________________
બધામૃત કરવા મનુષ્યભવ મળે છે, એની ખબર નથી—એ ભાવનિદ્રા છે. “અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ.” આત્મદષ્ટિ થયે આ જીવને સમજાય કે શુદ્ધ આત્મા જ વાંદવા
યોગ્ય છે.
પ્રશ્ન–વંદનાગ્ય શું?
પૂજ્યશ્રી–શુદ્ધ આત્મા જ વંદન યોગ્ય છે. અરિહંત તે શુદ્ધ આત્મા છે, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એ બધાનું શુદ્ધ સ્વરૂપ છે તે વંદવાયેગ્ય છે. દરેકમાં વિવેકની જરૂર છે. ભગવાનનાં વચન છે તેમાં વીતરાગતા છે. એ વિનય સહિત ગ્રહણ કરવાં. જેથી આત્મજ્ઞાન થાય એવાં જે શાસ્ત્ર છે તેને પણ નમસ્કાર કરવાને છે. ગુણગ્રાહી જીવ જે હોય તે ગમે ત્યાંથી પિતાનું હિત થાય એવા ગુણ ગ્રહણ કરે છે. અને જેને ષષ્ટિ હોય તેને બધે દોષ દેખાય. જેવી પિતાની દષ્ટિ તેવી સૃષ્ટિ છે. આપ ભલા તે જગ ભલા. [ “લઘુગવાસિષ્ઠ-સાર ” ના વાચન પ્રસંગે) ૩૬ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ સુદ ૧૧, ૨૦૦૮
જેમ બને તેમ ધર્મના કામમાં ઢીલ ન કરવી. આત્મજ્ઞાન કરી લેવું. આત્મજ્ઞાન વગર બધું જીવન વ્યર્થ છે. આત્મજ્ઞાન વગર રહેવું એ અત્યંત ખરાબ છે. વ્યાધિ, ઝેર, આપદા અથવા બીજાં શારીરિક દુઃખ તે દુખ નથી. આત્મા છે, અજર અમર છે, એ વિવેક ન થાય એનું નામ અજ્ઞાન છે. બહિર્મુખ અવસ્થા, અજ્ઞાન જેટલાં દુઃખકારી છે. તેટલું શારીરિક દુઃખ તે દુઃખકારી નથી. અજ્ઞાનનું દુઃખ નથી લાગતું એ જ અજ્ઞાન છે. મિથ્યાત્વ એવું છે કે આ અજ્ઞાન દુઃખરૂપ છે એમ લાગવા ન દે. આત્મજ્ઞાન કરવા માટે તૈયાર થાય, એ માટે કહેવાનું છે. વિષયેથી આત્માનું હિત નથી એમ જાણે. વિષયનું ફળ ઘણા ભવમાં જીવે દુઃખ દીઠું છે, છતાં પાછે વિષયની ઈચ્છા કરે છે તે માણસ નહીં, પણ ગધેડા જે છે. રાગદ્વેષ મેડ કરવા જાય તે બંધાય. પણ સાક્ષીભાવે જેના અંતરમાં કષાયની બળતરા નથી તેનું જીવન સુંદર થાય. પાંચ ઇન્દ્રિયો અને મનને જીતે ત્યારે પરમાત્મસ્વરૂપ સમજાય. કેઈન દેહ છૂટી જાય તેને કલેશ કરવાનું નથી. તે તે સંગ છે. આત્મા કદી મરતે નથી, નિત્ય છે. જેમ ઘડે ફૂટી જાય, પણ આકાશ ફૂટે નહીં, તેમ આત્મા કદી મરતે નથી. પણ પર્યાય પલટાય છે. આત્મા તે–
સર્વ અવસ્થાને વિષે, ત્યારે સદા જણાય” આત્મા નિત્ય છે, શુદ્ધ છે, મેક્ષસ્વરૂપ છે, જ્ઞાનસ્વરૂપ છે. પિતાને આત્મા એક છે, અસંગ છે, શાંત અને અમાપ એ આત્મા છે. સંક૯૫વિકલ્પ છોડી, નિર્વિકલ્પ થઈ તું રહે. અજ્ઞાનદશામાં રહેવું એ ઠીક નથી. અજ્ઞાની બહિરાત્માને અજ્ઞાનનું જે દુઃખ છે, તેવું ઝેરનું, મરણનું કેઈનું નથી.
૩૭ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ સુદ ૧૨, ૨૦૦૮ - પૂજ્યશ્રી–બીજા જીવાના પ્રાણ જાય એવી વસ્તુઓ વાપરે, વેચે તે વધારે પાપનું કારણ છે. તમાકુ એ ઝેરના પ્રકારની છે. ભગવાનનાં વચને છે તે આંખે છે. ભગવાન કહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org