________________
સંગ્રહ ૪
૧૭૧
નકામું છે. મનુષ્યભવની મૂડી મટી છે, તે કેમ સાચવવી તેની ખબર નથી. મનુષ્યભવ છે તેમાં શું કરવાથી લાભ થાય ? શાથી જીવન સફળ થાય? એવા વિચાર નથી આવતા. પિતાનું જીવન કેમ જીવવું એ દરેકને વિચારવા જેવું છે. પ્રમાદ છે તે આપણને લૂંટી ન જાય તે માટે સાવચેતી રાખવી. આગળ એક ક્ષણ પણ પાછી મળવાની નથી. “શું કરવાથી પિતે સુખી, શું કરવાથી પિતે દુઃખી?” એ બધાને વિચારવા જેવું છે. સમ્યગ્દર્શન એ જ સુખનું કારણ છે
૪૦ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ વદ ૨, ૨૦૦૮ પાંચ સ્થાવર એટલે પૃથ્વી, અ૫, તેજ, વાયુ, વનસ્પતિ. એ પાંચ સ્થાવર છે અને છઠ્ઠા ત્રસ જીવ એટલે હાલતા ચાલતા જીવે છે. એ જ કાયના જી કહેવાય છે. પૃથ્વીકાય એટલે પૃથ્વી જેની કાયા છે તે પૃથ્વીકાય, પાણી જેની કાયા છે તે અપકાય, અગ્નિ જેની કાયા છે તે તેજકાય, વાયુ જેની કાયા છે તે વાયુકાય, વનસ્પતિ જેની કાયા છે તે વન
સ્પતિકાય. આત્માને ઓળખવા માટે એ બધું વર્ણન કર્યું છે. પુરુષને આત્માનું મહામ્ય છે. આત્માનું માહાસ્ય સપુરુષ વિના ન લાગે. એ બધા જીવોનું વર્ણન કરવાનું કારણ પિતાના આત્માને ઓળખવા માટે છે. પિતાનું ભૂલીને બીજું કરે છે.
ઘટ પટ આદિ જાણતું, તેથી તેને માન;
જાણનાર તે માન નહીં, કહિયે કેવું જ્ઞાન.” જાણનારે કેણું છે? ક્યાંથી આવ્યું છે? ક્યાં જવાનું છે? તેને વિચાર આવતે નથી. પોતાનું ઓળખાણ થવા માટે બધાં વાક્યો લખાયાં છે.
જે પિતામાં ગુણ ન હોય તે ન ઉત્પન્ન થતું નથી. આત્મામાં વેદકતા નામનો ગુણ છે. એક વૈભાવિક નામને ગુણ છે તેથી ગુણે વિપરીત પરિણમી શકે છે. સુખદુઃખની પિતે જ કલ્પના કરે છે અને વેદે છે. સુખદુઃખ એ કલ્પના થવાનાં નિમિત્ત છે. વેદનાને દેહનો ધર્મ માનીને વેદે એમ કરવું હોય તે થાય. એથી કર્મ ન બંધાય. ગજસુકુમારને બહુ વેદના હતી, પણ તેઓએ નેમિનાથ ભગવાન પાસે સાંભળ્યું હતું કે આત્મા પરમાનંદરૂપ છે. એવી માન્યતા બહુ દુર્લભ છે. શ્રદ્ધા પરમ કુદ્યા દેહમાં થાય તેને મારું માનવું નથી. મારે સ્વભાવ જાણવાને, દવાને છે. જ્ઞાનમાં વીર્ય જોઈએ, શ્રદ્ધામાં વય જોઈએ, ચારિત્રમાં પણ વીર્ય જોઈએ. જેથે ગુણસ્થાને સમ્યત્વની પૂર્ણતા થઈ શકે છે. સમ્યગ્દર્શન પામે ત્યાં ધર્મ પામ્યું. ત્યાં આત્માનું ઓળખાણ થાય છે.
તિહ મારગ જિનને પામિયે રે, કિંવા પામ્યો તે નિજ સ્વરૂપ સમયે સમયે જીવ કર્મ બાંધે છે અને પૂર્વકર્મ છે તે તેનું ફળ આપે છે. તેને જીવ વેદે છે. આત્માને દવાની કળા પણ છે. સુખદુઃખ એ કલ્પના છે, કપના કરે તે વેદવી પડે છે. એક પ્રદેશમાં અનંત પરમાણુ શમાઈ શકે એવી પુદ્ગલમાં શક્તિ છે. આત્માને પ્રદેશ પ્રદેશે અનંત કર્મની વર્ગણ છે. જ્ઞાનીનાં વચન સાંભળવાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. “એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ તેનું પુરુષ જ કારણ છે.” (૨૧૩).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org