્મ ન બંધાય. ઉદાસીનભાવે ભોગવી નાંખવાં. જ્ઞાનવિચારથી જ્ઞાન થાય છે, આત્મા પ્રગટ થાય છે. સત્સંગ કરવાનું છે. જે સંગ કરે તે જીવ થઈ જાય છે. આતમભાવના થાય તે મેહ ક્ષય થાય. પછી મહ ફરીથી ન થાય.
જે જીવને નિશ્ચય છે કે આટલું જીવન આત્મકલ્યાણમાં ગાળવું છે, તેને બોધ પરિણામ પામે છે. એવું ન હોય તો ક્યારા સુધી પાણી ન પહોંચે. “અનંતવાર દેહને અર્થે આત્મા ગાળે છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા ગ્ય જાણી, સર્વ દેવાર્થની કલ્પના છોડી દઈ એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એ મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ.” (૭૧૯) એવું જેને થાય તેને બંધ પરિણામ પામે. શબ્દ કામ ન કરે, આત્મા કામ કરે છે. શિયાળને મુનિએ બોધ આપ્યો તેથી શિયાળે રાત્રિભોજનનો ત્યાગ કર્યો. ત્યાંથી રારા ભાવે દેહત્યાગ કરી પ્રીતિકર શેઠ, મુનિ થઈ ક્ષે ગયા. (પ્રવેશિકા–૪૪) અંદરથી આત્મા ફરે ત્યારે થાય. બાકી તો મોટાં મોટાં ભાષણ આપે પણ પિતે અંદરથી કેરો રહી જાય છે (“લઘુયોગવાસિષ્ઠ-સારના વાચન પ્રસંગે ) ૬પ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૧૧, ૨૦૦૮
જ્ઞાનીની આજ્ઞાથી વાંચે તે લાભ થાય. કોઈ તત્વજ્ઞાન માગે તે કહેવું કે અગાસ જાઓ. ત્યાં જ્ઞાનીની આજ્ઞાથી મળશે. જ્ઞાનીની આજ્ઞાથી લાભ છે. આપણું હિત થાય તેવું કરવું છે. જ્ઞાનીની આજ્ઞા કેઈ પણ જીવ પામે એ લક્ષ રાખવે, નહીં તો આપણે વચ્ચે પથરા જેવા થયા. જ્ઞાનીની આજ્ઞાથી વિશેષ લાભ છે. ગમે તે ગોખવાનું હોય તેના અર્થ પહેલાં વિચારવા, પછી ગેખવું તે આપણને ગોખતાં વિચાર આવે. જેમ આપણને વિચાર ઊગે તેમ કરવું. અંજનાર આઢિ સાત વ્યસનના સેવનારા પણ કેવળજ્ઞાન પામ્યા છે. ફરી જાય તે ફરી જાય. સ્થૂલિભદ્ર બાર વર્ષ વેશ્યાને ઘેર રહ્યા, પણ ફરી ગયા તે ફરી ગયા. પછી ચોમાસું ત્યાં જ રહ્યા પણ કઈ દિવસે સામું જોયું નહીં. સજજન હોય છે તે જન્મથી જ નિર્દોષ હોય છે. દ ભણી વૃત્તિ જાય જ નહીં. - જેનું મન શાંત થયું છે, તેને ઈચ્છા થતી નથી, દેખે એટલું જ. સંસારમાં ચાર ગતિમાં ક્યાંય સુખ નથી. બધે દુખ ને દુઃખ જ છે. ફરી જન્મવા જેવું નથી, એમ જેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org