________________
૧૭.
બાધામૃત
ઓછો છે, પણ અંદર મૂચ્છભાવનાં મૂળિયાં કેટલાં મજબૂત છે! પરવસ્તુ ઉપર
કેટલી મૂર્છા છે તે આવા પ્રસંગેથી જીવને ખબર પડે છે.
આવા પ્રસંગમાં બહુ વિચાર કરવા યેવ્ય છે. આવા પ્રસંગમાં જીવને યથાર્થ વિચાર કરવાને અવસર મળે છે. ઘણે દીર્ઘ વિચાર કરે તે આવા પ્રસંગમાં સમકિત પણ થઈ જાય. અનાથી મુનિને વેદનીના વખતમાં સંસારનું સ્વરૂપ વિચારવાનો અવસર મળે અને સમકિત પ્રાપ્ત થયું. કપિલને તૃષ્ણાના વિચાર કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આપણને પણ વિચાર કરવાને અવસર મળે છે કે આવી ન જેવી વસ્તુ પ્રત્યક્ષ પિતાથી ભિન્ન અને ત્યાગ કરવા યોગ્ય, પાપને બાપ, આર્તધ્યાન કરાવે એવી, ભભવ અગતિમાં લઈ જાય એવી વસ્તુને સહજે ત્યાગ થશે તે હર્ષનું કારણ છે. હલાહલ ખાવાથી એક જ ભવ હારી જવાય, પણ પરિગ્રહની મૂર્છાથી તે જીવને અનંત ભવ સુધી નરક તિર્યંચ ગતિઓમાં રખડવાનું થાય. આવી વિષથી પણ અધિક ખરાબ વસ્તુ તે ત્યાગવા યોગ્ય છે તેને સહજ ત્યાગ થયે તે હર્ષ માન, શેક કરે નહીં.
- રામકૃષ્ણના કેઈ એક શિષ્યને જ્ઞાનીના ઉપદેશથી વિચાર આવ્યો કે “પરિગ્રહ એ તે પાપનું મૂળ છે, તે એને ત્યાગ અવશ્ય કરે. પણ મને એના ઉપર મેહ ઘણે છે, તે પછી એને ઈલાજ શે?” તેણે એક હાથમાં રૂપિયે લીધે અને બીજા હાથમાં વિષ્ટા લીધી અને વિચાર કરવા લાગે કે આ રૂપિયા છે એનાથી ખાવા-પીવાની વસ્તુઓ મળે છે, ખાધા પછી તે વસ્તુઓની વિષ્ટા થાય છે. તે પછી એનામાં અને વિષ્ટામાં શો ફરક છે? એમ વિચાર કરીને તેણે બધા પરિગ્રહનો ત્યાગ કર્યો. પછી તે જ્યારે રૂપિયાને દેખતે ત્યારે તેને વિષ્ટા કરતાં પણ વધારે ગ્લાનિ થતી.
એક વખતે કેઈએ તેની પરીક્ષા કરી. એક બેઆની લઈને તેની પથારી નીચે છાનીમાની મૂકી દીધી. સાંજે તે પથારી ઉપર સૂતે તે આખી રાત ઊંઘ ન આવી. સવારમાં ઊઠીને તેણે પથારીને ખંખેરવા ઉઠાવી તે નીચેથી બેઆની નીકળી. તેણે નિશ્ચય કર્યો કે ઊંઘ નહીં આવવાનું કારણ આ અલ્પ પરિગ્રહ હતે. અલ્પ પરિગ્રહ પણ જીવને કેટલી અશાંતિ પમાડે છે! આ વસ્તુને જોતાં ઝેર કરતાં પણ વધારે ભય લાગવો જોઈએ. જેમ સપને જોતાં ભય લાગે છે તેમ પરિગ્રહને જોતાં જીવને ભય અને ત્રાસ લાગવો જોઈએ.
૩૯ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ સુદ ૧૫, ૨૦૦૮ “ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયે છતાં સિદ્ધિ થઈ નહીં.” (ર–૪) એટલે બધાં શાસ્ત્રો લખાયેલાં છે. જન્મમરણનું દુઃખ લાગે એટલા માટે શાસ્ત્રો છે. ગર્ભમાં અનંત દુઃખ છે. જન્મે ત્યારે પણ બેભાન અવસ્થા જેવું છે. પછી ગડમથલ કરતાં કરતાં નિશાળે જાય છે. ત્યાં પણ નહીં ભણવા જેવું ભણાવે. આત્માના કામમાં આવે એવું ભણુ નહીં. મેટો થાય ત્યારે મારું તારું કરવા માંડે. એમ સંકલ્પવિકલ્પ કરતાં કરતાં શાંતિ ન થાય. પછી વૃદ્ધાવસ્થામાં પરાણે ચાલે છે. આ કાળમાં જીવન મળ્યું છે તેમાં ભક્તિ કરે તે. બીજા ભવમાં બધી મોક્ષની અનુકૂળતા મળી રહેશે. મેજશખમાં દહાડા ગયા તે બધું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org