________________
સંગ્રહ ૪
૧૭૩ પિતાના દેષ જેવાના છે. દેષને દોષ જાણે તે પછે હઠે. પણ દેષને ગુણ જાણે છે. આ મને બંધનકારક છે એમ એને લાગતું નથી. જીવને સંસારના પદાર્થો મીઠા લાગે છે. તેમાં રાગ કરે છે. પણ મેક્ષમાર્ગે જતાં એ એને પકડે છે, આડા આવે છે.
"रत्तो बंधदि कम्मं मुंचदि जीवो विरागसंपत्तो।
વિળવતો તા રામેણું મા ss || (શ્રી સમયસાર) રાગી જીવ કર્મ બંધે છે અને વૈરાગી જવું હોય તે મુકાય છે, એટલે કર્મ છેડે છે એ જિનનો ઉપદેશ છે. એટલા માટે કર્મનાં ફળમાં રાગ ન કરે. “તારા વાંકે તને બંધન છે,” એમ સમયસારમાં કહ્યું છે.
અનાથીમુનિના પાઠમાં આવે છે, કે “એમ આત્મપ્રકાશક બોધ શ્રેણિક રાજાને અનાથીમુનિએ આગે.” તે આત્મપ્રકાશક બંધ શું હશે?
આપણો આત્મા એ જ મિત્ર અને એ જ વેરી છે. બધાય શાસ્ત્રોને સાર એટલામાં કૃપાળુદેવે કહી દીધું છે. પાઠ ફેરવીએ ત્યારે વિચારવું કે એમાં શું કહ્યું? એ મને સમજાયું કે નહીં ? જેટલે વિચારવામાં વખત જાય એટલે સારે. બધું કરીને એ જ કરવાનું છે.
૪૫ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ વદ ૭, ૨૦૦૮ રાગથી કર્મ બંધાય અને વૈરાગ્યથી કર્મ છૂટે છે. જ્યારે સમજણ આવે ત્યારે થાય કે “અધમાધમ અધિકે પતિત, સકલ જગતમાં હુંય. નહીં તે બધા કરતાં હું અધિક સમજું છું એમ જ રહે. બધું આખું જગત પરના દેષ દેખનારું જ છે. કેઈ સંતપુરુષે પિતાના દેષ દેખે છે.
પરમાત્મામાં ચિત્તને રેકવું એ મહાન ધ્યાન છે. જે ધ્યાન છૂટે નહીં તે શુકુલધ્યાન કહેવાય છે, એટલે મેક્ષ આપે એવું થાન. જ્યાં એકાગ્રતા હોય ત્યાં ધ્યાન છે. કેવલીભગવાનની વૃત્તિ અખંડપણે આત્મામાં જ રહે છે. ઉપદેશ આપે તો પણ વૃત્તિ આત્મામાં જ રહે છે.
કેવલ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન;
કહિયે કેવલજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.” મોક્ષનાં કારણે યાદ આવે તે મેક્ષ થાય છે; મેહનાં કારણે યાદ આવે તે મેહ થાય છે. મેટામાં મોટો લાભ મોક્ષ થાય એ છે. પૂજવાયોગ્ય વસ્તુ “સહજાન્મસ્વરૂપ છે. પાંચે પરમગુરુ સહુ જાત્મસ્વરૂપ છે. અરિહંત સહજાન્મસ્વરૂપ છે, સિદ્ધ પણ સહજત્મસ્વરૂપ છે, આચાય પણ સહજાન્મસ્વરૂપ છે, ઉપાધ્યાય પણ સહજાન્મસ્વરૂપ છે અને સર્વ સાધુ પણ સહજાત્મસ્વરૂપ છે—બધાનું સ્વરૂપ સહજત્મસ્વરૂપ છે. આત્માનું કલ્યાણ કરવા માટે આ દેડ ગાળવાનું છે. હવે મેહમાં રહેવું નથી. ભક્તિ કર્યા વગર એકે દહાડે જાય નહીં, તે અવશ્યભક્તિ છે.
૪૬ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ વદ ૮, ૨૦૦૮ મનુષ્યભવ દુર્લભ છે. આજીવિકા જેટલું સાધન જેને હોય તેણે પરભવ માટે કરવાનું છે. પૈસા આદિ તે એક પાઈ પણ સાથે ન આવે. સત્સંગમાં ઘણે લાભ થાય છે, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org