________________
૧૬૪
બેધામૃત એ સફળ થાય. મહા દુર્લભ વસ્તુ છે. કોટી કર્મ ક્ષય થાય એવું લાગ આવ્યું છે. સત્સંગમાં કાળ જાય તે તે દુર્લભ છે.
જ્ઞાનીનું વચન-કૃપાળુદેવનું વચન કેવી રીતે સાંભળવું, તે જાણવું જોઈએ. આત્માનું જેથી હિત થાય તે યુક્તિ ગ્રહણ કરવી જોઈએ. સત્સંગથી લાભ થાય છે. સામાન્ય ન કરી નાખવું. કંઈ સાંભળ્યું હોય તે કરવાની ભાવના કરવી.
સમભાવમાં મેક્ષ છે, બધું છે. આત્માને રહેવાનું ઠેકાણું સમભાવ છે. તપ એ શુદ્ધોપયોગ થવાનું કારણ છે. શુભ કે અશુભ ઇચ્છા ન કરે તે તપ છે. પરિણામ સુધારવા, કષાય ઓછા કરવા, ઇન્દ્રિયને રેકવા માટે તપ કહ્યાં છે. ધર્મ બુદ્ધિથી તપ આદિ કરતાં સમભાવ એટલે હશે તેટલે જવ છૂટશે. પ્રભુશ્રીજી કહેતા કે સત્ અને શીલ એ આશ્રમને પામે છે. આત્મ કલ્યાણ જેને કરવું હોય તેણે સદાચાર પાળવો. આધ્યાત્મિક જ્ઞાન તરફ લક્ષ રાખવું.
કૃપાળુદેવને પૂર્વે કેટલેય રંગ લાગેલે, તેથી સત્સંગ સત્સંગ કરતા હતા. તેમ પ્રભુશ્રીજી પણ કહેતા કે સત્સંગ વિના ગમે નહીં, સત્સંગ કરવો. કૃપાળુદેવે લખ્યું છે કે જીવને “એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ તેનું પુરુષ જ કારણ છે” (૨૧૩). તેને લીધે મનુષ્યભવ મળે છે. પુરુષનું ગમે તેવું વચન હોય તે સાંભળવું. આગળ સમજાશે. સત્ય ધર્મ અરૂપી છે. જુદા જુદા ધર્મ કહ્યા, પણ ખરે એક આત્મધર્મ છે. સત્સંગમાં કેવા ભાવ કરવા? તો કે મને ખબર નથી, પણ મારા કાનમાં પડે છે તે કઈ દિવસે કામ થશે. સામાન્યપણું કરવાનું નથી, અપૂર્વતા લાવવાની છે. સત્સંગમાં સાંભળીને કરવું જ. માત્ર સાંભળ સાંભળ કરવું નથી, પણ મારે કરવું જ છે એ સત્સંગમાં લક્ષ રાખો. જીવની દૃષ્ટિ બાહ્ય છે, પણ આત્મામાંથી વાત આવે છે, શદ આત્માથી બોલાય છે. રેહિણિયા ચેરને બે વચન ભગવાનનાં સાંભળવા મળ્યાં તે કલ્યાણ થયું. એને એ વચનો પેસી ગયાં હતાં. એમ જાણ્યે અજાણ્યે સાંભળવાનું મળે તે કલ્યાણ થઈ જાય.
અનંત કાળથી ભટકે છે. ચેતવા જેવું છે. અપૂર્વ જગ્યાએ આવ્યું છે. અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, એ કહેવું છે. આત્મા જેવા નથી, ઢંકાયેલું છે. મારું મારું કરે છે તે આડે પડદે છે. આત્મા જેવાય તે મોક્ષ થાય. એવી વાત છે. કંચી છે. આત્મા છે તે ખરે, પણ તે તરફ દૃષ્ટિ નથી. છ પદને પત્ર મેઢે કર્યો, પણ ઊંડો ઊતરે તે થાય. “આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર સમાધિ કહે છે.” (૫૬૮). જ્યાં ત્યાંથી આત્માનું હિત કરવાનું છે. ચેતવાનું છે. સત્સંગ મેટી વસ્તુ છે. ક્ષણિક વસ્તુઓમાં વૃત્તિ ચોંટી રહી છે, તેથી “આત્મા મારે” એમ થતું નથી. ઘણો સત્સંગ થાય, ઘણો બોધ થાય ત્યારે એને વિચાર આવે કે શું કરવા જેવું છે?
નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” જ્ઞાનીએ જે કરવાની ના કહી છે તે કરે છે. જ્ઞાની કહે છે તે આપણું સ્વાર્થની વાત છે. પિતે સુખી થઈને બોલાવે છે. કઈ પણ વસ્તુ સાથે આવે નહીં. સગાં વહાલાં કઈ સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org