________________
૧૮૦
બેધામૃત મુમુક્ષુ –ભગવાને મુનિને નદી ઊતરવાની આજ્ઞા આપી છે, એ કેમ? (૫૦૧). - પૂજ્યશ્રી–પંચ મહાવ્રત લે ત્યારે પ્રાણાતિપાતને ત્યાગ કરે છે, તે પણ નદી ઊતરવાની આજ્ઞા કરી છે. પેલી બાજુ નદી અને આ બાજુ પણ નદી હોય તથા વચ્ચે ગામ હોય તે વિહાર થઈ શકે નહીં, કેમકે મુનિ કાચા પાણીને અડે નહીં; અને વિહાર ન કરે, એના એ સંગમાં રહે તે ગૃહસ્થ જે થઈ જાય. તેથી ભગવાને હિંસા કરતાં સંગથી વધારે હાનિ થશે, એમ જાણીને નદી ઊતરવાની આજ્ઞા આપી છે.
સહજસ્વરૂપે સ્થિતિ તે અસંગપણું છે. (૬૦૯). સંગ છૂટી જ તે અસંગપણું છે. જેથી જીવ ભૂલ્યો છે તે છૂટી જાય અને આત્માની સહજ સ્વરૂપમાં સ્થિતિ થાય તે જ અસંગાપણું છે. પરિગ્રહ બહારથી છોડી દે પણ “મારું મારું” ન છોડે તે ક્યાંથી અસંગ થાય? પરિગ્રહને વાંક નથી. પિતાને વાંક છે. મમતા છૂટવી જોઈએ.
જો જો પુદ્ગલ ફરસના, નિ ફરસે સંય;
મમતા-સમતા ભાવસે, કર્મબંધ-ક્ષય હેય.” મમતા હોય તે કર્મબંધ થાય અને સમતા હોય તે કર્મક્ષય થાય. એટલે જ સર્વ શાસ્ત્રોને સાર છે. પુદ્ગલકર્મ તે આવે, પણ સમતાથી ભગવે તે છૂટે. મમતા કરે તે બંધાય. અસંગાણું કરવાનું છે. સહજ સ્વરૂપે સ્થિતિ એ જ મોક્ષ છે. રસોઈ કરે, પણ જેટલે ગેળ નાખે તેટલું ગળ્યું થાય. તેમ સત્સંગમાં જેટલે ભાવ હોય તેટલું ફળ મળે. બાહાભાવમાં દકિટ ન જાય તે અર્પણપણું છે.
બહિરાતમ તજી અંતર આતમા–રૂપ થઈ થિરભાવ સુજ્ઞાની;
પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અપણ દાવ સુજ્ઞાની.” (આ. ૫) સર્વોત્તમ વસ્તુ સત્સંગ છે. ત્યાગ વૈરાગ્ય, વ્રત ઉપવાસ કરતાં સત્સંગ જ સર્વોત્તમ છે. પ્રથમ કરવા યોગ્ય સત્સંગ છે. એને મુખ્ય કરી રાખી બાકી બધી વસ્તુઓ ગૌણ કરી નાખ. એક જ સરખી વૃત્તિવાળા મુમુક્ષુઓને સમાગમ કરી સત્પરુષનાં વચનનો વિચાર કરે તે સત્સંગ છે. પુરુષને વેગ તે પરમ સત્સંગ છે. બાહ્ય વસ્તુઓમાં ન તણાય તે અર્પણતા આવે. મિથ્યાગ્રહ આદિ દે જાય તે અર્પણતા આવે. સત્સંગે જીવને બધું સમજાય છે. છતાં મને નથી સમજાતું એવું સત્સંગમાં થાય. બીજે તે કંઈ વાંચ્યું હોય તે મને આવડે છે, મેં વાંચ્યું છે, એમ અભિમાન થઈ જાય. - અપૂર્વ ભક્તિ એટલે સંસાર પ્રત્યે પ્રેમ છે તે છૂટી ભગવાનમાં પરમ પ્રેમ થાય તે.
પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસેં” ભક્તિ એ છૂટવાનું સાધન છે. ભક્તિમાં કિંમત ભાવની છે. ક્રિયા કરવાથી કંઈ ન થાય. સમજણ સહિતની ભક્તિ આજ્ઞાથી થાય તે સાચી ભક્તિ છે. અપૂર્વ ભક્તિ હોય તે શરીરમાં દુઃખ છે કે સુખ એ ખબર ન પડે.
તરુણ સુખી સ્ત્રી પરિવ છે, જેમ ચાહે સુરગીત; સાંભળવા તેમ તત્વને છે, એ દષ્ટિ સુવિનીત રે–
જિનજી, ધન ધન તુજ ઉપદેશ. (ત્રીજી દષ્ટિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org